સમિટ બાદ ટ્રમ્પના બચાવમાં પુતિન; USમાં લીડર્સ કરશે બીજી મુલાકાત

બીજી મુલાકાત અંગે જાહેરાત પહેલાં ટ્રમ્પે સીએનએનએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, જો આ સંબંધો ફરીથી બગડ્યા તો તેઓ રશિયાના 'સ્ટ્રોંગમેન'ના સૌથી ખરાબ દુશ્મન પણ બની શકે છે.
બીજી મુલાકાત અંગે જાહેરાત પહેલાં ટ્રમ્પે સીએનએનએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, જો આ સંબંધો ફરીથી બગડ્યા તો તેઓ રશિયાના 'સ્ટ્રોંગમેન'ના સૌથી ખરાબ દુશ્મન પણ બની શકે છે.
ટાઇમ મેગેઝીને સતત બીજાં મહિને પોતાના કવર પેજથી ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે
ટાઇમ મેગેઝીને સતત બીજાં મહિને પોતાના કવર પેજથી ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે
હેલસિંકીમાં 135 મિનિટની મુલાકાત બાદ ટ્રમ્પે વધુ એક વખત પુતિન સાથે મુલાકાતનું આમંત્રણ આપ્યું છે.
હેલસિંકીમાં 135 મિનિટની મુલાકાત બાદ ટ્રમ્પે વધુ એક વખત પુતિન સાથે મુલાકાતનું આમંત્રણ આપ્યું છે.

divyabhaskar.com

Jul 20, 2018, 01:20 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગુરૂવારે કહ્યું કે, અમેરિકાની કેટલીક તાકાત પોતાના ફાયદા માટે બંને દેશોના સંબંધો બગાડવા ઇચ્છે છે. તેઓ કરોડો લોકોને પોતાના હિસાબે વાર્તા સંભળાવી રહ્યા છે. પુતિનનું આ નિવેદન હેલસિંકી સમિટ બાદ નિવેદનોના કારણે વિવાદમાં ઘેરાયલા ટ્રમ્પના બચાવમાં આવ્યું છે. ત્યારબાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રેસિડન્ટને વોશિંગ્ટન આવવાનું આમંત્રણ આપ્યું છે. વ્હાઇટ હાઉસના સેક્રેટરી સારાહ હક્કાબી સેન્ડર્સે આ વાતની પુષ્ટી કરી છે. તેઓએ જણાવ્યું કે, ટ્રમ્પની આગામી મીટિંગની જાહેરાત ટ્વીટથી કરવામાં આવશે. હજુ સુધી આ અંગે તારીખ નક્કી કરવામાં નથી આવી.

પુતિને ટ્રમ્પને આપેલા ફૂટબોલમાં સિક્રેટ-ડિવાઇસ? એક્સપર્ટ્સે વ્યક્ત કરી આશંકા


સમિટ બાદ નિવદનો પરથી ટ્રમ્પનો યુ-ટર્ન


- ઉલ્લેખનીય છે કે, 16 જુલાઇના રોજ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પહેલીવાર દ્વિપક્ષીય બેઠક માટે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં મળ્યા હતા.
- આ સમિટમાં 90 મિનિટ સુધી ટ્રમ્પ અને પુતિને ચર્ચા કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે, 2016માં પ્રેસિડન્ટ ચૂંટણીમાં રશિયાએ કોઇ હસ્તક્ષેપ કર્યો નહતો.
- ટ્રમ્પના આ નિવેદન સામે અમેરિકાના મીડિયા સહિત ડેમોક્રેટિક્સના લૉ-મેકર્સે રોષ વ્યક્ત કર્યો હતો. 17 જુલાઇના રોજ ટ્રમ્પે વધુ એક નિવેદન આપ્યું હતું કે, તેઓના એક વાક્યને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું.
- વળી, 18 જુલાઇના રોજ ટ્રમ્પે પોતાના તમામ નિવેદનો પર યુ-ટર્ન લઇ અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રશિયા અને વ્લાદિમીર પુતિનનો હસ્તક્ષેપ હોવાનો આરોપ લગાવ્યો હતો.
- 19 જુલાઇના રોજ ટ્રમ્પે કહ્યું કે, પુતિનની સાથે તેઓની મુલાકાત અનેક મુદ્દે સફળ રહી, તેઓ રશિયાના પ્રેસિડન્ટ સાથએ બીજી મુલાકાત અંગે પણ વિચાર કરી રહ્યા છે.
- પહેલી મીટિંગની ટીકા કરનારાઓને ટ્રમ્પે 'ટ્રમ્પ સિન્ડ્રોમ'ના શિકાર ગણાવ્યા હતા. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ફેક ન્યૂઝ મીડિયા તેઓની અને રશિયાની મિત્રતા જોવા ઇચ્છતું નથી.


પુતિન સાથે હાથ મિલાવતા ડરી ગઇ ટ્રમ્પની પત્ની, એક્સપ્રેશન થયા વાઇરલ

સપ્ટેમ્બરમાં પુતિન અમેરિકા આવે તેવી શક્યતા


- ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું કે, તેઓ પુતિન સાથે ફરીથી મીટિંગ કરવા માટે તૈયાર છે.
- જો કે, આ બંને લીડર્સની મુલાકાત ક્યારે થશે તે અંગે કોઇ તારીખની જાહેરાત થઇ નથી. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી યુનાઇટેડ નેશન્સની મીટિંગ દરમિયાન પુતિન અમેરિકા આવે તેવી શક્યતાઓ છે.
- હેલસિંકીમાં 135 મિનિટની મુલાકાત બાદ ટ્રમ્પે વધુ એક વખત પુતિન સાથે મુલાકાતનું આમંત્રણ આપ્યું છે. આ બંને લીડર્સ આગામી નવેમ્બર મહિનામાં G20 સમિટ દરમિયાન પણ મળશે.
- પુતિન સાથેની બીજી મુલાકાત અંગે જાહેરાત પહેલાં ટ્રમ્પે સીએનએનએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, જો આ સંબંધો ફરીથી બગડ્યા તો તેઓ રશિયાના 'સ્ટ્રોંગમેન' (પુતિન)ના સૌથી ખરાબ દુશ્મન પણ બની શકે છે.

ટ્રમ્પને મળવા 2000 કરોડની લિમોમાં પહોંચ્યા પુતિન, લીડર્સની કારની આ છે ખાસિયતો


ટાઇમે ટ્રમ્પ-પુતિનના ચહેરાવાળું કવરપેજ બનાવ્યું


- ટાઇમ મેગેઝીને સતત બીજાં મહિને પોતાના કવર પેજથી ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. મેગેઝીને આ મહિને કવર પેજ પર ટ્રમ્પ અને પુતિનના ચહેરાને ભળતો-સળતો ફોટોગ્રાફ લગાવ્યો છે.
- જેમાં ટ્રમ્પના વાળ, હોઠ અને આઇબ્રોની સાથે પુતિનનું નાક અને નીલી આંખો જોડવામાં આવી છે. ટાઇમે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તેઓનું કવરપેજ ટ્રમ્પ અને પુતિનની મુલાકાત અમેરિકાની વર્તમાન વિદેશ નીતિને દર્શાવે છે.
- ગયા મહિને પણ ટાઇમે ટ્રમ્પને કવર પેજમાં સામેલ કર્યા હતા. જેમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઇમિગ્રન્ટ્સ પરિવારોને બોર્ડર પર અલગ કરવાની નીતિ સામે કટાક્ષ કર્યો હતો.
- કવરમાં ટ્રમ્પની સાથએ પરિવારથી અલગ થયેલી એક રડતી બાળકી દર્શાવવામાં આવી હતી, જેનું ટાઇટલ હતું - 'વેલકમ ટુ અમેરિકા!'

આગળની સ્લાઇડ્સમાં જુઓ, મેગેઝીનના કવર પેજ અને સમિટની વધુ તસવીરો...

been contradictory in toneપુતિનને નિર્દોષ કહેવું એ ટ્રમ્પ કાર્યકાળની શરમજનક ક્ષણ, દેશદ્રોહ સમાન- US મીડિયા

X
બીજી મુલાકાત અંગે જાહેરાત પહેલાં ટ્રમ્પે સીએનએનએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, જો આ સંબંધો ફરીથી બગડ્યા તો તેઓ રશિયાના 'સ્ટ્રોંગમેન'ના સૌથી ખરાબ દુશ્મન પણ બની શકે છે.બીજી મુલાકાત અંગે જાહેરાત પહેલાં ટ્રમ્પે સીએનએનએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, જો આ સંબંધો ફરીથી બગડ્યા તો તેઓ રશિયાના 'સ્ટ્રોંગમેન'ના સૌથી ખરાબ દુશ્મન પણ બની શકે છે.
ટાઇમ મેગેઝીને સતત બીજાં મહિને પોતાના કવર પેજથી ટ્રમ્પ પર નિશાન સાધ્યું છેટાઇમ મેગેઝીને સતત બીજાં મહિને પોતાના કવર પેજથી ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે
હેલસિંકીમાં 135 મિનિટની મુલાકાત બાદ ટ્રમ્પે વધુ એક વખત પુતિન સાથે મુલાકાતનું આમંત્રણ આપ્યું છે.હેલસિંકીમાં 135 મિનિટની મુલાકાત બાદ ટ્રમ્પે વધુ એક વખત પુતિન સાથે મુલાકાતનું આમંત્રણ આપ્યું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી