કેટલાક લોકો હિંદુ શબ્દને અછૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છે: શિકાગોમાં વૈંકૈયા નાયડૂ

વૈંકૈયા નાયડૂએ કહ્યું કે ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ કરે છે, સાથે જ તમામ ધર્મોનું સન્માન કરે છે

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 10:45 AM
શિકાગોમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ
શિકાગોમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ

શિકાગો: ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂએ શિકાગોમાં રવિવારે મોડી રાતે કહ્યું કે કેટલાક લોકો હિંદુ શબ્દને અછૂત અને અસહનીય બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પરિણામે, વ્યક્તિએ વિચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઇને રજૂ કરવા જોઇએ, જેથી દુનિયાની સમક્ષ સૌથી પ્રામાણિક વાતો સામે આવી શકે. શિકાગોમાં સ્વામી વિવેકાનંદના 11 સપ્ટેમ્બર, 1893ના રોજ આપવામાં આવેલા ભાષણના 125 વર્ષ પૂરાં થવા પર યોજાયેલી વિશ્વ હિંદુ કોંગ્રેસમાં 80 દેશો સામેલ થયા.

વૈંકૈયા નાયડૂએ કહ્યું કે ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ કરે છે. સાથે જ તમામ ધર્મોનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મના સાચા મૂલ્યોને બચાવવાની જરૂર છે, જેનાથી વિચારો અને પ્રકૃતિને બદલી શકાય જે ખોટી સૂચનાઓ પર આધારિત છે.

'હિંદુઓ એકસાથે આવશે, ત્યારે જ થશે પ્રગતિ'

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે આ જ સંમેલનમાં કહ્યું હતું કે હિંદુઓ ક્યારેય સાથે નથી થતા. તેમનું એકસાથે ભેગા થવું મુશ્કેલ છે. હિંદુ હજારો વર્ષોથી પ્રતાડિત થઇ રહ્યા છે, કારણકે તેઓ પોતાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવાનું અને આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે. આપણે સાથે થવું પડશે. હિંદુ સમાજ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે તે સમાજના રૂપમાં કામ કરશે." તેમણે કહ્યું કે હિંદુ કોઇનો વિરોધ કરવા માટે નથી જીવતા, પરંતુ કેટલાક લોકો પણ હોઇ શકે છે, જેઓ હિંદુઓનો વિરોધ કરે છે. તેઓ આપણને નુકસાન ન પહોંચાડે તે માટે આપણે જાતે જ તૈયાર થવું પડશે.

X
શિકાગોમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂશિકાગોમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App