Home » International News » Latest News » International » એન્ટી-સેટેલાઇટ રોકેટ નૂડોલ અમેરિકાને પાયમાલી તરફ ધકેલી દેશે | the anti-satellite rockets could potentially wreak havoc on the US

રશિયાએ ફૂંક્યું 'સાઇબર વૉર'નું બ્યુગલ, મિસાઈલથી US પર હુમલો

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 09:33 AM

રશિયા એ વાતને સહજતાથી જાણે છે કે, યુએસને પાયમાલ કરવા માટે સ્પેસ (અંતરિક્ષ) એક મહત્વપૂર્ણ સ્થળ છે

 • એન્ટી-સેટેલાઇટ રોકેટ નૂડોલ અમેરિકાને પાયમાલી તરફ ધકેલી દેશે | the anti-satellite rockets could potentially wreak havoc on the US
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  યુએસના સીરિયામાં કરવામાં આવેલા મિસાઇલ અટેક બાદ નૂડોલનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં કેમિકલ એરસ્ટ્રાઇક્સ અને બ્રિટનમાં રશિયન જાસૂસને ઝેર આપવાના મામલે રશિયા સામે શનિવારે યુએસએ તેના સાથી દેશો સાથે મળીને મિસાઇલ અટેક કરી દીધો હતો. એવું લાગી રહ્યું છે કે, રશિયાને આ મિસાઇલ એરસ્ટ્રાઇક્સ વિશે પહેલેથી જ અંદાજ આવી ગયો હતો. તેથી જ યુએસ સહિત યુકે અને ફ્રાન્સ જેવા દેશોને મિસાઇલ એરસ્ટ્રાઇક્સના વળતા પ્રહાર માટે તેણે માર્ચ મહિનામાં જ તૈયારીઓ કરી દીધી હતી. રશિયાની રાજધાની મોસ્કોમાં ગત માર્ચ 26ના રોજ 'નૂડોલ' રોકેટ લૉન્ચ કરવામાં આવ્યું હતું. મોસ્કોથી અંદાજિત 500 માઇલના અંતરે પ્લેસેસ્ક કોસ્મોડ્રોમથી લૉન્ચ કરવામાં આવેલી આ એન્ટી-સેટેલાઇટ મિસાઇલ કોઇ પણ દેશની કોમ્યુનિકેશન અને મિસાઇલ ટેક્નોલોજીને ધરાશાયી કરવા માટે સક્ષમ છે.

  પૃથ્વીના વાતાવરણ બહાર બ્લાસ્ટ કરવા માટે સક્ષમ


  - મિલિટરી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સમાં કાઇનેટિક એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે. જે પૃથ્વીના વાતાવરણની બહાર અને કોઇ પણ વિશાળ પદાર્થ કે સેટેલાઇટને ભેદીને બ્લાસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
  - રશિયાએ હાલમાં જ આ લેટેસ્ટ મિસાઇલનું ટેસ્ટિંગ કર્યુ હતું. નૂડોલ યુએસ કોમ્યુનિકેશન્સ અને ઇન્ટેલિજન્સ સેટેલાઇસ્ટ્સને ક્ષણવારમાં બ્લાસ્ટ કરવા સક્ષમ છે.


  નૂડોલનો ઉપયોગ સ્પેસ માટે નથી


  - રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને કોઇ આધુનિક રોકેટ અને PL19થી જાણીતા શસ્ત્રનું ટેસ્ટિંગ કર્યુ હોય તેવો આ છઠ્ઠો બનાવ છે. સ્ટેટ મીડિયા અનુસાર, 'રશિયન લોંગ-રેન્જ મિસાઇલ' ડિફેન્સ માટે છે અને તેને અંતરિક્ષ માટે તૈયાર કરવામાં આવી નથી.
  - યુએસના સીરિયામાં કરવામાં આવેલા મિસાઇલ અટેક બાદ નૂડોલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
  - યુએસ મિલિટરી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રશિયાએ આ ઇન્ટરસેપ્ટર પ્રોજેક્ટને દુનિયાથી છૂપાવીને રાખ્યો હતો. રશિયાનો મૂળ ઉદ્દેશ્ય કાઇનેટિક એનર્જી ધરાવતી આ ડિફેન્સ સિસ્ટમ દ્વારા પૃથ્વીના વાતાવરણથી બહાર બ્લાસ્ટ કરવાનો છે.


  રશિયાના પ્રેસિડન્ટનું અપમાન નહીં સહન કરીએ


  - રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના એમ્બેસેડરે યુનાઇટેડ સ્ટેટને ધમકી આપી હતી કે, તેઓના વિરૂદ્ધ બોમ્બિંગ અને મિસાઇલ સ્ટ્રાઇક્સને સહન નહીં કરવામાં આવે.
  - રશિયન એમ્બેસેડર એન્ટોની એન્ટોનોવે ટ્વીટ કરી હતી કે, પ્રિ-ડિઝાઇન મિસાઇલ સ્ટ્રાઇક્સને અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ યુએસ અને તેના સાથી દેશોએ આ હુમલાના વળતા પ્રહાર માટે તૈયાર રહેવું પડશે.
  - એન્ટોનીના નિવેદન અનુસાર, 'કેમિકલ વેપન્સની સૌથી મોટું શસ્ત્રાગાર ધરાવતો દેશ - અમેરિકાને રશિયા કે તેના પ્રેસિડન્ટનું અપમાન કરવાનો કોઇ હક્ક નથી. યુએસને અન્ય દેશો સામે કેમિકલ વેપન્સના આરોપ જડવાનો કોઇ અધિકાર નથી.'

  આગળની સ્લાઇડ્સમાં જાણો, રશિયાએ યુએસને આપી ધમકી - ઉપદ્રવી ગુંડા જેવા વ્યવહારનો જવાબ મળશે...

 • એન્ટી-સેટેલાઇટ રોકેટ નૂડોલ અમેરિકાને પાયમાલી તરફ ધકેલી દેશે | the anti-satellite rockets could potentially wreak havoc on the US
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નૂડોલ યુએસ કોમ્યુનિકેશન્સ અને ઇન્ટેલિજન્સ સેટેલાઇસ્ટ્સને ક્ષણવારમાં બ્લાસ્ટ કરવા સક્ષમ છે.

  રશિયાએ કહ્યું, યુએસએ કર્યો ઉપદ્રવી ગુંડા જેવો વ્યવહાર 


  - રશિયાના આ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ લૉન્ચિંગથી રશિયા અને વેસ્ટર્ન પાવર્સ (યુએસ અને તેના સાથી દેશો)ની વચ્ચે તણાવ વધ્યો છે. 
  - ઉલ્લેખનીય છે કે, રવિવારે યુએન મીટિંગમાં રશિયન ડિપ્લોમેટ્સે યુએસને ઉપદ્રવી ગુંડા જેવું ગણાવ્યું હતું. રશિયાએ આ બેઠક દરમિયાન ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે, યુએસ, બ્રિટન અને ફ્રાન્સે સીરિયામાં કરેલી મિસાઇલ એરસ્ટ્રાઇકની કિંમત ટૂંક સમયમાં જ ચૂકવવી પડશે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, વર્ષ 2015થી થઇ રહ્યું છે ડિફેન્સ સ્પેસ મિસાઇલનું લૉન્ચિંગ... 

 • એન્ટી-સેટેલાઇટ રોકેટ નૂડોલ અમેરિકાને પાયમાલી તરફ ધકેલી દેશે | the anti-satellite rockets could potentially wreak havoc on the US
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ (એન્ટી-સેટેલાઇટ) હુમલાના કારણે જીપીએસ ગાઇડન્સ ખોરવાઇ જશે.

  2015માં યુએસને મોકલાવ્યો હતો રિપોર્ટ 


  - વર્ષ 2015માં ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ યુએસ કોંગ્રેસ સામે એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અનુસાર, 'રશિયાના મિલિટરી સિદ્ધાંતો મુજબ તે નેશનલ ડિફેન્સ માટે સ્પેસ ડિફેન્સ પર વધુમાં વધુ ભાર મુકી રહ્યું છે.'
  - 2016માં આ મિસાઇલના વધુ એક ટેસ્ટ બાદ પેન્ટાગનના ઓફિશિયલ માર્ક સ્નેડરે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે, એન્ટી-સેટેલાઇટ રોકેટ નૂડોલ અમેરિકાને પાયમાલી તરફ ધકેલી દેશે. 
  - માર્ક સ્નેડરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ (એન્ટી-સેટેલાઇટ) હુમલાના કારણે જીપીએસ ગાઇડન્સ ખોરવાઇ જશે. જેના કારણે અમુક ચોક્કસ હથિયારો અને તેની કાર્યક્ષમતા ઉપર નોંધપાત્ર અસર જોવા મળશે. 
  - આ જ વર્ષે એર ફોર્સના લેફ્ટનન્ટ જનરલ ડેવિડ જે બુકે જણાવ્યું હતું કે, રશિયા એ વાતને સહજતાથી જાણે છે કે, યુએસને પાયમાલ કરવા માટે સ્પેસ (અંતરિક્ષ) એક મહત્વપૂર્ણ સ્થળ છે. તેથી જ તેઓ પોતાની કાઉન્ટર-સ્પેસ કેપેબિલિટીઝને વધુમાં વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. 
  - રશિયાએ ચીનની એન્ટી-સેટેલાઇટ વેપન સિસ્ટમ પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, 
  ચીન-રશિયા એન્ટી સેટેલાઇટ વેપન્સ તૈયાર કરી રહ્યા છે... 

 • એન્ટી-સેટેલાઇટ રોકેટ નૂડોલ અમેરિકાને પાયમાલી તરફ ધકેલી દેશે | the anti-satellite rockets could potentially wreak havoc on the US
  રશિયન એમ્બેસેડર એન્ટોની એન્ટોનોવે ટ્વીટ કરી હતી કે, અમેરિકાને રશિયા કે તેના પ્રેસિડન્ટનું અપમાન કરવાનો કોઇ હક્ક નથી.

  ચીન-રશિયા એન્ટી સેટેલાઇટ વેપન્સ તૈયાર કરી રહ્યા છે 


  - ફેબ્રુઆરી, 2018માં ચીને KO09/DN-3નું ટેસ્ટિંગ કર્યુ હતું. ચીનનું આ એન્ટી-ડિફેન્સ સ્પેસ ઇન્ટરસેપ્ટર કોઇ પણ મીડિયમ રેન્જ બેલાસ્ટિક મિસાઇલને ટાર્ગેટ કરવા માટે છે. DN-3 એન્ટી-સેટેલાઇટ માટે પણ એટલી કાર્યક્ષમ છે. 
  - વર્ષ 2018ની શરૂઆતમાં યુએસ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ ડેન કોસ્ટે 'વર્લ્ડ વાઇડ થ્રેટ એસેસમેન્ટ'માં જણાવ્યું હતું કે, રશિયા અને ચીન એન્ટી-સેટેલાઇટ વેપન્સને તૈયાર કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં યુએસ અને અન્ય દેશોની મિલિટરી ઇફેક્ટ્સને ક્ષણભરમાં જ તોડી શકાય. 
  - ડેન ડોસ્ટે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર, જો ભવિષ્યમાં વર્લ્ડ વોરની પરિસ્થિતિ ઉભી થાય છે, તો રશિયા અથવા ચીન એવા દેશો છે જેઓ યુએસ અને સાથી દેશો સાથે સ્પેસ ડિફેન્સ સિસ્ટમથી જ હુમલાઓ કરશે. આનાથી યુએસની મિલિટરી, સિવિલ અને કોમર્શિયલ સ્પેસ સિસ્ટમ્સને ભયંકર નુકસાન વેઠવું પડશે. 
  - રશિયાએ આ સ્પેસ સિસ્ટમના લૉન્ચિંગથી શનિવારે થયેલા સીરિયા મિસાઇલ્સ અટેક બાદ યુએસને ગર્ભિત ધમકીઓ આપી દીધી છે. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ