વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની હત્યાનો પ્રયાસ, આર્મી ડે પર ભાષણ દરમિયાન બે ડ્રોન્સ વડે થયો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરાકસઃ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર રવિવારે જીવલેણ હુમલો થયો. આર્મી ડેના પ્રસંગે તેઓ સૈનિકોની એક સભાને સંબોધિત કરી રહ્યાં હતા. તે દરમિયાન વિસ્ફોટકથી લદાયેલાં ડ્રોન માદુરોની નજીક આવ્યાં અને તેના પર હુમલો કર્યો. આ હુમલામાં માદુરો બચી ગયા હતા. જો કે તેને બચાવવા જતાં 7 સૈનિક ગંભીર રીતે ઘાયલ થયાં છે.

 

વેનેઝુએલાના સંચાર મંત્રી જોર્ગ રોડ્રિગેઝના જણાવ્યા મુજબ, આ હુમલો માદુરોને મારવાનો પ્રયાસ હતો. તેમનું આ ભાષણ ટેલીવિઝન પર લાઈવ દેખાડવામાં આવી રહ્યું હતું. હુમલા દરમિયાનનું એક ફુટેજ કેમેરામાં ઝીલાય ગયાં છે. જેમાં ભાષણ દેતાં માદુરો અને તેમની સાથે ઊભા રહેલા અધિકારી પોતાની તરફ આવતાં ડ્રોન્સ જોઈ રહ્યાં છે. જો કે તેની આગળના દ્રશ્ય કાપી નાખવામાં આવ્યાં છે. જે અંતિમ દ્રશ્ય ફુટેજમાં દેખાડવામાં આવ્યું છે તેમાં અનેક સૈનિકો બચવા માટે ભાગતાં દેખાય છે. સાથે જ તેમાં તેજ ધડાકાના અવાજો પણ સંભળાય છે. 

 

વિપક્ષી પાર્ટીઓ પર લાગ્યાં આરોપ


- જોર્ગ રોડ્રિગેઝે હુમલાનો આરોપ દેશના દક્ષિણપંથી વિપક્ષ પર લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, જે રીતે મેમાં થયેલી ચૂંટણીમાં વિપક્ષને હાર મળી હતી, તેવી જ રીતે આ વખતે પણ તેઓ અસફળ રહ્યાં છે. 
- રોડ્રિગેઝે જણાવ્યું કે રાષ્ટ્રપતિ મંત્રીઓ અને સેનાના કમાન્ડરની સાથે મુલાકાત કરી રહ્યાં છે. હજુ સુધી કોઈપણ સંગઠને માદુરો પર જીવલેણ હુમલાની જવાબદારી લીધી નથી.
- આ પહેલાં જૂન 2017માં વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટ પર એક હેલિકોપ્ટરથી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તે હેલિકોપ્ટરનો પાયલટ ઓસ્કર પેરેઝે તે સમયે વેનેઝુએલાના નાગરિકોને માદુરો વિરૂદ્ધ ઊભા રહેવાની અપીલ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...