Home » International News » Latest News » International » Trump threat to Russia deal - India will soon be aware of our decision

S-400 મિસાઈલ ડીલ અંગે ટ્રમ્પની ભારતને ધમકી, ટૂંકમાં જ કાટ્સા પ્રતિબંધ લદાશે

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 10:45 AM

અમેરિકાએ ઈરાનથી ઓઈલ ખરીદવા પર ભારત-ચીનને અલ્ટિમેટમ આપ્યું

  • Trump threat to Russia deal - India will soon be aware of our decision

    વોશિંગ્ટન: રશિયાથી 39 હજાર કરોડ રૂપિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે રશિયા સાથે સંરક્ષણ ડીલ કરવા બદલ ભારત પર ટૂંકમાં જ કાટ્સા પ્રતિબંધો લદાશે. અમે તેનાથી ભારતને વાકેફ કરાવીશું. ભારત અને રશિયા વચ્ચે થયેલા સોદા વિશે પૂછતાં ટ્રમ્પે કહ્યું કે ભારતને ખબર પડી જશે. ભારતને ખબર પડવા જઈ રહી છે. તમે જલદી જ જોશો. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઇરાનથી 4 નવેમ્બરની સમયમર્યાદા બાદ ઓઈલની આયાત જારી રાખનારા દેશોને પણ અમેરિકા જોઈ લેશે.

    પ્રતિબંધ લદાતા ભારત-અમેરિકા વચ્ચેના વેપારને અસર થઇ શકે


    ભારત અને ચીન જેવા દેશો ઈરાનથી ઓઈલની આયાત જારી રાખી રહ્યાં છે તેવા પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું કે અમે જોઈ લઈશું. સંરક્ષણ વિશેષજ્ઞોેએ કહ્યું કે રશિયા સાથે સંરક્ષણ ડીલ પર અમેરિકા ચીન પર કાટ્સા એટલે કે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રૂ સેંક્શન એક્ટ હેઠળ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.

    આ ત્રણ કારણોથી અમેરિકા પ્રતિબંધ લાદતા ખચકાઈ રહ્યું છે


    - અમેરિકામાં ફ્રેન્ડ ઓફ ઈન્ડિયાને આશા છે કે અમેરિકા ભારતને કાટ્સાના પ્રતિબંધોથી છૂટ આપશે કેમ કે તે ભારતને મહત્ત્વપૂર્ણ ભાગીદાર માને છે.
    - અમેરિકા અબજો ડોલરની સંરક્ષણ સામગ્રી ભારતને વેચવાના સંબંધમાં સોદો કરવાના અંતિમ તબક્કામાં છે. પ્રતિબંધ લાદવાથી સોદો બગડી શકે છે.
    - અમેરિકા એશિયા પેસિફિકમાં ચીનની વધતી દખલથી ચિંતિત છે. ચીની દખલ રોકવા માટે તેને ભારતની જરૂર છે.

    ટ્રમ્પે મીટૂ અભિયાનની મજાક ઉડાવી, કહ્યું- પ્રેસના નિયમોને કારણ મૌન છું

    અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જાતિય શોષણ વિરુદ્ધ ચાલી રહેલા મી ટૂ અભિયાનની હાંસી ઉડાડતાં કહ્યું કે પ્રેસ દ્વારા લાગુ કરાયેલા નિયમોને કારણે જ હું પોતાના પર નિયંત્રણ રાખું છું. ટ્રમ્પે પેન્સિલવેનિયામાં મીડટર્મ ચૂંટણી સંબંધિત એક રેલી દરમિયાન ધી ગર્લ ધેટ ગોટ અવે કહેવત તરફ સંકેત આપતાં કહ્યું કે એક યુક્તિ છે પણ મીટૂના નિયમ હેઠળ મને એ કહેવતનો ઉપયોગ કરવાની છૂટ નથી.

    ખાનગી ક્ષેત્રમાં કામ કરી શકે છે હેલી, આશા છે કે વધારે પૈસા કમાશે : ટ્રમ્પ

    ટ્રમ્પે યુએનના રાજદૂત પદેથી રાજીનામું આપનાર નિક્કી હેલીની પ્રશંસા કરી હતી. કહ્યું કે હેલી ખાનગી ક્ષેત્રમાં કામ કરી શકે છે અને આશા છે કે તે વધારે પૈસા અને મિલકત કમાશે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે નિક્કી વર્ષના અંત સુધી અહીં જ રહેશે. તે મારી મિત્ર છે. તે સારી છે. મારી ઈચ્છા છે કે નિક્કી જતી રહે અને નોકરી કરે તે પહેલા બધા લોકો તેમની સાથે સારો સમય વીતાવે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ