Home » International News » Latest News » International » After shaking hands with Argentinean President Mauricio Macri, Trump wandered off stage

G-20: ગ્રુપ ફોટો વખતે ટ્રમ્પ ગૂંચવાયા અને સ્ટેજ છોડી દીધું, અન્ય નેતાએ પાછળ દોડી પરત બોલાવ્યા

Divyabhaskar.com | Updated - Dec 03, 2018, 11:45 AM

બ્યુનોસ એરેસમાં ટ્રમ્પ કોઇ પણ પ્રકારે ડિપ્લોમેટ પ્રોટોકોલ પાળવા માટે ગંભીર લાગતા નહતા

  • - બ્યુનોસ એરેસમાં યોજાયેલી G20 સમિટમાં શનિવારે ગ્રુપ ફોટો દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાસ્યાસ્પદ ઘટના
    - આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ મોરિસિઓ મેક્રી સાથે હાથ મિલાવ્યા બાદ ટ્રમ્પ સ્ટેજ પર અહીં-તહીં ભટકતાં રહ્યાં.
    - ટ્રમ્પે જે રીતે ચાલતી પકડી તે જોતાં મેક્રી પણ ગૂંચવાઇ ગયા હતા અને સ્ટેજ પર ટ્રમ્પને પરત ફરવા બૂમો પાડી અને તેઓની પાછળ પણ ગયા હતા.
    - શુક્રવારે પણ ટ્રમ્પ મેક્રીના ભાષણને નહીં સમજી શકતાં ટ્રાન્સલેટર ઇયરપીસને કાઢીને જમીન પર ફેંકી દીધું હતું.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ G-20 સમિટમાં ક્લાઇમેટ ચેન્જ એગ્રીમેન્ટ અને ચીન સાથે ટ્રેડ વોર માટે છવાયેલા ટ્રમ્પ વધુ એક બાબત માટે પણ ચર્ચામાં રહ્યા છે. આ વર્ષે આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં યોજાયેલી જી-20 સમિટમાં ટ્રમ્પ વધુ ઉતાવળમાં દેખાતા હતા. આ વાતનો ખ્યાલ એ ઘટના પરથી આવી જાય છે કે ટ્રમ્પે આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ સાથે ગ્રુપ ફોટો પણ ના પડાવ્યો. પ્રેસિડન્ટ ટ્રમ્પ આર્જેન્ટિનાના પ્રેસિડન્ટ મોરિસિઓ મેક્રીને સ્ટેજ પર મળ્યા અને આ બંને લીડર્સે ફોટોગ્રાફ માટે પોઝ આપવાનો હતો. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ટ્રમ્પ મેક્રીને હાથ મિલાવીને જતા રહે છે અને મેક્રી તેઓને પાછા આવવા બૂમો પાડતા જોવા મળે છે.

    આર્જેન્ટિનાના પ્રેસિડન્ટે સ્ટેજ પર એકલાં જ રાહ જોવી પડી


    - જી-20 સમિટને છોડવા ટ્રમ્પ અત્યંત ઉતાવળમાં હોય તેવું લાગી રહ્યું હતું. મેક્રી અને ટ્રમ્પે સ્ટેજ પર અન્ય G-20 લીડર્સ સાથે ગ્રુપ ફોટો પડાવવાનો હતો.
    - સ્ટેજ પર પહેલાં મેક્રી પહોંચ્યા અને બાદમાં ટ્રમ્પે તેઓને સ્ટેજ પર મળીને હાથ મિલાવીને સ્ટેજ છોડી દીધું હતું. એટલું જ નહીં, ટ્રમ્પ આખા સ્ટેજ પર અહીં-તહીં ભટકી રહ્યા હતા.
    - ઓફ કેમેરા ટ્રમ્પ એવું કહેતા પણ સંભળાય છે કે, 'મને અહીંયાથી બહાર કાઢો.' જે રિપોર્ટરે આ ઘટનાનો વીડિયો લીધો છે તે પણ ટ્રમ્પને જોઇને હસવા લાગ્યો હતો.
    - ટ્રમ્પના જતા રહ્યા બાદ મેક્રી એકલાં જ સ્ટેજ પર રાહ જોતા રહી ગયા હતા.


    મેક્રીની સ્પીચ સમજવામાં પણ ટ્રમ્પને લાગ્યો સમય


    - જી-20 સમિટમાં ટ્રમ્પની આ બીજી ઘટના છે જેમાં ટ્રમ્પ ગૂંચવાઇ ગયા હોય. બ્યુનોસ એરેસમાં ટ્રમ્પ કોઇ પણ પ્રકારે ડિપ્લોમેટ પ્રોટોકોલ પાળવા માટે ગંભીર લાગતા નહતા.
    - શુક્રવારે ટ્રમ્પ આર્જેન્ટિના પ્રેસિડન્ટ મેક્રી સાથે ઉભા હતા. આ દરમિયાન પણ તેઓ મેક્રીની સ્પીચને પોતાના ઇયરપીસમાં ટ્રાન્સલેટ થવા છતાં પણ સમજી શકતા નહતા.
    - જ્યારે સાઉથ અમેરિકન પ્રેસિડન્ટ ઇવો મોરાલ્સે સ્પેનિશમાં તમામ નેતાઓને અભિનંદન પાઠવ્યા ત્યારે ટ્રમ્પે પોતાનું ઇયરપીસ ઉછાળીને જમીન પર ફેંકી દીધું.
    - ટ્રમ્પે કહ્યું કે, મેક્રી, મને લાગે છે કે તમારી ભાષાને હું આ પ્રકારે જ સમજી શકું છું, ઇયરપીસમાં નહીં.
    - આ પહેલાં પણ ટ્રમ્પ ઇયરપીસને સતત સરખું કરતાં અને ટ્રાન્સલેશનને સાંભળતા જ મૂંઝવણમાં હોય તેવું લાગ્યું.
    - આર્જેન્ટિનામાં પ્રેસિડન્ટ મેન્શન પિંક હાઉસમાં મેક્રીએ કહ્યું કે, આપને (ટ્રમ્પ) ધન્યવાદ પાઠવવા માટે આ સૌથી શ્રેષ્ઠ અવસર છે. આર્જેન્ટિનાને યુનાઇટેડ સ્ટેટ અને ટ્રમ્પ સરકાર તરફથી જે સપોર્ટ આપવામાં આવી રહ્યો છે તે બદલ ધન્યવાદ. ખાસ કરીને એવા સમયે જ્યારે આર્જેન્ટિના કપરાં સમયમાંથી પસાર થઇ રહ્યું હતું.
    - આ દરમિયાન ટ્રમ્પ મેક્રી શું કહી રહ્યા છે તે સમજી શક્યા નહતા. તેઓએ માત્ર મેક્રીના એક્સપ્રેશન સમજીને હળવી સ્માઇલ આપી દીધી હતી.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  • After shaking hands with Argentinean President Mauricio Macri, Trump wandered off stage
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રમ્પ મેક્રીને હાથ મિલાવીને જતા રહે છે અને મેક્રી તેઓને પાછા આવવા બૂમો પાડતા જોવા મળે છે.
  • After shaking hands with Argentinean President Mauricio Macri, Trump wandered off stage
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટેજ પર આર્જેન્ટિનાના પ્રેસિડન્ટને જોઇ ટ્રમ્પે તેઓની સાથે હાથ મિલાવ્યો અને ચાલવા લાગ્યા હતા. ટ્રમ્પે જે રીતે ચાલતી પકડી તે જોતાં મેક્રી પણ ગૂંચવાઇ ગયા હતા અને સ્ટેજ પર ટ્રમ્પને પરત ફરવા બૂમો પાડી અને તેઓની પાછળ પણ ગયા હતા.
  • After shaking hands with Argentinean President Mauricio Macri, Trump wandered off stage
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રમ્પના જતા રહ્યા બાદ મેક્રી એકલાં જ સ્ટેજ પર રાહ જોતા રહી ગયા હતા.
  • After shaking hands with Argentinean President Mauricio Macri, Trump wandered off stage
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ગ્રુપ ફોટો પહેલાં ટ્રમ્પ આખા સ્ટેજ પર અહીં-તહીં ભટકી રહ્યા હતા.
  • After shaking hands with Argentinean President Mauricio Macri, Trump wandered off stage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આર્જેન્ટિનામાં પ્રેસિડન્ટ મેન્શન પિંક હાઉસમાં મેક્રીએ કહ્યું કે, આપને (ટ્રમ્પ) ધન્યવાદ પાઠવવા માટે આ સૌથી શ્રેષ્ઠ અવસર છે. આ દરમિયાન ટ્રમ્પ મેક્રી શું કહી રહ્યા છે તે સમજી શક્યા નહતા.
  • After shaking hands with Argentinean President Mauricio Macri, Trump wandered off stage
    મેક્રી, મને લાગે છે કે તમારી ભાષાને હું આ પ્રકારે જ સમજી શકું છું, ઇયરપીસમાં નહીં, એવું કહી ટ્રમ્પે પોતાનું ઇયરપીસ ઉછાળીને જમીન પર ફેંકી દીધું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ