ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Violence among prisoners in jail of Venezuela at least 68 killed in Police firing

  વેનેઝુએલાની જેલમાં હિંસા, ભાગવાની કોશિશ કરી રહેલા 68 કેદીઓના મોત

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 10:46 AM IST

  વેનેઝુએલાના શહેર વેલેન્સિયાની એક જેલમાં ભડકેલી હિંસા અને ફાયરિંગની ઘટનાઓમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા
  • ઘટનાની જાણકારી મળતાં જ કેદીઓના પરિવારજનો જેલની બહાર જમા થઇ ગયા અને તેમણે હોબાળો શરૂ કરી દીધો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનાની જાણકારી મળતાં જ કેદીઓના પરિવારજનો જેલની બહાર જમા થઇ ગયા અને તેમણે હોબાળો શરૂ કરી દીધો.

   કારાકસ: વેનેઝુએલાના ઉત્તરી શહેર વેલેન્સિયાની એક જેલમાં ભડકેલી હિંસા અને ફાયરિંગની ઘટનાઓમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે. ન્યુયોર્ક ટાઇમ્સે એટોર્ની જનરલ તારિક સાબના હવાલાથી બુધવારે આ જાણકારી આપી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા તમામ કેદીઓ છે. તેઓ જેલમાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેમના પર ગોળીઓ ચલાવી દીધી. આ ઘટના પછી મૃતકોના પરિવારજનોની જેલની બહાર ભારે ભીડ જમા થઇ ગઇ. તેમણે હોબાળો મચાવી દીધો.

   મામલાની તપાસમાં લાગ્યા 4 પ્રોસિક્યુટર

   - ન્યુયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, તારિક સાબે જણાવ્યું કે ચાર પ્રોસિક્યુટર આ મામલાની તપાસ કરી રહ્યા છે.

   - તેમણે જણાવ્યું કે આ જેલ પોલીસ સ્ટેશનથી નજીક હતી અને તેમાં આશરે 60 કેદીઓ રાખવાની જગ્યા હતી, પરંતુ ક્ષમતાથી વધારે કેદીઓ રાખવામાં આવ્યા હતા.
   - જેલોની પરિસ્થિતિ પર નજર રાખનારા ગ્રુપ વેનેઝુએલા ઓબ્ઝર્વેટરી ઑફ પ્રિઝનના જણાવ્યા પ્રમાણે, અહીંની જેલોમાં ક્ષમતાથી વધુ કેદીઓ હોવાના સમચાર આવતા હોય છે.

   ધક્કા-મુક્કી દંગા-તોફાનોમાં ફેરવાઇ ગઇ

   - કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જેલમાં કેટલાક કેદીઓની વચ્ચે ધક્કા-મુક્કીએ દંગાનું રૂપ લઇ લીધું. કેદીઓએ પોલીસ પર પણ હુમલો કરી દીધો. કેટલાક કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેમણે પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે ફાયરિંગ કર્યું હતું.

   પરિવારજનોએ કહ્યું- અમને ન્યાય જોઇએ

   - ઘટનાના સમાચાર મળતા જ જેલની બહાર કેદીઓના પરિવારજનોની ભીડ જમા થઇ ગઇ. તેમણે પ્રદર્શન શરૂ કરી દીધું. ત્યારબાદ પોલીસે ઘટનાની વધુ જાણકારી ન આપી.

   - ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં માર્યા ગયા કેદીની સંબંધી મારિયા જોસ રોંડને કહ્યું, "અમને ન્યાય જોઇએ. અમે જાણવા માંગીએ છીએ કે આ બધું શું થઇ રહ્યું છે?"

  • પોલીસે પ્રદર્શનકારીઓને બહુ મુશ્કેલીથી કાબૂમાં કર્યા. ત્યારબાદ ઘટના વિશે વધુ વિગતો આપવામાં આવી નથી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે પ્રદર્શનકારીઓને બહુ મુશ્કેલીથી કાબૂમાં કર્યા. ત્યારબાદ ઘટના વિશે વધુ વિગતો આપવામાં આવી નથી.

   કારાકસ: વેનેઝુએલાના ઉત્તરી શહેર વેલેન્સિયાની એક જેલમાં ભડકેલી હિંસા અને ફાયરિંગની ઘટનાઓમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે. ન્યુયોર્ક ટાઇમ્સે એટોર્ની જનરલ તારિક સાબના હવાલાથી બુધવારે આ જાણકારી આપી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા તમામ કેદીઓ છે. તેઓ જેલમાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેમના પર ગોળીઓ ચલાવી દીધી. આ ઘટના પછી મૃતકોના પરિવારજનોની જેલની બહાર ભારે ભીડ જમા થઇ ગઇ. તેમણે હોબાળો મચાવી દીધો.

   મામલાની તપાસમાં લાગ્યા 4 પ્રોસિક્યુટર

   - ન્યુયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, તારિક સાબે જણાવ્યું કે ચાર પ્રોસિક્યુટર આ મામલાની તપાસ કરી રહ્યા છે.

   - તેમણે જણાવ્યું કે આ જેલ પોલીસ સ્ટેશનથી નજીક હતી અને તેમાં આશરે 60 કેદીઓ રાખવાની જગ્યા હતી, પરંતુ ક્ષમતાથી વધારે કેદીઓ રાખવામાં આવ્યા હતા.
   - જેલોની પરિસ્થિતિ પર નજર રાખનારા ગ્રુપ વેનેઝુએલા ઓબ્ઝર્વેટરી ઑફ પ્રિઝનના જણાવ્યા પ્રમાણે, અહીંની જેલોમાં ક્ષમતાથી વધુ કેદીઓ હોવાના સમચાર આવતા હોય છે.

   ધક્કા-મુક્કી દંગા-તોફાનોમાં ફેરવાઇ ગઇ

   - કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જેલમાં કેટલાક કેદીઓની વચ્ચે ધક્કા-મુક્કીએ દંગાનું રૂપ લઇ લીધું. કેદીઓએ પોલીસ પર પણ હુમલો કરી દીધો. કેટલાક કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેમણે પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે ફાયરિંગ કર્યું હતું.

   પરિવારજનોએ કહ્યું- અમને ન્યાય જોઇએ

   - ઘટનાના સમાચાર મળતા જ જેલની બહાર કેદીઓના પરિવારજનોની ભીડ જમા થઇ ગઇ. તેમણે પ્રદર્શન શરૂ કરી દીધું. ત્યારબાદ પોલીસે ઘટનાની વધુ જાણકારી ન આપી.

   - ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં માર્યા ગયા કેદીની સંબંધી મારિયા જોસ રોંડને કહ્યું, "અમને ન્યાય જોઇએ. અમે જાણવા માંગીએ છીએ કે આ બધું શું થઇ રહ્યું છે?"

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Violence among prisoners in jail of Venezuela at least 68 killed in Police firing
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top