અમેરિકાના મેરિલેન્ડની હાઇસ્કૂલમાં ગોળીબાર: બે વિદ્યાર્થીઓ ઘવાયા

યુએસમાં શૂટઆઉટનો સિલસિલો યથાવત્

International Desk | Updated - Mar 21, 2018, 12:36 AM
Two students injured in US Meriland high school shootout
વોશિંગ્ટન: અમેરિકામાં સ્કૂલમાં થતી હિંસા સામે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા એક કૂચનું આયોજન કરવામાં આવ્યાના થોડાક દિવસ પછી પૂર્વ અમેરિકી રાજ્ય મેરિલેન્ડની ગ્રેટ મિલ્સ હાઇસ્કૂલમાં મંગળવારે સવારે ગનમેન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા છે અને સ્કૂલના સશસ્ત્ર અધિકારી દ્વારા ગનમેનને ઠાર મારવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સ્થાનિક સમય પ્રમાણ સવારે આઠ વાગ્યા બાદ સ્કૂલ શરૂ થયાના થોડાક જ સમય બાદ ગનમેન દ્વારા ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંને વિદ્યાર્થીઓ અને ગનમેનને તાકીદે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા પરંતુ નહીં ઓળખી શકાયેલા ગનમેનને ડોક્ટરોએ મૃત પામેલો જાહેર કર્યો હતો.

X
Two students injured in US Meriland high school shootout
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App