ખુશખબર / વેનેઝૂએલાનું સંકટ ભારત માટે લાવશે અચ્છે દિન, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ધરખમ ઘટાડો થશે

ગત અઠવાડિયે અંદાજિત 9 મિલિયન બેરલ પેમેન્ટ અથવા ડિસ્ચાર્જ સુચનો વગર ટેન્કર્સ પોર્ટ પર જ પડી રહ્યા હતા.
ગત અઠવાડિયે અંદાજિત 9 મિલિયન બેરલ પેમેન્ટ અથવા ડિસ્ચાર્જ સુચનો વગર ટેન્કર્સ પોર્ટ પર જ પડી રહ્યા હતા.
અમેરિકાના પ્રતિબંધો બાદ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તામાં ટકી રહેવા માટે નાણાકીય સહાયની જરૂર છે.
અમેરિકાના પ્રતિબંધો બાદ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તામાં ટકી રહેવા માટે નાણાકીય સહાયની જરૂર છે.
વેનેઝૂએલાના વિરોધ પક્ષના નેતા અને ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદો
વેનેઝૂએલાના વિરોધ પક્ષના નેતા અને ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદો
વોશિંગ્ટન તેના રાજકીય અને નાણાકીય ક્લાઉટનો ઉપયોગ કરીને PDVSA કંપની સાથે ગમે તે દેશને કોઇ પણ પ્રકારના વ્યવહારને અટકાવી શકે છે.
વોશિંગ્ટન તેના રાજકીય અને નાણાકીય ક્લાઉટનો ઉપયોગ કરીને PDVSA કંપની સાથે ગમે તે દેશને કોઇ પણ પ્રકારના વ્યવહારને અટકાવી શકે છે.
X
ગત અઠવાડિયે અંદાજિત 9 મિલિયન બેરલ પેમેન્ટ અથવા ડિસ્ચાર્જ સુચનો વગર ટેન્કર્સ પોર્ટ પર જ પડી રહ્યા હતા.ગત અઠવાડિયે અંદાજિત 9 મિલિયન બેરલ પેમેન્ટ અથવા ડિસ્ચાર્જ સુચનો વગર ટેન્કર્સ પોર્ટ પર જ પડી રહ્યા હતા.
અમેરિકાના પ્રતિબંધો બાદ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તામાં ટકી રહેવા માટે નાણાકીય સહાયની જરૂર છે.અમેરિકાના પ્રતિબંધો બાદ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તામાં ટકી રહેવા માટે નાણાકીય સહાયની જરૂર છે.
વેનેઝૂએલાના વિરોધ પક્ષના નેતા અને ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદોવેનેઝૂએલાના વિરોધ પક્ષના નેતા અને ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદો
વોશિંગ્ટન તેના રાજકીય અને નાણાકીય ક્લાઉટનો ઉપયોગ કરીને PDVSA કંપની સાથે ગમે તે દેશને કોઇ પણ પ્રકારના વ્યવહારને અટકાવી શકે છે.વોશિંગ્ટન તેના રાજકીય અને નાણાકીય ક્લાઉટનો ઉપયોગ કરીને PDVSA કંપની સાથે ગમે તે દેશને કોઇ પણ પ્રકારના વ્યવહારને અટકાવી શકે છે.

  • વેનેઝૂએલાથી ડાયરેક્ટ ક્રૂડ ઓઇલની ડિલિવરી થશે તો પેટ્રોલ-ડિઝલના ભાવ સસ્તા થશે 
  • અમેરિકા બાદ વેનેઝૂએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતો ભારત બીજો મોટો દેશ
  • વેનેઝૂએલાના ઓઇલ મિનિસ્ટર મેન્યુઅલ ક્યૂવેદો ભારતીય રિફાઇનર્સ સાથે મુલાકાત માટે નવી દિલ્હીમાં છે
  • મેન્યુઅલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિ. અને નાયરા એનર્જી લિ. સાથે તેઓની ક્રૂડ ઓઇલની ખરીદીને બમણી કરવાની ભલામણ કરશે

divyabhaskar.com

Feb 14, 2019, 01:06 PM IST

વેનેઝૂએલા/નવી દિલ્હીઃ વેનેઝૂએલામાં ગત મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટની અસર તેના ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ પર સ્પષ્ટ જોવા મળી રહી છે. જો કે, વેનેઝૂએલાનું સંકટ ભારત માટે અવસર પણ બની શકે છે. અમેરિકાએ વેનેઝૂએલાના ઓઇલ એક્સપોર્ટ પર લગાવેલા પ્રતિબંધ 28 જાન્યુઆરીથી લાગુ થઇ ગયા છે. તેથી જ રાજ્ય સંચાલિત ઓઇલ કંપની PDVSAએ ઓઇલ ડિલિવરી માટે અમેરિકા અને યુરોપના બદલે અન્ય દેશો પર નજર ઠેરવી રહ્યા છે. અમેરિકા અને યુરોપમાં થતા એક્સપોર્ટમાં હાલ પ્રતિબંધોના કારણે એક્સપોર્ટ બાદ ચૂકવણીના મુદ્દે પણ ખલેલ પડી રહી છે. જો વેનેઝૂએલા ભારતને ડાયરેક્ટ ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ કરશે તો આવનારા દિવસોમાં ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમત સૌથી સસ્તી થવાની શક્યતાઓ વધી જાય છે. 

 

લેટિન અમેરિકન વેનેઝૂએલા દેશ તેના ક્રૂડ અને રિફાઇનરી પ્રોડક્ટ્સના એક્સપોર્ટ માટે રોકડ ચૂકવણી કરતાં ખરીદદારો શોધી રહ્યું છે, ખાસ કરીને ભારત. અમેરિકા બાદ ભારત વેનેઝૂએલામાંથી ક્રૂડ ઓઇલ ખરીદતો બીજો સૌથી મોટો દેશ છે. અમેરિકાના પ્રતિબંધો બાદ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તામાં ટકી રહેવા માટે નાણાકીય સહાયની જરૂર છે. તેથી જ અમેરિકાએ પ્રતિબંધોને એ પ્રકારે લાગુ કર્યા છે જેથી ઓઇલ રેવન્યૂ દ્વારા માદુરોને પોતાની સત્તામાં ટકી રહેવાની તાકાત મળી શકે નહીં. 

વેનેઝૂએલાનું આર્થિક સંકટ, ભારત માટે આશીર્વાદ

1. એશિયામાં કસ્ટમર્સ શોધવા મુશ્કેલ
રિફિનિટિવ ઇકોન ડેટા પ્રતિબંધોની જાહેરાત થઇ તે સમયથી PDVSA કંપની પ્રતિદિન 1.5 મિલિયન બેરલ (bpd) ક્રૂડ અને રિફાઇન પ્રોડક્ટ્સ લૉડ અને એક્સપોર્ટ કરવા સમક્ષ છે. ઇકોન ડેટા અનુસાર, પ્રતિબંધો પહેલાં વેનેઝૂએલા 1.4 બિલિયન બેરલ (bpd) એક મહિનામાં એક્સપોર્ટ કરતું હતું. 
સોમવારે બગદાદ અને ફોલ્ગૅન્ડ્રોસ એચ. એવા બે સુપર ટેન્કર્સ વેનેઝૂએલાના હોઝે ટર્મિનલથી લઇને ભારતીય બંદરો સુધી લઇ જવામાં આવ્યા હતા. 
રિફિનેટિવના શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, વેનેઝૂએલિયન ક્રૂડ અથવા ફ્યૂઅલના અન્ય ટેન્કર્સ પણ એશિયા તરફ જતાં જોવા મળ્યા હતા. જો કે, આ માલવાહક જહાજોનું અંતિમ સ્થળ કયું હતું તે હજુ સુધી સ્પષ્ટ નથી. 
એનાલિસિસ્ટના જણાવ્યા અનુસાર, એશિયામાં કસ્ટમર્સ શોધવા થોડાં મુશ્કેલ છે. વોશિંગ્ટન તેના રાજકીય અને નાણાકીય ક્લાઉટનો ઉપયોગ કરીને PDVSA કંપની સાથે ગમે તે દેશને કોઇ પણ પ્રકારના વ્યવહારને અટકાવી શકે છે. 
5. અન્ય દેશો સાથે વેપાર થઇ શકે છે
મંગળવારે બાર્કલેઝ બેન્કે ક્રૂડ ઓઇલ એક્સપોર્ટની સમસ્યા મુદ્દે એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે મુજબઃ વેનેઝૂએલા કાયદેસર, પ્રતિષ્ઠિત રીતે, નાણાકીય જોખમોને ધ્યાનમાં રાખી જે પ્રકારે ટ્રેડર્સ અથવા કાઉન્ટરપાર્ટીઝને ક્રૂડ ઓઇલના એક્સપોર્ટ કે ડિલિવરીને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તે જોતાં તમામ પ્રોડક્ટ્સ અન્ય માર્કેટમાં જઇ શકે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. 
અમેરિકાની ગોલ્ડમેન સૅશ બેન્કે આજે બુધવારે રજૂ કરેલા રિપોર્ટ અનુસારઃ પ્રતિબંધોના કારણે નોન-યુએસ રિફાઇનર્સ માટે વેનેઝૂએલાના ભારે ક્રૂડ ઓઇલને લઇ જવાની ક્ષમતા મર્યાદિત છે, પરંતુ મર્યાદા ભારત કે ચીનને નડતી નથી. 
7. ભારત સાથે બમણા વેચાણની નીતિ
પ્રતિબંધ પહેલાં PDVSA કંપની અમેરિકાને 500,000 bpd (barrels per day)નું શિપિંગ કરતું હતું, જે વેનેઝૂએલાનું સૌથી મોટું કૅશ માર્કેટ છે. ત્યારબાદ ભારત અને ચીનનો નંબર આવે છે. ભારત અને ચીનને પ્રતિ દિન 300,000 બેરલનું શિપિંગ થાય છે. વેનેઝૂએલાએ દેશના ઓઇલ મિનિસ્ટર મેન્યુઅલ ક્યૂવેદોને ભારતના રિફાઇનર્સ સાથે મુલાકાત માટે મોકલ્યા છે. મેન્યુઅલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિ. અને નાયરા એનર્જી લિ. સાથે તેઓની ક્રૂડ ઓઇલની ખરીદીને બમણી કરવાની ભલામણ કરશે. 
નવી દિલ્હી પહોંચેલા ક્યૂવેદોએ સોમવારે કહ્યું કે, અમે ભારતીય ખરીદદારોને પ્રતિ દિન 300,000 બેરલથી પણ વધુનું વેચાણ કરીએ છીએ. અમે આ સંખ્યાને બમણી કરવા ઇચ્છીએ છીએ. 
રિલાયન્સ PDVSAનું મુખ્ય રોકડ ચૂકવણી કરતી કંપની છે, જ્યારે નાયરા પાસે વેનેઝૂએલાનું ઓઇલ તેના સૌથી મોટાં ભાગીદાર અને રશિયાના ઓઇલ-જાયન્ટ રોસનેફ્ટ દ્વારા પહોંચે છે. ત્યારબાદ PDVSA, ભારતની બીજી સૌથી મોટી રિફાઇનરી વાડીનારને સપ્લાય કરે છે. જેની ચૂકવણી 2014માં તૈયાર કરાયેલા રોસનેફ લૉન પ્રોગ્રામ હેઠળ થાય છે. 
અમેરિકન પ્રતિબંધો છતાં વકીલો અને ટ્રેડર્સ અનુસાર, રોસનેફને ઓઇલ-ફોર-લોન હેઠળ PDVSAના કાર્ગો મળતા રહેશે. નાયરાને અડધું વેનેઝૂએલાના ક્રૂડ સપ્લાય રોસનેફ દ્વારા મળે છે, બાકીનું ક્રૂડ યુરોપ ઉપરાંત જર્મનીમાં જાય છે. 
રોસનેફ અને PDVSAના ક્રૂડ ઓપરેશનના નજીકના ટ્રેડિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયન કંપની રોસનેફ માટે અંતિમ ફ્યૂઅલ ઓઇલ કાર્ગો વેનેઝૂએલાથી એશિયા તરફ 30-31 જાન્યુઆરીના રોજ રવાના થયું હતું. આ કાર્ગોમાં 1 મિલિયન બેરલ્સ હતા. 
મોસ્કો લૉ ફર્મ વેગાસ લેક્સના ઇન્ટરનેશન પ્રોજેક્ટ્સ ગ્રૂપની હેડ નતાલિયા એબ્ટ્સશેકોના જણાવ્યા અનુસાર, PDVSA રોસનેફ કે ભારતની અન્ય પેટાકંપનીઓને જે પ્રકારે ક્રૂડ સપ્લાય કરે છે તે અગાઉની ડીલ અનુસાર કરે છે. આ ડીલ અમેરિકાના પ્રતિબંધો અગાઉ થઇ હોવાના કારણે તેના પર પ્રતિબંધોની અસર થતી નથી. 
13. પૈસાની તંગી, ઉકેલમાં અવઢવ
ભારતીય રિફાઇનરી મોટાંભાગના બેરલ્સ ખરીદી શકે છે, પરંતુ હજુ પણ વેનેઝૂએલા માટે યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે, અમેરિકા કે યુરોપિયન બેંક સિસ્ટમને કોઇ પણ જાતની અસર વિના રોકડ વેચાણ કેવી રીતે થશે? અમેરિકન ટ્રેઝરીએ પ્રતિબંધો બાદ 28 એપ્રિલ સુધીની અંતિમ તારીખ આપી છે. 
વેનેઝૂએલાના ઓઇલ મિનિસ્ટરે કહ્યું કે, અમે ભારત સાથે ઓઇલ મુદ્દે બાર્ટર (વિનિમય) સિસ્ટમ માટે તૈયાર છીએ. જો કે, ક્યૂવેદોએ આ બાર્ટર સિસ્ટમ કેવી રીતે કરવામાં આવશે તેની માહિતી આપી નહતી. અમેરિકાને હટાવ્યા બાદ ભારત સાથે ક્યૂવેદોની બાર્ટર સિસ્ટમની તૈયારીઓ છતાં વેનેઝૂએલાની નાણાકીય તંગીનો કોઇ ખાસ ઉકેલ નહીં મળે.  
ઇકોન ડેટા અનુસાર, ગત અઠવાડિયે અંદાજિત 9 મિલિયન બેરલ પેમેન્ટ અથવા ડિસ્ચાર્જ સુચનો વગર ટેન્કર્સ પોર્ટ પર જ પડી રહ્યા હતા. મોટાંભાગના યુએસ ગલ્ફ કોસ્ટ તરફ જઇ રહ્યા હતા. પરંતુ વેનેઝૂએલાના વિરોધ પક્ષના નેતા અને ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદોએ આવક મેળવવા માટે એસ્ક્રો એકાઉન્ટ્સ સેટ કરવાની ચર્ચા કર્યા બાદ આ બેરલ પોર્ટ પર જ અટકી ગયા છે. 
16. અમેરિકાના પ્રતિબંધોથી શું અસર?
અમેરિકાના પ્રતિબંધોની સ્થિતિમાં વેનેઝૂએલાથી સૌથી વધુ ક્રૂડ ખરીદતી અમેરિકન રિફાઇનરીઓને અહીંથી ક્રૂડની ખરીદી બંધ કરવી પડશે. આનાથી ઓપેક દેશમાં સામેલ દેશના બીજાં મોટાં ગ્રાહકો ભારત અને ચીનને વધુ ક્રૂડ ઓઇલ મળશે. ક્રૂડ ઓઇલ અને રિફાઇનરી પ્રોડક્ટ્સની વધુ સપ્લાયના કારણે ભારત-ચીન જેવા દેશોને ઓછી કિંમતે ક્રૂડ ખરીદવાનો મોકો મળશે. 
વેનેઝૂએલા પણ પ્રતિબંધ બાદ એશિયન દેશોને પોતાના ગ્રાહકો તરીકે જાળવી રાખે તેવું ઇચ્છે છે, ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે લેટિન અમેરિકન દેશ પાસેથી સાઉથ કોરિયા અને જાપાન જેવા મોટાં ક્રૂડ ઓઇલ ખરીદારોએ ઇમ્પોર્ટ બંધ કરી દીધું છે. વેનેઝૂએલા પાસે સાઉદી અરેબિયાથી વધુ ક્રૂડ ઓઇલનો ભંડાર છે, પરંતુ ઓઇલનું ઉત્પાદન વધારે હોવાના કારણે તેને રિફાઇન કરવામાં વધુ ખર્ચ આવે છે. આ જ કારણોસર અહીંની ઓઇલ કંપનીઓના સરકારીકરણ બાદ પણ ક્રૂડ ઉત્પાદનમાં આંશિક ઘટાડો થયો છે. 
વેનેઝૂએલામાં સોના અને હીરાની ખાણો પણ છે, પરંતુ અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ક્રૂડ પર જ ટકેલી છે. સરકારની 95 ટકા આવક ક્રૂડથી જ થાય છે. 1998માં પ્રેસિડન્ટ બનેલા હ્યૂગો શોવેજે લાંબા સમય સુધી સત્તામાં ટકી રહેવા માટે દેશની સિસ્ટમમાં ઘણાં ફેરફારો કર્યા હતા. સરકારી અને રાજકીય ફેરફારો ઉપરાંત શાવેજે ઉદ્યોગોનું સરકારીકરણ કર્યુ, પ્રાઇવેટ સેક્ટર વિરૂદ્ધ બળવો કરી દીધો. પૈસા ખૂટ્યાં તો ઘણું ઋણ લીધું અને ધીરેધીરે દેશ દેવામાં ડૂબતો ગયો. 
ઓઇલ કંપનીઓ પાસેથી પૈસા લઇને જરૂરિયાતના તબક્કે ખૂલીને ખર્ચ કરવાથી શાવેજ મહાન પ્રેસિડન્ટ તો બની ગયા, પરંતુ વેનેઝૂએલાની ઇકોનોમિ તળિયે બેસી ગઇ. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી