ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» US expels 60 Russian diplomats declaring them spy and closes Seattle consulate

  60 રશિયન ડિપ્લોમેટ્સને અમેરિકાએ તગેડી મૂક્યા, કહ્યું- આ બધા જાસૂસ હતા

  Dainik Bhaskar | Last Modified - Mar 26, 2018, 09:55 PM IST

  ટ્રમ્પ સરકારના આ પગલાને બ્રિટનમાં રશિયન રાજદૂતને ઝેર આપવાના પરિણામ રૂપે જોવાઇ રહ્યું છે.
  • બ્રિટનમાં રશિયન જાસૂસને ઝેર અપાયાની ઘટના પછી અમેરિકા અને યુરોપીયન યુનિયન રશિયા વિરુદ્ધ થયા છે. ફાઇળ ફોટો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટનમાં રશિયન જાસૂસને ઝેર અપાયાની ઘટના પછી અમેરિકા અને યુરોપીયન યુનિયન રશિયા વિરુદ્ધ થયા છે. ફાઇળ ફોટો.

   વોંશિગ્ટનઃ અમેરિકાએ રશિયાના 60 ડિપ્લોમેટ્સને કાઢી મૂક્યા છે. તે ઉપરાંત સિએટલ સ્થિત વાણિજ્ય દૂતાવાસને પણ બંધ કરી દીધું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેટશન માટે એક અધિકારીએ જણાવ્યું કે, `અમેરિકામાં ડિપ્લોમેટસ તરીકે કામ કરી રહેલા આ લોકો વાસ્તવમાં જાસૂસ હતા.' ટ્રમ્પ સરકારના આ પગલાને બ્રિટનમાં રશિયન રાજદૂતને ઝેર આપવાના પરિણામ રૂપે જોવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને યુપોપીયન યુનિયન આ ઘટના પછી રશિયાની વિરુદ્ધ થઇ ગયા છે.

   અમેરિકાએ કેમ લીધું આ પગલું?

   - અમેરિકાએ આ પગલું ત્યારે લીધું છે કે જ્યારે એકાદ સપ્તાહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમિર પુટિનને ચોથીવાર રાષ્ટ્રપ્રમુખ ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા હતા. જોકે, તેમણે આ વાતચીતમાં જાસૂસને ઝેર આપવા અંગેનો મુદ્દો ઊઠાવ્યો ન હતો.
   - ટ્રમ્પના આ ફોન પછી એ સવાલ ઊઠવા લાગ્યો હતો કે અમેરિકાની હાલની સરકાર રશિયા પર વધારે નરમાઇ બતાવી રહી છે.

   આ પગલાની શી અસર થશે?

   - ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ નામ નહિ આપવાની શરતે કહ્યું કે, `કાઢી મૂકાયેલા ડિપ્લોમેટ્સને સપ્તાહની અંદર અમેરિકા છોડવું પડશે.'
   - `આ પગલું રશિયાને સંદેશ આપવા લેવામાં આવ્યું છે, જેના જાસૂસો મોટી સંખ્યામાં ડિપ્લેમેટ્સના વેશમાં અમેરિકામાં કામ કરી રહ્યા હતા.' જોકે, સીએટલ વાણિજ્ય દૂતાવાસ બંધ કરવા અંગે અધિકારીએ જણાવ્યું કે યુએસ નેવી બેઝ સાથે તેની નજીકતાને જોતા સાવચેતી માટે આ પગલું લેવામાં આવ્યું છે.

   રશિયા સામે ક્યા દેશોએ લીધું એક્શન?

   - બ્રિટન આ મુદ્દે પહેલાથી 23 રશિયન ડિપ્લોમેટ્સને દેશ બહાર તગેડી ચૂક્યું છે.
   - અમેરિકા ઉપરાત લગભગ એક ડઝન દેશો આવું પગલું લેશે એવી ધારણા વ્યક્ત થઇ રહી હતી. તેમાં રશિયાનો પડોશી દેશ પણ સામેલ છે.
   - પોલેન્ડે રશિયન રાજદૂતને આ મુદ્દે વાતચીત કરવા સમન્સ મોકલ્યો હતો. યુરોપીયન યુનિયને પણ એ વાતનો સંકેત આપ્યો હતો કે તેના સભ્ય દેશ રશિયા સામે સુરક્ષાત્મક પગલું લઇ શકે છે. યુરોપીયન યુનિયને પોતાના ડિપ્લોમેટ્સને પણ રશિયામાંથી પાછા બોલાવી લીધા હતા.

   શું છે બ્રિટનમાં જાસૂસને ઝેર આપવાની ઘટના?

   - 2010થી ઇંગ્લેન્ડમાં રહેતા રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઇ સ્કિપલ અને તેમની પુત્રી યુલિયા ચોથી માર્ચે સેલ્સબરી સિટી સેન્ટરની બહાર બેહોશ મળ્યા હતા. બંને હજુ પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. તપાસમાં એ જાણવા મળ્યું હતું કે બંને પણ કોઇક ખતરનાક નર્વ એજન્ટ (ઝેરી રસાયણ)નો ઉપયોગ થયો છે. આ ઘટના માટે રશિયાને જવાબદાર ગણવામાં આવ્યું હતું.

  • અમેરિકા માને છે કે રશિયાના સંખ્યાબંધ જાસૂસો દેશમાં કામ કરી રહ્યા છે. ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકા માને છે કે રશિયાના સંખ્યાબંધ જાસૂસો દેશમાં કામ કરી રહ્યા છે. ફાઇલ ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US expels 60 Russian diplomats declaring them spy and closes Seattle consulate
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top