સરકારના આરોપો અર્થહીન, બેંકને ખબર હતી કિંગફિશર ખોટમાં છેઃ માલ્યા

બ્રિટિશ કોર્ટે ગત મહિને ભારતીય અધિકારીઓ પાસે મુંબઇ જેલ સેલનો વીડિયો માંગ્યો હતો. (ફાઇલ)
બ્રિટિશ કોર્ટે ગત મહિને ભારતીય અધિકારીઓ પાસે મુંબઇ જેલ સેલનો વીડિયો માંગ્યો હતો. (ફાઇલ)

divyabhaskar.com

Sep 12, 2018, 06:09 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં બુધવારે સુનવણી થશે. આ દરમિયાન કોર્ટ મુંબઇની આર્થર રોડ જેલનો વીડિયો જોશે. જ્યાં પત્યાર્પણ બાદ માલ્યાને રાખવામાં આવશે. ઇન્ટરનેશનલ ધોરણોને ધ્યાનમાં રાખીને હાલમાં જ જેલમાં નવી સેલ બનાવવામાં આવી છે. ભાગેડૂ આરોપી ભારતીય જેલની ખરાબ હાલત અને માનવાધિકારોનો હવાલો આપીને પ્રત્યાર્પણથી બચવાની કોશિશ કરે છે.

- બ્રિટિશ કોર્ટે ગત મહિને ભારતીય અધિકારીઓ પાસે મુંબઇ જેલ સેલનો વીડિયો માંગ્યો હતો. હાલમાં જ બ્રિટનના રોકાણ મંત્રી ગ્રાહમ સ્ટુઅર્ટે કહ્યું હતું કે, માલ્યાના પ્રત્યાર્પણ મામલે ભારતને સંપુર્ણ સહયોગ આપી રહ્યા છે.

- ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ પોતાના પર લગાવેલા આરોપોને અર્થહીન ગણાવીને કહ્યું કે, આઇડીબીઆઇ બેંકના અધિકારી કિંગફિશરને થયેલા નુકસાનથી માહિતગાર હતા.
- બેંક અધિકારીઓના ઇમેલથી આ વાત સાબિત થાય છે. એવામાં સરકારે તેમના પર કંપનીને થયેલા નુકસાનને છૂપાવવાનો જે આરોપ લગાવ્યો છે, તે અર્થહીન છે.
- ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે બ્રિટિશ કોર્ટમાં 18 સપ્ટેમ્બરના રોજ સુનવણી થશે.

X
બ્રિટિશ કોર્ટે ગત મહિને ભારતીય અધિકારીઓ પાસે મુંબઇ જેલ સેલનો વીડિયો માંગ્યો હતો. (ફાઇલ)બ્રિટિશ કોર્ટે ગત મહિને ભારતીય અધિકારીઓ પાસે મુંબઇ જેલ સેલનો વીડિયો માંગ્યો હતો. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી