ધમકી / USની ભારત સહિત અન્ય દેશોને ચેતવણી, વેનેઝૂએલા સાથે વેપાર કર્યો તો પરિણામ ભોગવવું પડશે

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 10:14 PM
માદુરો અને તેના લોકો વેનેઝૂએલ
માદુરો અને તેના લોકો વેનેઝૂએલ
X
માદુરો અને તેના લોકો વેનેઝૂએલમાદુરો અને તેના લોકો વેનેઝૂએલ

  • વેનેઝૂએલા પાસેથી ક્રૂડ અને રિફાઇનરી પ્રોડક્ટ્સ ખરીદતો ભારત બીજો સૌથી મોટો દેશ છે. 

વોશિંગ્ટનઃ વેનેઝૂએલામાં પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવવામાં અસફળ રહેલું અમેરિકા હવે આ લેટિન અમેરિકન દેશને આર્થિક રીતે બરબાદ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે તેણે વેનેઝૂએલા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદવાનું કહ્યું છે. અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે કહ્યું કે, જે દેશ અને જે કંપનીઓ વેનેઝૂએલા પાસેથી ક્રૂડ ખરીદશે તેણે પરિણામ ભોગવવું પડશે. તેઓને માફ નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, વેનેઝૂએલા પાસેથી ક્રૂડ અને રિફાઇનરી પ્રોડક્ટ્સ ખરીદતો ભારત બીજો સૌથી મોટો દેશ છે. 


વેનેઝૂએલાનું સંકટ ભારત માટે લાવશે અચ્છે દિન, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ધરખમ ઘટાડો થશે

વેનેઝૂએલાના મિનિસ્ટરની અપીલ, યુએસની ધમકી

ક્રૂડ ઓઇલ ખરીદતો ભારત બીજો મોટો દેશ
1.બોલ્ટનની આ ચેતવણી ભારતના નવી દિલ્હીમાં વેનેઝૂએલાના ઓઇલ મિનિસ્ટરના નિવેદન બાદ આવી છે, જેમાં તેઓએ કહ્યું હતું કે, પ્રતિબંધોથી પ્રભાવિત તેઓનો દેસ ભારતને સૌથી વધુ માત્રામાં કાચુ તેલ વેચવા ઇચ્છે છે. વેનેઝૂએલાના ઓઇલ મિનિસ્ટર મેન્યુઅલ ક્વૂવેડો અહીંની સરકારી ઓઇલ કંપની પીડીવીએસએના પ્રમુખ પણ છે. અમેરિકાએ આ સરકારી કંપની પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોથી વેનેઝૂએલાની આર્થિક સ્થિતિ ઓર કફોડી બની છે. 
2.વિશ્વના મોટાં ક્રૂડ ઓઇલના ભંડારવાળા દેશોમાં વેનેઝૂએલા સામેલ છે. અહીંની અર્થવ્યવસ્થા ક્રૂડ ઓઇલ પર આધારિત છે. અમેરિકા લાંબા સમયથી અહીંન સામ્યવાદી સરકારને હટાવવા ઇચ્છે છે. ગ્રેટર નોઇડામાં થયેલી પેટ્રોટેક કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાતચીતમાં વેનેઝૂએલાના ઓઇલ મિનિસ્ટરે કહ્યું હતું કે, અમારાં ભારત સાથે સારાં સંબંધો છે. અમે તેને આગળ વધારવા ઇચ્છીએ છીએ. જેના કારણે અમે તમામ પ્રકારના પરસ્પર વેપાર પણ વધારવા ઇચ્છીએ છીએ. 
3.ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રમુખ ઓઇલ કન્ઝ્યૂમર દેશ છે. ક્યૂવેડોની ભારત યાત્રા પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝરે કહ્યું કે, માદુરો અને તેના લોકો વેનેઝૂએલાની પ્રાકૃતિક સંપત્તિની ચોરી કરી રહ્યા છે. જેને સહન નહીં કરવામાં આવે. અમેરિકા વેનેઝૂએલાના લોકોના અધિકારો અને ત્યાંની પ્રાકૃતિક સંપત્તિની રક્ષા માટે પોતાની તાકાતનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને તેના મિત્ર દેશોના પ્રતિબંધનો સામનો કરી રહેલું વેનેઝૂએલા હવે પોતાના ઓઇલની વધુ માત્રા ભારત અને ચીનને વેચવા ઇચ્છે છે, જેથી તેની અર્થવ્યવસ્થામાં સુધાર આવી શકે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App