તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • USA: કેપિટલ ગેજેટ ન્યુઝપેપરની ઓફિસમાં અંધાધુંધ ફાયરિંગ, 5ના મોત | USA At Least Five Dead In Targeted Attack On Capital Gazette Newspaper

USA: કેપિટલ ગેજેટ ન્યુઝપેપરની ઓફિસમાં અંધાધુંધ ફાયરિંગ, 5ના મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેરિલેન્ડ: અમેરિકાના મેરિલેન્ડ રાજ્યની રાજધાની એનાપોલિસના જાણીતા ન્યૂઝપેપર “કેપિટલ ગેઝેટ”ની ઓફિસ પર એક વ્યક્તિએ ગુરુવારે સાંજે અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. અખબારની ઓફિસના ન્યૂઝરૂમમાં ઘૂસીને થયેલા આ ફાયરિંગમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. પોલીસે રામોસ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ કોઇ આતંકી હુમલો નથી, પણ આ અખબારમાં થોડા સમય પહેલાં રામોસ વિશે છપાયેલા સમાચાર બાબતે તેને વાંધો હતો અને તેના વિરોધમાં તેણે આ અખબારની ઓફિસ પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

 

 

- ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલના આધારે રામોસ કેપિટલ ગેજેટમાં પોતાની વિરુદ્ધ ખબર છપા જવાથી નારાજ હતો.

- ન્યૂઝ પેપરના ક્રાઈમ રિપોર્ટર ફિલ ડેવિસે ટ્વીટમાં જણાવ્યું કે હુમલાખોરે દરવાજાના પાછળના ભાગથી ફાયરિંગ કર્યુ હતુ.

- આ વર્ષે ફેબ્રુઆરીમાં ફ્લોરિડાની હાઈસ્કુલમાં ગોળીબારની ઘટના બની હતી, જ્યારે 17મી મેએ ટેક્સાસની એક સ્કૂલમાં ગોળીબાર થયો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા.

 

રામોસનું ટ્વીટ: ભ્રષ્ટ લોકોને મારી નાખીશ

 

- વર્ષ 2012માં રામોસે કેપિટલ ગેજેટની કોલમ લખનાર એરિક હાર્ટલે અને એડિટર થોમસ મારક્વાર્ટ સામે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.

- હાર્ટલેએ કોલમમાં લખ્યું હતું કે રામોસે એક મહિલાને ફેસબુક પર અશ્લીલતા ભર્યો વ્યવહાર કર્યો હતો અને તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રામોસને શોષણના ગુનામાં દોષી જાહેર કરાયો હતો.

- વર્ષ 2015માં મેરિલેન્ડની કોર્ટે કેપિટલ ગેજેટ અને પૂર્વ રિપોર્ટરના પક્ષમાં સુનાવણી કરી હતી. બાદમાં રામોસે ટ્વીટર લખ્યું હતું કે તેણે પોતાને બચાવવા માટે નવુ એકાઉન્ટ બનાવ્યું. તેણે લખ્યું હતું કે એન અરૂન્ડેલ વિસ્તારમાં રહેનારા લોકોના વિરુદ્ધ કેસ નોંધાવશે અને ભ્રષ્ટ લોકોને મારી નાખશે.

 

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું


- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું ‘મને કેપિટલ ગેજેટમાં થયેલી ફાયરિંગની ઘટનાની માહિતી મળી છે, મારી પ્રાર્થના પીડિત અને તેમના પરિવારની સાથે છે’

- બ્યૂરો ઓફ એલ્કોહોલ, ફાયરઆર્મસએ ટ્વીટ કરીને જણાવ્યું કે ‘કેપિટલ ગેજેટમાં ફાયરિંગમાં એટીએફ બાલ્ટીમોર જવાબદાર છે’

 

ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...