ટ્રમ્પ-પુતિન સમિટઃ અમેરિકાના ઇલેક્શનના મુદ્દાને સામે લાવશે પ્રેસિડન્ટ

પ્રેસિડન્ટ ટ્રમ્પે, પુતિનને હાથ મિલાવતા કહ્યું, આ મુલાકાત બદલ ધન્યવાદ
પ્રેસિડન્ટ ટ્રમ્પે, પુતિનને હાથ મિલાવતા કહ્યું, આ મુલાકાત બદલ ધન્યવાદ

divyabhaskar.com

Jul 16, 2018, 11:23 AM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન આજે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં મીટિંગ શરૂ થઇ છે. આજે સવારે 11 વાગ્યે પુતિન હેલસિંકી પહોંચ્યા હતા. તેઓ નિશ્ચિત સમય કરતાં એક કલાક મોડાં આવ્યા હતા. જ્યારે ટ્રમ્પ અને મલેનિયા 26 મિનિટ અગાઉથી જ મીટિંગના સ્થાને પહોંચી ગયા હતા. ટ્રમ્પ અને પુતિન હવે 90 મિનિટ સુધી વન-ઓ-વન મીટિંગ પૂર્ણ થઇ ગઇ છે.

- ટ્રમ્પે મીટિંગ બાદ કહ્યું કે, અમારી વચ્ચે વેપાર, સેના, મિસાઇલ, પરમાણુ હથિયાર, ચીન જેવા અનેક મુદ્દે વાત થઇ ચૂકી છે.

- મને લાગે છે કે અમારી વચ્ચે ઘણી સંભાવનાઓ છે. બંને દેશો વચ્ચે કેટલાંક વર્ષોમાં સંબંધો તણાવગ્રસ્ત રહ્યા છે. આ વાતચીત બાદ બંને દેશો વચ્ચે અસાધારણ સંબંધો રહેશે.

90 મિનિટ ચાલી પ્રથમ બેઠક

- ટ્રમ્પ અને પુતિન પ્રેસિડેન્શિયલ પેલેસમાં વન-ઓન-વન મીટિંગ માટે બેઠાં હતા. જેમાં રૂમમાં તે બંનેની સાથે ટ્રાન્સલેટર સિવાય અન્ય કોઇ લૉ-મેકર્સ નહતા.

- પેલેસમાં બંને લીડર્સે મીટિંગ શરૂ કરી હતી. જેમાં ટ્રમ્પે પુતિનને વર્લ્ડ કપ માટે ધન્યવાદ પાઠવ્યા હતા.

- ટ્રમ્પે મીટિંગના શરૂઆતમાં ફિનલેન્ડના પ્રેસિડન્ટ સૌલી નિનિસ્તોને ધન્યવાદ પાઠવ્યા હતા. ટ્રમ્પે પુનિતનો આભાર માનતા કહ્યું કે, 'આ સમિટ બદલ ધન્યવાદ, આપણાં સંબંધો સારાં નથી પરંતુ આશા છે કે, આ મીટિંગ બાદ સંબંધોમાં વધારે સમજદારી ઉમેરાશે. '

- ટ્રમ્પે પુતિનને શરૂઆતમાં કહ્યું કે, મને લાગે છે કે વિશ્વ આપણને આ પ્રકારે જ જોવા ઇચ્છે છે. આપણે ક્યારેય આ પ્રકારે શાંતિવાર્તામાં ભાગ લીધો નથી. તેથી જ આ સમિટ બાદ સંબંધોમાં સુધારા થશે.

સમિટનો સ્પષ્ટ એજન્ડા નહીં

- આ અગાઉ બે દિવસની યુકે મુલાકાત બાદ ટ્રમ્પ રવિવારે હેલસિંકી પહોંચ્યા હતા. ટ્રમ્પે સમિટ પહેલાં કહ્યું હતું કે, તેઓ ગમે તેટલાં પ્રયત્નો કરે, તેને ક્યારેય પ્રશંસા મળી નથી.

- શનિવારે સમિટ અગાઉ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેઓ નજીવી આશા સાથે પુતિનને મળી રહ્યા છે. પુતિન સાથેની સમિટના કોઇ જ સ્પષ્ટ એજન્ડા નથી.

- સમિટને લઇને ફોરેન પોલીસી એક્સપર્ટ્સે અમેરિકા રશિયાને કેવી છૂટછાટ આપશે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સમિટ બાદ ટ્રમ્પ યુરોપમાં યુએસ મિલિટરી એક્સરસાઇઝને સદંતર બંધ કરી દે તેવો પણ ડર છે.

- આજે સોમવારે સમિટ પહેલાં ટ્રમ્પે કહ્યું કે, તેઓ રશિયન ઇલેક્શન હેકિંગના મુદ્દાને સામે લાવશે, પરંતુ તેના પર વધુ ભાર નહીં આપે.

X
પ્રેસિડન્ટ ટ્રમ્પે, પુતિનને હાથ મિલાવતા કહ્યું, આ મુલાકાત બદલ ધન્યવાદપ્રેસિડન્ટ ટ્રમ્પે, પુતિનને હાથ મિલાવતા કહ્યું, આ મુલાકાત બદલ ધન્યવાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી