પુતિન સાથે હાથ મિલાવતા ડરી ગઇ ટ્રમ્પની પત્ની, એક્સપ્રેશન થયા વાઇરલ

melania trump wife of us president looking horrified after shaking hands with putin
એક યૂઝરે તેના પર કોમેન્ટ કરી હતી કે, 'કદાચ આ આખા રૂમમાં મલેનિયા એકમાત્ર એવી વ્યક્તિ છે જે સમજે છે કે, પુતિન કેટલો ડેન્જરસ માણસ છે.'
એક યૂઝરે તેના પર કોમેન્ટ કરી હતી કે, 'કદાચ આ આખા રૂમમાં મલેનિયા એકમાત્ર એવી વ્યક્તિ છે જે સમજે છે કે, પુતિન કેટલો ડેન્જરસ માણસ છે.'
એક યૂઝરે લખ્યું કે, થોડી સેકન્ડ માટે મલેનિયાએ વીજળીના તારને અડકી લીધું હોય તેવું લાગ્યું.
એક યૂઝરે લખ્યું કે, થોડી સેકન્ડ માટે મલેનિયાએ વીજળીના તારને અડકી લીધું હોય તેવું લાગ્યું.
અન્ય યૂઝરે લખ્યું કે, મલેનિયાના રિએક્શન જોઇ એવું લાગી રહ્યું જાણે તેણે કોઇ દુષ્ટ રાક્ષસની આંખમાં જોઇ લીધું હોય.
અન્ય યૂઝરે લખ્યું કે, મલેનિયાના રિએક્શન જોઇ એવું લાગી રહ્યું જાણે તેણે કોઇ દુષ્ટ રાક્ષસની આંખમાં જોઇ લીધું હોય.
ટ્વીટર યૂઝરે જેણે સૌથી પહેલાં ફર્સ્ટ લેડીના આ રિએક્શન સામે ધ્યાન દોર્યુ હતું, તેણે લખ્યું કે, મને લાગે છે કે, તેને નજર સામે મોત દેખાયું હશે.
ટ્વીટર યૂઝરે જેણે સૌથી પહેલાં ફર્સ્ટ લેડીના આ રિએક્શન સામે ધ્યાન દોર્યુ હતું, તેણે લખ્યું કે, મને લાગે છે કે, તેને નજર સામે મોત દેખાયું હશે.
ટ્રમ્પે સમિટની શરૂઆતમાં પુતિન સાથે 90 મિનિટ ચર્ચા કરી હતી, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં જતાં પહેલાં મલેનિયા સાથે પુતિનની મુલાકાત કરાવી હતી.
ટ્રમ્પે સમિટની શરૂઆતમાં પુતિન સાથે 90 મિનિટ ચર્ચા કરી હતી, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં જતાં પહેલાં મલેનિયા સાથે પુતિનની મુલાકાત કરાવી હતી.

divyabhaskar.com

Jul 19, 2018, 12:48 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં રશિયા અને અમેરિકાના લીડર્સની સમિટ સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન હેલસિંકીમાં ગત 16 જુલાઇના રોજ મળ્યા હતા. આ સમિટનો એક વીડિયો હાલ વાઇરલ થયો છે જેમાં ટ્રમ્પની પત્ની મલેનિયા ટ્રમ્પ વ્લાદિમીર પુતિનને મળીને ગભરાયેલી અને સખત ડરેલી જોવા મળે છે. એક્સ-સ્પાઇ સ્ટ્રોંગમેન કરતાં થોડાં ઇંચ ઉંચી મલેનિયા પુતિન સાથે હાથ મિલાવતી વખતે થોડી ડરેલી અને સ્માઇલ કરતી જોવા મળે છે.

ટ્રમ્પને મળવા 2000 કરોડની લિમોમાં પહોંચ્યા પુતિન, લીડર્સની કારની આ છે ખાસિયતો


પુતિનને હાથ મિલાવ્યા બાદ એક્સપ્રેશન થયા વાઇરલ


- સમિટ બાદ ટ્રમ્પ અને પુતિન મલેનિયા પાસે આવ્યા હતા. વીડિયોમાં મલેનિયા અને પુતિન એકબીજાંને હાથ મિલાવતા જોવા મળે છે.
- મલેનિયા સાથે મુલાકાત દરમિયાન પુતિનના ચહેરા પર સ્માઇલ જોવા મળે છે. જ્યારે મલેનિયા થોડાં ડર સાથે વાતચીત કરતાં જોવા મળે છે.
- આ વીડિયો વાઇરલ થવાનું મુખ્ય કારણ છે પુતિનનો હાથ છોડાવ્યા બાદ મલેનિયાના એક્સપ્રેશન. પુતિન મલેનિયાનો હાથ છોડાવી જેવું તેનું ધ્યાન બીજી તરફ વાળે છે મલેનિયા જાણે રાહતનો શ્વાસ લઇ રહી હોય તેવા એક્સપ્રેશન આપે છે.
- આ વીડિયો રિલીઝ થયા બાદ ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પર તે વાઇરલ થયો હતો. એક યૂઝરે તેના પર કોમેન્ટ કરી હતી કે, 'કદાચ આ આખા રૂમમાં મલેનિયા એકમાત્ર એવી વ્યક્તિ છે જે સમજે છે કે, પુતિન કેટલો ડેન્જરસ માણસ છે.'


પુતિનને નિર્દોષ કહેવું એ ટ્રમ્પ કાર્યકાળની શરમજનક ક્ષણ, દેશદ્રોહ સમાન- US મીડિયા

પુતિન સાથેની સમિટ વિવાદોમાં ઘેરાઇ


- ટ્રમ્પ અને પુતિનની હેલસિંકીમાં મળેલી બેઠક શરૂઆતથી જ વિવાદમાં ઘેરાયેલી રહી. અમેરિકાના ડેમોક્રેટિક્સ લૉ-મેકર્સે ટ્રમ્પને આ સમિટ રદ કરવાની ભલામણ કરી હતી.
- ટ્રમ્પે સમિટની શરૂઆતમાં પુતિન સાથે 2016ની પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રશિયાએ હસ્તક્ષેપ કર્યો હોવાની વાતનો ઉલ્લેખ કરવાનું કહ્યું હતું.
- જો કે, સમિટ બાદ ટ્રમ્પ અને પુતિને કરેલી જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે રશિયાએ ચૂંટણીમાં હસ્તક્ષેપ નહીં કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે રશિયા સામે આક્ષેપ બદલ અમેરિકાને ખોટું ઠેરવ્યું હતું.


સમિટમાં એકબીજાં સાથે વાતચીત કરવા માટે વધુ સારી બાબતો: ટ્રમ્પ


પુતિન સાથે મુલાકાત બાદ બદલાયા ટ્રમ્પના સૂરઃ કહ્યું - મેં ખોટાં નિવેદન આપ્યા

ટ્રમ્પનો વિરોધ, નિવેદન પરથી ટ્રમ્પનો યુ-ટર્ન

- ટ્રમ્પના આ નિવેદનથી વિવાદમાં ઓર વધારો થયો હતો. બીજાં દિવસે અમેરિકાના પ્રમુખ મીડિયાએ ટ્રમ્પના આ નિવેદન વિરૂદ્ધ એનાલિસિસ પ્રકાશિત કર્યા હતા. જેમાં ટ્રમ્પે રશિયાને સપોર્ટ કરી દેશદ્રોહ કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
- ટ્રમ્પે આજે ટ્વીટ કરી હતી કે, હેલસિંકી સમિટનું 'મોટું પરિણામ' આગામી દિવસોમાં જ જોવા મળશે.
- જ્યારે મંગળવારે ટ્રમ્પે પોતાના નિવેદનને ફેરવી તોળીને કહ્યું હતું કે, મારાં નિવેદનોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે, રશિયાએ 2016ના ઇલેક્શનમાં હસ્તક્ષેપ કર્યો હતો.
- બુધવારે ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ રીતે પુતિનનું નામ લીધું હતું. ટ્રમ્પે કહ્યું કે, તેઓ માને છે કે આ મામલે પુતિન વ્યક્તિગત રીતે જવાબદાર છે.
- 'આ મામલે પુતિનને જવાબદાર એટલાં માટે ગણી રહ્યો છું, કારણ કે, તેઓ (પુતિન) દેશના નેતા છે. એવી જ રીતે જેમ, હું આ દેશ (અમેરિકા)ની કોઇ પણ બાબત માટે જવાબદાર છું.'

આગળની સ્લાઇડ્સમાં જાણો, યૂઝર્સે કેવા આપ્યા રિએક્શન...

X
melania trump wife of us president looking horrified after shaking hands with putin
એક યૂઝરે તેના પર કોમેન્ટ કરી હતી કે, 'કદાચ આ આખા રૂમમાં મલેનિયા એકમાત્ર એવી વ્યક્તિ છે જે સમજે છે કે, પુતિન કેટલો ડેન્જરસ માણસ છે.'એક યૂઝરે તેના પર કોમેન્ટ કરી હતી કે, 'કદાચ આ આખા રૂમમાં મલેનિયા એકમાત્ર એવી વ્યક્તિ છે જે સમજે છે કે, પુતિન કેટલો ડેન્જરસ માણસ છે.'
એક યૂઝરે લખ્યું કે, થોડી સેકન્ડ માટે મલેનિયાએ વીજળીના તારને અડકી લીધું હોય તેવું લાગ્યું.એક યૂઝરે લખ્યું કે, થોડી સેકન્ડ માટે મલેનિયાએ વીજળીના તારને અડકી લીધું હોય તેવું લાગ્યું.
અન્ય યૂઝરે લખ્યું કે, મલેનિયાના રિએક્શન જોઇ એવું લાગી રહ્યું જાણે તેણે કોઇ દુષ્ટ રાક્ષસની આંખમાં જોઇ લીધું હોય.અન્ય યૂઝરે લખ્યું કે, મલેનિયાના રિએક્શન જોઇ એવું લાગી રહ્યું જાણે તેણે કોઇ દુષ્ટ રાક્ષસની આંખમાં જોઇ લીધું હોય.
ટ્વીટર યૂઝરે જેણે સૌથી પહેલાં ફર્સ્ટ લેડીના આ રિએક્શન સામે ધ્યાન દોર્યુ હતું, તેણે લખ્યું કે, મને લાગે છે કે, તેને નજર સામે મોત દેખાયું હશે.ટ્વીટર યૂઝરે જેણે સૌથી પહેલાં ફર્સ્ટ લેડીના આ રિએક્શન સામે ધ્યાન દોર્યુ હતું, તેણે લખ્યું કે, મને લાગે છે કે, તેને નજર સામે મોત દેખાયું હશે.
ટ્રમ્પે સમિટની શરૂઆતમાં પુતિન સાથે 90 મિનિટ ચર્ચા કરી હતી, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં જતાં પહેલાં મલેનિયા સાથે પુતિનની મુલાકાત કરાવી હતી.ટ્રમ્પે સમિટની શરૂઆતમાં પુતિન સાથે 90 મિનિટ ચર્ચા કરી હતી, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં જતાં પહેલાં મલેનિયા સાથે પુતિનની મુલાકાત કરાવી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી