ભારતીય દુકાનદારના મોતના કેસમાં બ્રિટનની કોર્ટે પોલિસ અધિકારીને કરી જેલની સજા

UK cop jailed for 18 months for killing indian origin shopkeeper

Divyabhaskar.com

Nov 10, 2018, 03:43 PM IST

લંડનઃ બ્રિટનની એક કોર્ટે મૂળ ભારતીય એવા એક દુકાનદારના મોતના કેસમાં એક પોલિસ અધિકારીને 18 મહિનાની જેલની સજા કરી છે. ડિસેમ્બર 2016માં વોલ્વરહૈમ્પ્ટનમાં બલવિંદર સિંહ જયારે પોતાની ગાડી ચલાવી રહ્યાં હતા તો સ્ટૈફોર્ડશાયરના પોલિસ અધિકારી જૈસન બૈનિસ્ટરની કારે ગાડીને આગળથી ટક્કર મારી દીધી હતી.

પોલિસ અધિકારી તે સમયે ડ્યુટી પર ન હતા. 59 વર્ષીય સિંહને એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમનું મૃત્યું થયું. સપ્ટેમ્બરમાં સુનાવણી દરમિયાન કોર્ટે બૈનિસ્ટર બેદરકારીપૂર્વક ગાડી ચલાવતો હોવાના કારણે બલવિંદર સિંહનું મૃત્યું થયું હોવાનું જણાવી આ કેસમાં બૈનિસ્ટરને દોષી ઠેરવ્યા હતો. ર્બિમંધમ ક્રાઉન કોર્ટે શુક્રવારે બૈનિસ્ટરને 18 મહીનાની કારાવાસની સજા સંભળાવી હતી.

45 વર્ષીય પોલીસ અધિકારીને પણ બે કાર વચ્ચે થયેલા અકસ્માતના પગલે ઈજા થઈ હતી. જોકે આ કેસની તપાસ મિડલેન્ડ્સ પોલિસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં વેપારી બલવિંદર સિંહનું મૃત્યું પોલિસ અધિકાર દ્વારા કરવામાં આવેલા રફ ડ્રાઈવિંગને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું.

આ સિવાય પોલિસ અધિકારી પર ડ્રાઈવિંગ કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળાનો છે. બાદમાં પોલિસ અધિકારને ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા પછી લાયસન્સ આપવામાં આવશે. આ સિવાય તેને સ્ટેફોર્ડશીર પોલીસની તેની ડ્યુટીમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

હાલ આ અધિકારી સામેનો કોર્ટ કેસ પૂર્ણ થયો છે. અને હવે પોલિસ અધિકારી સામે ગેરવર્તૂંર્ણક અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે બલવિન્દર સિંહના પરિવારજનોએ જણાવ્યું હતું કે બલવિન્દર પરિવારના ખૂબ જ મહેનતૂ માણસ હતા. તેમને પોતાને ત્રણ બાળકો હતા. તેમને છ જેટલા પૌત્રો હતા. તેમનું સમાજમાં પણ ખૂબ જ માન હતું.

X
UK cop jailed for 18 months for killing indian origin shopkeeper
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી