Home » International News » Latest News » International » Trump Announces To CIA Director Pompeo As Secretary Of State

ટ્રમ્પની ટીમમાંથી વિદેશ મંત્રી ટિલરસન બહાર, જીનાને બનાવાયા CIAના ચીફ

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 08:23 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે તેમની ટીમમાં ફેરફાર કર્યા

 • Trump Announces To CIA Director Pompeo As Secretary Of State
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે. તેઓએ સીઆઇએ ડાયરેક્ટર માઇક પોમ્પિયોને નવા વિદેશમંત્રી તરીકે નિમણુંક કર્યા છે. આ પહેલા રેક્સ ટિલરસન આ કામકાજ જોતા હતા. આ ઉપરાંત જીના હેસ્પલ સીઆએના નવા ડાઇરેક્ટર બનાવ્યા છે. અમેરિકામાં પ્રથમ વખત કોઇ મહિલાને ગુપ્તચર એજેન્સીના ડાયરેક્ટરને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તેમના પર સંભવિતોને ખોટી રીતે ટોર્ચર કરવાનો આરોપ હતો. ટ્રમ્પે આ જાણકારી ટ્વિટ કરીને આપી છે. ટ્રમ્પે પોમ્પિયોની પ્રશંસા કરી છે અને ટિલરસનને તેમના કામ માટે આભાર વ્યક્ત કર્યો છે.


  કોણ છે પહેલી મહિલા CIA ચીફ?


  - જિના હેસ્પલ 2002માં થાઇલેન્ડમાં સીઆઇએની બદનામ "બ્લેક સાઇટ" ચલાવતા હતા. ત્યાં અલકાયદાના સંભાવિત આતંકી અબૂ જૂબૈદા અને અલ નશીરીને રાખવામાં આવ્યા હતા. ત્યાં પૂછપરછ દરમિયાન આ બંનેની સાથે બીજા કેટલાક આતંકવાદીયોને ટૉર્ચર કરવામાં આવતા હતા.


  - જુબૈદાના ચેહરા પર 83 વખત પાણી નાંખવામાં આવ્યુ હતુ. તેના ફેફસામાં પાણી ભરાઇ ગયુ હતુ અને તેની આંખની રોશની જતી રહી હતી. જિના સીઆઇએના એવા અધિકારીયોમાં સામેલ છે જેના ઉપર સીનેટની ઇન્ટલીજેન્સ કમિટીની રિપોર્ટમાં સંભાવિતોને ખોટીરીતે ટોર્ચર કરવાનો આરોપ હતો.

  કેમ હટાવવામાં આવ્યા ટિલરસનને ?

  બ્રિટીશ ન્યૂજ એજેન્સીએ વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારી ટાંકીને જણાવ્યું કે ટ્રમ્પ નોર્થ કોરિયા સાથે વાતચીતના શરુ કરતા પહેલા નવી ટીમ ઇચ્છે છે, જે આવનારા સમયમાં વેપાર સાથે પણ કાર્યવાહી કરી શકે.

  ગયા અઠવાડીયા ટ્રમ્પે નોર્થ કોરિયા તરફથી મળેલા વાતચીતના આમંત્રણને સ્વીકારી લીધું છેે. ત્યારે ટિલરસને કહ્યું હતું કે તેમને આ કરાર અંગે કોઈ જાણકારી નથી. ત્યારથી માનવામાં આવી રહ્યુ હતું કે ટ્રમ્પ અને તેમના વિદેશ મંત્રીની વચ્ચે કંઇક ગડબડ છે. ઓક્ટોબર, 2017માં પણ માનવામાં આવી રહ્યું હતું કે ટ્રમ્પે ટિલરસનને હટાવવા માંગે છે જોકે ત્યારે ટિલરસન પોતે પ્રેસ કોન્ફ્રેન્સ બોલાવીને આ વાતની અટકળો નકારી કાઢી હતી.


  રસિયાની સામે બ્રિટેનનું સમર્થન કર્યુ હતું


  થોડા સમય પહેલા જ બ્રિટેને આરોપ લગાવ્યો હતો કે રસીયાએ યૂકેમાં રહેતા પોતાના એક ભુતપૂર્વ જાસૂસને ઝહેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ટિલરસને પણ બ્રિટેનની આ વાતનું સમર્થન કર્યું હતુ. ટિલરસને કહ્યુ હતું કે આ ઉશ્કેરીજનક વર્તન રસિયાનું કામ છે અને આના ગંભીર પરિણામો આવશે. જોકે. વ્હાઇટ હાઉસ પહેલાથી આ ઘટનામાં રસિયા ઉપર સવાલ ઉઠાવવાની મનાઈ કરી ચુક્યો હતું.

  સીઇઓથી વિદેશમંત્રી સુધીની સફર


  ટિલરસને એક્સૉનમાં 1975માં પ્રોડક્સન મેનેજર તરીકે કામ શરુ કર્યું હતું. 2006માં તે કંપનીના સીઇઓના બની ગયા. એક્સોન દુનિયાની સૌથી મોટી પબ્લિકલી ટ્રેડેડ ઑયલ-ગૈસ કંપની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે એક્સોન મોબિલ કોર્પોરેશનના ચેરમેન અને સીઇઓ રેક્સ ટિલરસનને પોતાની કેબિનેટમાં વિદેશમંત્રી તરીકે પસંદગી કરી હતી. કહેવામાં આવે છે કે આ પદ પર નિમણુંકની સમયે ટિલરસન પાસે વિદેશનીતિના કોઇ પણ અનુભવ ન હતા.


  જણાવવાનું કે તેમના રસિયાના રાષ્ટ્રપતિ સાથે સારા સંબંધો હતા એવું માનવામાં આવે છે. પુતિને 2012માં તેમને ઓર્ડર ઓફ ફ્રેંડશિપ એવોર્ડ આપ્યા હતો. ટિલરસન પૂરા યૂરેશિયા અને મિડિલ ઇસ્ટમાં પોતાની કંપની મારફતે અનેક મહત્વપૂર્ણ કરાર કરી ચૂક્યા છે.

  ટ્રમ્પે કરેલું ટ્વિટ જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

 • Trump Announces To CIA Director Pompeo As Secretary Of State
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ