રાજકીય સંકટ / વેનેઝૂએલામાં પ્રેસિડન્ટ માદુરો વિરૂદ્ધ સૈન્યનો બળવો, ગોઇદોની સામૂહિક કૂચની જાહેરાત

પ્રેસિડન્ટ માદુરોએ કહ્યું કે, તેઓ જહાજને દેશમાં ઘૂસવા નહીં દે. આ અમેરિકના આક્રમણની શરૂઆત છે.
પ્રેસિડન્ટ માદુરોએ કહ્યું કે, તેઓ જહાજને દેશમાં ઘૂસવા નહીં દે. આ અમેરિકના આક્રમણની શરૂઆત છે.
X
પ્રેસિડન્ટ માદુરોએ કહ્યું કે, તેઓ જહાજને દેશમાં ઘૂસવા નહીં દે. આ અમેરિકના આક્રમણની શરૂઆત છે.પ્રેસિડન્ટ માદુરોએ કહ્યું કે, તેઓ જહાજને દેશમાં ઘૂસવા નહીં દે. આ અમેરિકના આક્રમણની શરૂઆત છે.

  • વેનેઝૂએલામાં સત્તામાં રહેવા માટે સૈન્ય સમર્થન જરૂરી હોય છે.
  • કર્નલે શનિવારે એક વિડીયો જાહેર કરીને કહ્યું, અમારો માત્ર રાજકીય ઉપયોગ જ કરવામાં આવે છે.
  • રવિવારે વેનેઝૂએલામાં ડોક્ટરોએ સેના વિરૂદ્ધ પ્રદર્શનો કર્યા હતા.

divyabhaskar.com

Feb 11, 2019, 07:03 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વેનેઝૂએલાના સૈન્યએ પ્રેસિડન્ટ નિકોલસ માદુરો વિરૂદ્ધ બળવો કરી દીધો છે. સેનામાં ડોક્ટર જર્નલ રૂબેન પાજ જિમેનેઝે કહ્યું કે, તેઓનો સત્તામાં ટકાવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તેથી જ તેઓ માદુરોને આપેલું સમર્થન પરત લઇ રહ્યા છે. સૈન્યએ હવે વિપક્ષના નેતા ખુઆન ગોઇદોને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલાં જ વાયુ સેનાના પ્રમુખ જનરલ ફ્રાન્સિસ્કો યાનેજે પણ માદુરો સાથે સંબંધ પૂરો કરી દીધો હતો. 


વેનેઝૂએલાના પ્રેસિડન્ટ વિરૂદ્ધ પ્રદર્શનો, રાતોરાત સત્તા પરથી હટાવ્યા, USનું નવા પ્રેસિડન્ટને સમર્થન

ગોઇદોની માચ કૂચની જાહેરાત

1. વિડીયો દ્વારા અપીલ
કર્નલે શનિવારે એક વિડીયો જાહેર કરીને કહ્યું, સશસ્ત્ર દળોમાં અમારાંથી 90 ટકા લોકો હકીકતમાં નાખુશ છે. અમારો માત્ર રાજકીય ઉપયોગ જ કરવામાં આવે છે. કર્નલે પોતાના સાથી સૈનિકોને વેનેઝૂએલાને માનવીય સહાયતા આપવામાં મદદ કરવાનો અનુરોધ કર્યો. 
આ ઘટનાક્રમ વચ્ચે આર્થિક-સામાજિક સંકટ સામે ઝઝૂમી રહેલા દેશ માટે અમેરિકાથી સહાયતા સામગ્રી લઇ જઇ રહેલું શિપ બોર્ડર પર કોલંમ્બિયાના કુકુટા સુધી જ પહોંચ્યું છે. પ્રેસિડન્ટ માદુરોએ કહ્યું કે, તેઓ આ જહાજના દેશમાં ઘૂસવા નહીં દે. આ અમેરિકના આક્રમણની શરૂઆત છે. 
3. સૈન્ય હરકતથી ગોઇદો રોષે ભરાયા
વેનેઝૂએલાના ઇન્ટરિમ પ્રેસિડન્ટ અને વિપક્ષના નેતા ખુઆન ગોઇદોએ સૈન્યને ચેતવણી આપી છે કે, તેઓ માનવીય સહાયતાને દેશમાં પ્રવેશ કરતા અટકાવે નહીં. આ માનવતા વિરૂદ્ધનો અપરાધ છે. ઉલ્લેખનીય છે કે, લેટિન અમેરિકન દેશ વેનેઝૂએલામાં સત્તાપલટાની સ્થિતિમાં સૈન્યની ભૂમિકા સૌથી મહત્વની ગણાય છે. નિકોલસ માદુરો અને ગોઇદોની વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષમાં સેનાના આ પગલાંને માદુરોના સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે. 
હકીકતમાં વેનેઝૂએલા અને કોલંમ્બિયાને જોડતી બોર્ડર પર એક પૂલને અહીંની સેનાએ બંધ કર્યા બાદ અમેરિકા દ્વારા મોકલવામાં આવતી દવાઓ અને ખાદ્ય સામગ્રીઓ અટકી ગઇ છે. રવિવારે વેનેઝૂએલામાં ડોક્ટરોએ સેના વિરૂદ્ધ પ્રદર્શનો કર્યા હતા. ડોક્ટરોની માંગ છે કે, આ પૂલને તત્કાળ શરૂ કરવામાં આવે અને સહાયતા સામગ્રીની આપૂર્તિ ફરીથી શરૂ કરવામાં આવે. 
5. મંગળવારે માસ કૂચ થશે
ગોઇદોએ કહ્યું કે, માનવીય સહાયતામાં અવરોધ ઉભા કરવા માનવતા વિરૂદ્ધનું કાર્ય છે. ગોઇદોએ ભારપૂર્વક કહ્યું કે, આ પ્રકારે પ્રદર્શનકારીઓના મોત માટે પણ સૈન્ય જવાબદાર છે. જાન્યુઆરીથી અત્યાર સુધી મોતને ભેટેલા 40 પ્રદર્શનકારીઓની યાદમાં ગોઇદોએ માસ કૂચની જાહેરાત કરી છે. ગોઇદોએ માદુરોના આદેશનો અસ્વીકાર કરીને સશસ્ત્ર દળોના સભ્યો માટે માફીની રજૂઆત કરી છે. બીજી તરફ, વેનેઝૂએલાના સૈન્યએ જાહેરાત કરી છે કે, દેશની રક્ષણાત્મક ક્ષમતાને મજબૂત કરવા માટે આખા દેશમાં 15 ફેબ્રુઆરી સુધી એક મિલિટરી એક્સરસાઇઝ આયોજિત કરશે. 
6. સત્તામાં રહેવા સૈન્ય સમર્થન જરૂરી
વેનેઝૂએલામાં સત્તામાં રહેવા માટે સૈન્ય સમર્થન જરૂરી હોય છે. થોડાં સમય પહેલાં વિપક્ષના નેતા ખુઆન ગોઇદોએ પોતાનો ઇન્ટરિમ પ્રેસિડન્ટ જાહેર કર્યા હતા. અમેરિકા અને અન્ય દેશોએ પણ ગોઇદોનું સમર્થન કર્યુ હતું. આ પહેલાં ગત વર્ષે નિકોલસ માદુરો પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હતા. જો કે, વિપક્ષ દળોએ આ ચૂંટણીમાં પ્રપંચના આરોપ લગાવ્યા હતા. રશિયા, મેક્સિકો, તુર્કી અને ઉરૂગ્વેએ પ્રેસિડન્ટ માદુરોને સમર્થન આપ્યું છે. 
7. ભારતની ઓઇલ સપ્લાય પર અસર
વેનેઝૂએલા પાસેથી ઓઇલ ખરીદવાના મામલે ભારત ટોચના દેશોમાંથી એક છે. જો અમેરિકાનો પ્રતિબંધ લાગુ થશે તો તેની પ્રતિકૂળ અસર ભારત ઉપર પણ પડી શકે છે. ભારતે વેનેઝૂએલાના ઓઇલ ક્ષેત્રમાં રોકાણ પણ કર્યુ છે. ગત વર્ષે માર્ચમાં નિકોલસ માદુરો આંતરરાષ્ટ્રીય સોલ અલાયન્સ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ભારતે વેનેઝૂએલાની સાથે હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગ માટે દ્વિપક્ષીય સમજૂતી પણ કરી છે. 
8. અમેરિકા ઓઇલ નિકાસ અટકાવી શકે છે
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ખુગાન ગોઇદોને સમર્થન આપ્યા બાદ વેનેઝૂએલાએ અમેરિકા સાથેના તમામ રાજકીય સંબંધો ખતમ કરી દીધા છે. માદુરોએ અમેરિકન ડિપ્લોમેટ્સ અને એમ્બેસી સ્ટાફને દેશમાંથી 72 કલાકની અંદર નિકળી જવાનું કહ્યું હતું. ત્યારબાદ અમેરિકાએ વેનેઝૂએલાના ઓઇલ નિકાસ પર પ્રતિબંધ લગાવવાના સંકેત પણ આપ્યા છે. અમેરિકાએ કહ્યું કે, હવે તેઓને પ્રતિબંધ લગાવવાનો અધિકાર મળી ગયો છે. 
9. મહામોંઘવારીનો દોર

50 લાખ બોલિવરમાં એક કિલો ટમાટર

46 રૂપિયા બરાબર વેનેઝૂએલાની કરન્સી બોલિવરની કિંમત 

25 લાખ બોલિવરમાં એક કપ કોફી 
10 લાખ ટકા ઉછળી શકે છે મોંઘવારી IMF અનુસાર 
1.5 કરોડ બોલિવરમાં અઢી કિલો ચિકન
દેશને કંગાળિયતથી બચાવવા માટે સરકારે નવી કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) પેટ્રોની ઘોષણા કરી છે 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી