Home » International News » Latest News » International » Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday

કિમ પરમાણુ હથિયાર ખતમ કરવા તૈયાર; સમસ્યાનો ઉકેલ મળ્યો- ટ્રમ્પ

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 02:27 PM

65 વર્ષમાં 12 અમેરિકન પ્રેસિડન્ટ નોર્થ કોરિયા મુદ્દે નિષ્ફળ રહ્યા, ટ્રમ્પને પહેલી મિનિટમાં સફળતાની આશા

 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  આવનારા દિવસોમાં વિશ્વ અલગ જ બદલાવનો અનુભવ કરશેઃ કિમ જોંગ ઉન

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ જે સમિટની આખું વિશ્વ રાહ જોઇ રહ્યું હતું, તે આજે મંગળવારે સિંગાપોરમાં યોજાઇ ગઇ. આજે વહેલી સવારે સિંગાપોરમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે બેઠક થઇ. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે, આ મુલાકાત ધાર્યા કરતાં વધુ સફળ અને સારી રહી. બંને નેતાઓએ બીજી દ્વિપક્ષીય બેઠક અને લંચ બાદ કેટલાંક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કર્યા છે. બંનેએ સામૂહિક નિવેદન જાહેર કરતાં કહ્યું કે, વિશ્વ આવનારા દિવસોમાં મોટાં બદલાવને જોશે. આ સાથે જ પ્રેસિડન્ટ ટ્રમ્પે, કિમ જોંગને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું છે. ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયા ટૂંક સમયમાં જ ન્યૂક્લિયર ડિસઆર્મેન્ટ્સ (પરમાણુ નિઃશસ્ત્રીકરણ)ની કાર્યવાહીને ઝડપી બનાવશે.

  સમિટ અપડેટ્સઃ

  12ઃ 15

  - સમજૂતી કરાર પર હસ્તાક્ષર બાદ ટ્રમ્પે કહ્યું, નોર્થ કોરિયા આવનારા દિવસોમાં પરમાણુ નિઃશસ્ત્રીકરણને ઝડપી બનાવશે. આજની સમિટ બાદ બંને દેશોના સંબંધોમાં બદલાવ આવ્યો છે. અમે અવાર-નવાર મળતા રહીશું.

  - વિશ્વની સૌથી મોટી અને ખતરનાક સમસ્યાનો હવે ઉકેલ આવી ગયો છે. આ માટે હું કિમને ધન્યવાદ પાઠવું છું. આ ખૂબ જ મુશ્કેલ સમય હતો. હવે બંને દેશો સાથે મળીને કામ કરશે અને એકબીજાંનું સન્માન કરશે.

  12ઃ 07

  - નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉને કોરિયન પ્યોંગયાંગને સંપુર્ણપણે ડિન્યૂક્લિયર કરવાની બાંહેધરી આપી.

  11ઃ 55

  - ટ્રમ્પ અને કિમના ડોક્યુમેન્ટ્સ 'યુએસ સિક્યોરિટી ગેરન્ટી' હેઠળ રહેશે.

  11ઃ 43

  - કિમ જોંગ ઉન સેન્ટોસા આઇલેન્ડ પરથી નોર્થ કોરિયા પરત જવા રવાના. ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ માટે લિમોઝિન કારનો દરવાજો ખોલ્યો હતો.

  11:21

  - આવનારા દિવસોમાં વિશ્વ અલગ જ બદલાવનો અનુભવ કરશેઃ કિમ

  - કિમ જોંગ ઉન અને ટ્રમ્પે જોઇન્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી દીધા છે. જો કે, તેની માહિતી હજુ સુધી બહાર પાડવામાં આવી નથી.

  - ટ્રમ્પે ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમે અત્યંત મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ. જેની માહિતી આજે 4 વાગ્યે યોજાનારી કોન્ફરન્સમાં વાત કરવામાં આવશે.

  10:51

  - ટ્રમ્પ- કિમે હાલ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે. આ હસ્તાક્ષરના મોમેન્ટ્મ બંને દેશના લીડર્સ પોતાની સાથે રાખશે.

  10:33

  - કોરિયન મીડિયા અનુસાર, કિમ સમિટ વેન્યુ પર ટ્રમ્પ કરતાં 7 મિનિટ વહેલાં આવી ગયા હતા. તેઓએ આવું ટ્રમ્પ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવા માટે કર્યુ હતું.

  10:23

  - ટ્રમ્પ અને કિમ વચ્ચે સાઇનિંગ સેરેમની થવા જઇ રહી છે. જો કે, ટ્રમ્પ અને કિમ ક્યા કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે તેના વિશે માહિતી બહાર પાડવામાં આવી નથી.

  - ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉને લંચ બાદ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે, આ હસ્તાક્ષરના મુખ્ય મુદ્દાઓ શું છે તેના વિશે ડેલિગેટ્સે જણાવ્યું કે, આ અંગે થોડાં સમય બાદ જાહેરાત કરવામાં આવશે.

  10:16

  - કિમે કહ્યું કે, વિશ્વ વિચારી રહ્યું હશે કે, આ કોઇ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન છે. આ ક્ષણને જોવા માટે વિશ્વએ લાંબા સમયથી રાહ જોઇ છે.

  - જો કે, આ સમિટ બાદ એક જ સવાલ ઉભરીને સામે આવી રહ્યો છે કે, મહાપ્રયત્ને યોજાયેલી આ સમિટના અંતે રિઝલ્ટ શું આવ્યું?

  - પ્રાઇવેટ સેશન પહેલાં ટ્રમ્પે કહ્યું કે, આ સમિટ 'અત્યંત સફળ' રહી છે. જ્યારે કિમે કહ્યું કે, અમે ઘણી બધી મુશ્કેલીઓને પાર કરીને આટલે પહોંચ્યા છીએ.

  10:07

  - કિમે કહ્યું, આવનારા દિવસોમાં વિશ્વ મોટાં બદલાવને જોશે. હાલ વિશ્વના દરેક લોકોની નજર આ સમિટ પર છે.

  10:05

  - જે રૂમમાં ડિલેગ્ટ્સ લંચ લઇ રહ્યા હતા તેને સિંગાપોર સ્ટાઇલમાં સજાવવામાં આવ્યો હતો. ત્રણ સાઇડમાં નાની બારીઓ, ઘણાં બધા ફૂલો અને ઉજાસવાળો રૂમ.

  - આ લંચ રૂમમાં મીડિયાને આવવાની મંજૂરી આપવામાં આવી નહતી. માત્ર ગણતરીના ફોટોગ્રાફર ઇવેન્ટની ફોટોગ્રાફી કરી રહ્યા હતા.

  - લંચ દરમિયાન મીડિયામાં એવી ચર્ચા થઇ રહી હતી કે, આટલી સિક્યોરિટી વ્હાઇટ હાઉસમાં પણ જોવા મળી નથી.

  10:00

  - અંદાજિત 44 દેશોના 415 મીડિયા હાઉસમાંથી 2,500 મીડિયા રિપોર્ટર્સ આ ઐતિહાસિક સમિટને કવર કરવા પહોંચ્યા છે.

  - ટ્રમ્પ અને કિમની સિંગાપોર સમિટ આ વર્ષની સૌથી મોટી ઇવેન્ટ ગણાય છે.

  લંચ બાદ બીજી દ્વિપક્ષીય બેઠક પૂર્ણ

  - પહેલી મીટિંગ બાદ ટ્રમ્પે કહ્યું, મારાં ખ્યાલથી આખું વિશ્વ અત્યારે અમારી મીટિંગ પર નજર રાખી રહ્યું છે. લોકોને આ પળ વિજ્ઞાન અને ચમત્કાર જેવી લાગતી હશે.
  - ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની બીજી મુલાકાત પણ પૂર્ણ થઇ ગઇ છે. બંનેએ સાથે લંચ કર્યુ.
  - કિમ જોંગ સાથે મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું, અમારી મુલાકાત ધાર્યા કરતાં પણ વધુ સફળ અને સારી રહી.
  - આ મીટિંગ બાદ બંને દેશોના લીડર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. ટ્રમ્પ મીટિંગ બાદ વોશિંગ્ટન જતાં પહેલાં મીડિયા સાથે વાતચીત કરશે.

  - પ્રથમ બેઠક બાદ ટ્રમ્પ અને કિમની બીજી બેઠક અંદાજિત 38 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન બંને પક્ષોના બે જ ટ્રાન્સલેટર્સ મોજૂદ હતા.
  - લંચ બાદ બંને નેતાઓએ સેન્ટોસા રિસોર્ટની મુલાકાત લીધી. આ બંને હળવાશના મૂડમાં જોવા મળ્યા.

  - કિમ સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, અમારી વાતચીત સારી રહી. હવે બંને દેશોની વચ્ચે ડેલિગેશન લેવલની બેઠક ચાલી રહી છે.

  12 સેકન્ડ સુધી હાથ મિલાવ્યો

  - ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના પ્રેસિડન્ટ કિમ જોંગ ઉન વચ્ચે મંગળવારે પહેલીવાર અહીંની કેપેલા હોટલમાં મુલાકાત થઇ.

  - બંને નેતાઓએ અંદાજિત 12 સેકન્ડ સુધી હાથ મિલાવ્યો. ત્યારબાદ બંને નેતાઓની વચ્ચે અંદાજિત 45 મિનિટ સુધી વાતચીત ચાલી.

  - ટ્રમ્પે કહ્યું કે, કિમની સાથે મુલાકાત ખૂબ સારી રહી. અમારાં બંનેના વચ્ચે સારાં સંબંધો છે. અમે નોર્થ કોરિયાનું ધ્યાન રાખીશું.

  - ઉલ્લેખનીય છે કે, આ સમિટ માટે છ મહિનાથી પ્રયત્નો ચાલી રહ્યા હતા. વચ્ચે ઘણીવાર એવું લાગ્યું કે, બંને નેતાઓ કદાચ આમને-સામને આવ્યા.

  - ટ્રમ્પને એકવાર મુલાકાત રદ પણ કરી દીધી હતી, પરંતુ કિમે આશા છોડી નહીં.

  - અમેરિકાના પ્રેસિડન્ટ ડ્વાઇટ આઇઝનહૉવર (1953)થી લઇને બરાક ઓબામા (2016) સુધી 11 અમેરિકન પ્રેસિડન્ટે નોર્થ કોરિયા મુદ્દે ઉકેલ લાવવાની કોશિશ કરી હતી.

  ટ્રમ્પના હાથ મિલાવવામાં ના જોવા મળી તેમની છાપ


  - ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉને પહેલી મુલાકાતમાં અંદાજિત 12 સેકન્ડ સુધી હાથ મિલાવ્યા. પરંતુ એક્સપર્ટ્સ તેને ઉષ્માભરી મુલાકાત નથી ગણી રહ્યા.
  - કારણ કે, ટ્રમ્પ કોઇ પણ પ્રેસિડન્ટ અથવા ઓફિસરને મળતી વખતે અને ઘણાં સમય સુધી હાથ મિલાવે છે અને સામેવાળાનો હાથ જોરથી હલાવે છે. હાલમાં જાપાનના પ્રેસિડન્ટ શિંજો આબે સાથે તેઓએ 19 સેકન્ડ સુધી હાથ મિલાવ્યો હતો.
  - કિમ સાથે મુલાકાતમાં આવી કોઇ ઉષ્મા જોવા મળી નહીં.

  કિમે કહ્યું, આટલાં સુધી પહોંચવું સરળ નહતું


  - પ્રેસિડન્ટ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન સિંગાપોરના સેન્ટોસા આઇલેન્ડના કેપેલા રિસોર્ટમાં મુલાકાત કરી.
  - દ્વિપક્ષીય બેઠક પહેલાં તેઓએ ફોટોગ્રાફી વખતે અંદાજિત 12 સેકન્ડ સુધી હાથ મિલાવ્યો અને 45 મિનિટ સુધી વાતચીત કરી હતી.
  - ટ્રમ્પ અને કિમની પ્રાઇવેટ મીટિંગ માટે બંને દેશોના ઓફિશિયલ્સ હાજર રહ્યા હતા.
  - ટ્રમ્પ મંગળવારે આજે બપોરે વોશિંગ્ટન જતાં પહેલાં મીડિયા સાથે ચર્ચા કરે તેવી સંભાવના છે. આ સમિટ 9 વાગ્યે શરૂ થશે.
  - પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું, નોર્થ કોરિયાના સરમુખત્યારને મળવું સન્માનની વાત છે. અમારાં વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે.
  - કિમે પ્રેસિડન્ટને કહ્યું કે, અહીં સુધી પહોંચવું એટલું સરળ નહતું. આપણાં જૂના પૂર્વગ્રહો અને વ્યવહારના કારણે અનેક મુશ્કેલીઓ આવી. આપણે એ મુશ્કેલીઓને પાર કરવામાં સફળ રહ્યા.

  ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટ્સ મુદ્દે ચર્ચાની સંભાવના

  - નોર્થ કોરિયા દ્વારા ન્યૂક્લિયર વેપન્સના પરીક્ષણ અને થોડાં મહિના પહેલાં પરીક્ષણ સ્થળોને નષ્ટ કર્યાની વચ્ચે આખા વિશ્વની નજર આ સમિટ પર ટકેલી છે.
  - વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ સમિટના એજન્ડામાં પ્યોંગયાંગના ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટ્સ (પરમાણુ નિઃશસ્ત્રીકરણ)ના મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.
  - ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલાં કિમ જોંગ ઉન સાથે મુલાકાત માટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જો કે તમામ કવાયતો બાદ આખરે સમિટની તારીખ અને સમય નક્કી થયો હતો.
  - નોર્થ કોરિયાના સીનિયર ઓફિસર કિમ યોંગ ચોલે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે મુલાકાત કરી અને સમિટ પર સહમતિ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

  વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  કિમ જોંગ ઉન અને ટ્રમ્પે જોઇન્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી દીધા છે. જો કે, તેની માહિતી હજુ સુધી બહાર પાડવામાં આવી નથી.
 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની બીજી મુલાકાત પણ પૂર્ણ થઇ ગઇ છે. બંનેએ સાથે લંચ કર્યુ.
 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  કિમે યુએસ પ્રેસિડન્ટને કહ્યું, અહીં સુધી પહોંચવું એટલું સરળ નહતું. આપણાં જૂના પૂર્વગ્રહો અને વ્યવહારના કારણે અનેક મુશ્કેલીઓ આવી. આ તમામ મુશ્કેલીઓને પાર કરીને આ મુલાકાત થઇ રહી છે.
 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે સાંજે સિંગાપોર પહોંચ્યા હતા.
 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કિમ લાગે છે કે, શાંતિ સ્થાપવામાં ટ્રમ્પ કારગત સાબિત થઇ શકે છે. તેઓ અમેરિકાના પ્રેસિડન્ટને ડીલ કરાવનાર માને છે.
 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન રવિવારે બપોરે એર ચાઇના ફ્લાઇટથી સિંગાપોર પહોંચ્યા હતા.
 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રમ્પે આજે પહેલી મુલાકાત બાદ કહ્યું કે, નોર્થ કોરિયાના સરમુખત્યારને મળીને ખુશી થઇ. અમારાં વચ્ચે ખૂબ જ સારાં સંબંધો છે.
 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રમ્પ અને કિમ જોંગ સેન્ટોસા આઇલેન્ડના કેપેલા રિસોર્ટ્સમાં મળ્યા હતા.
 • Trump met Singaporean Prime Minister Lee Hsien Loong, as Kim did on Sunday
  65 વર્ષમાં 12 અમેરિકન પ્રેસિડન્ટ નોર્થ કોરિયા મુદ્દે નિષ્ફળ રહ્યા, ટ્રમ્પને પહેલી મિનિટમાં સફળતાની આશા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ