Home » International News » Latest News » International » જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે | Trump slammed Trudeau on Twitter

G-7 સમિટમાં એકલાં પડ્યા ટ્રમ્પ, યુરોપિયન દેશોએ USને આપી ચેતવણી

Divyabhaskar.com | Updated - Jun 10, 2018, 01:05 PM

ટ્રમ્પે સમિટ છોડ્યા બાદ ટ્વીટર પર ટ્રુડને 'અપ્રમાણિક અને નબળા' કહી દીધા હતા.

 • જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે | Trump slammed Trudeau on Twitter
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  રશિયાના જી7માં પુનઃપ્રવેશ જેવા મુદ્દાઓથી શરૂઆતના દોરમાં જ અમેરિકા અને અન્ય દેશોની વચ્ચે ગંભીર મતભેદો ઉભા થઇ ગયા હતા

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વૈશ્વિક વેપાર નિયમો સહિત અનેક મુદ્દે અમેરિકા અલગ પડ્યા બાદ શુક્રવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સમય પહેલાં જ G7 સમિટ છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે G7 સમિટનું આયોજન કેનેડાના ક્યૂબેક શહેરમાં થયું હતું. આ વર્ષે જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે. બે દિવસ માટે આયોજિત આ સમિટ હેઠળ વેપાર નિયમો, પર્યાવરણ, ઇરાન અને રશિયાના જી7માં પુનઃપ્રવેશ જેવા મુદ્દાઓના શરૂઆતના દોરમાં જ અમેરિકા અને અન્ય દેશોની વચ્ચે ગંભીર મતભેદો ઉભા થઇ ગયા હતા.


  આ મુદ્દાઓ પર ટ્રમ્પ સાથી દેશો સાથે ના થયા સહમત


  - પર્યાવરણ અને ઇરાન પર પ્રતિબંધો મુદ્દે યુરોપિયન દેશોએ અમેરિકાનો વિરોધ કરવાની ચેતવણી સુદ્ધાં આપી દીધી છે.
  - પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક વેપાર નિયમો સાથે છેડછાડ કરવાના કારણે અમેરિકા અને વેસ્ટર્ન દેશો વચ્ચે તણાવની સ્થિતિ બની ગઇ છે. જેના કારણે શનિવારે જી7 દેશોના સંપન્ન થઇ રહેલા સમારંભમાં સંયુક્ત નિવેદનને લઇને અવિશ્વાસ પેદા થયો છે.
  - શનિવારે ટ્રમ્પે સમિટ છોડ્યા બાદ ટ્વીટર પર ટ્રુડને 'અપ્રમાણિક અને નબળા' કહી દીધા હતા.
  - ટ્રમ્પે સંયુક્ત સંદેશાવ્યવહાર માટે તેમના સમર્થનને ખેંચીને વિશ્વના નેતાઓને દંગ કરી દીધા હતા.
  - ફ્રાન્સ પ્રેસિડન્ટ ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે જી7 સમિટમાં લીડર્સ સામે લાંબા, નિખાલસ મુદ્દાઓ મુક્યા છે.
  - કેનેડાથી શનિવારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ જવા રવાના થયા હતા. આજે ટ્રમ્પ નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથે 12 જૂને યોજાનારી ઐતિહાસિક મીટિંગ માટે સિંગાપોર જવા રવાના થઇ ગયા છે.

  કેનેડામાં G7 દેશોની બેઠક, દેખાવકારો દ્વારા US-UKના ફ્લેગની હોળી


  અમેરિકાએ લગાવેલા ટ્રેડ ટેરિફની ચર્ચા


  - આ કોન્ફરન્સના હોસ્ટ કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોએ યુરોપિયન અને જાપાનના નેતાઓ સાથે અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર લગાવવા આવેલા ગેરકાયદેસર ચાર્જ ઉપર ચર્ચા કરી.
  - કોન્ફરન્સમાં પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને મજબૂતીથી પોતાના મુદ્દાઓ સામે રાખ્યા. મેક્રોને કહ્યું કે, વેપાર એક મુશ્કેલ રસ્તો છે, વળી તે તમામના વિકાસ સાથે જોડાયેલો છે. તેથી તેમાં સહમતિ બનાવવી જોઇએ.
  - જોઇન્ટ મીટિંગ બાદ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, અમારી વચ્ચે (G7 દેશો) અસહમતિ બની શકે છે, પરંતુ તેને ઉગ્ર ચર્ચાનું નામ ના આપી શકાય.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ટ્રમ્પના વેપાર, ઇરાન-રશિયા સામે કડક વલણનો વિરોધ...

 • જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે | Trump slammed Trudeau on Twitter
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  વૈશ્વિક મુદ્દાઓને લઇને જાહેર કરાયેલા જોઇન્ટ સ્ટેટમેન્ટમાં ટ્રમ્પે વિરોધ નોંધાવ્યો હતો. જેનો અર્થ એ થયો કે, આ પહેલું એવું વર્ષ હશે જ્યારે G7 સમિટમાં કોઇ મુદ્દે અસહમતિ બની હશે.

  ટ્રમ્પના વેપાર, ઇરાન-રશિયા સામે કડક વલણનો વિરોધ 


  - કોન્ફરન્સ ઉપર જી7માં સામેલ યુરોપિયન દેશોના નેતા શુક્રવારે લા માલબેઇ શહેરના ગોલ્ફ રિસોર્ટમાંથી અલગથી પણ મળ્યા હતા અને તેઓએ પોતાની ચિંતા અને અપેક્ષા અંગે ચર્ચા કરી હતી. 
  - તેઓએ ટ્રમ્પના વેપાર, પર્યાવરણ, ઇરાન અને રશિયાને લઇને પોતાના વલણ પર વિરોધ વ્યક્ત કર્યો હતો. 
  - કોન્ફરન્સના અંતિમ દોરમાં ડિનર દરમિયાન નેતાઓએ ઓફિશિયલ જોઇન્ટ સ્ટેટમેન્ટ તૈયાર કરવા માટે ચર્ચા કરી હતી. કારણ કે, વિશ્વની સામે જી7ની એકતા અને સંમતિ દર્શાવવાનો પણ સવાલ હતો. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, 
  ટ્રમ્પના જી8 પ્રસ્તાવનો રશિયાએ કર્યો ઇન્કાર...

 • જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે | Trump slammed Trudeau on Twitter
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પણ આ સમિટમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

  ટ્રમ્પના જી8 પ્રસ્તાવનો રશિયાએ કર્યો ઇન્કાર


  - જી7માં સામેલ વિશ્વના શક્તિશાળી અને સંપન્ન દેશોના આ ગ્રુપમાં અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટલી અને જાપાનનો સમાવેશ થાય છે. 
  - રશિયા, ચીન અને ભારત હાલ આ ગ્રુપમાંથી બહાર છે. ટ્રમ્પના પ્રસ્તાવને રશિયાએ નિષ્ફળ બનાવ્યો તેમ છતાં પ્રેસિડન્ટ ટ્રમ્પે કોન્ફરન્સ બાદ કહ્યું, રશિયા જી7માં ફરીથી સામેલ થાય તે તમામ માટે સારું ગણાશે. 
  - ટ્રમ્પે કહ્યું, જી8 બનીને સંપન્ન અને શક્તિશાળી રાષ્ટ્રોનું આ ગઠબંધન વધુ પ્રભાવી સાબિત થશે. પરંતુ સમારંભમાં ટ્રમ્પના આ પ્રસ્તાવને ખાસ સમર્થન નથી મળી શક્યું. 
  - આ ઉપરાંત અમેરિકાના નજીકના સહયોગીઓ કેનેડા અને બ્રિટને પણ ટ્રમ્પના પ્રસ્તાવને ખાસ મહત્વ આપ્યું નહતું. વળી, રશિયાની પ્રતિક્રિયાએ આપીને ટ્રમ્પના પ્રયત્નો નિષ્ફળ બનાવી દીધા. 
  - રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે કહ્યું કે, અમારાં દેશે ફરીથી જી7માં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત નથી કરી, વળી અમારો દેશ જી20 સાથે કામ કરીને ખુશ છે. 
  - ઉલ્લેખનીય છે કે, 2014માં ક્રિમિયા સંકટ બાદ રશિયાને શક્તિશાળી દેશોના ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. 

 • જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે | Trump slammed Trudeau on Twitter
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કેનેડામાં યુકે અને યુએસના નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી અહીં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા. આ પ્રદર્શનો હિંસાત્મક વિરોધમાં ના ફેરવાય તે માટે શુક્રવારથી જ રાયોટ સ્ક્વોડ ગોઠવી દેવામાં આવ્યું હતું.
 • જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે | Trump slammed Trudeau on Twitter
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શનિવારે ટ્રમ્પે સમિટ છોડ્યા બાદ ટ્વીટર પર ટ્રુડને 'અપ્રમાણિક અને નબળા' કહી દીધા હતા.
 • જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે | Trump slammed Trudeau on Twitter
  આ વર્ષે જી7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ