Home » International News » Latest News » International » moments of Putins arrival for his much-anticipated summit meeting with Trump

ટ્રમ્પને મળવા 2000 કરોડની લિમોમાં પહોંચ્યા પુતિન, લીડર્સની કારની આ છે ખાસિયતો

Divyabhaskar.com | Updated - Jul 19, 2018, 03:35 PM

સોવિયત દોરના નેતા જેડઆઇએલએસ કારમાં જતા હતા, 1994માં રશિયાના પ્રેસિડન્ટ મર્સિડિઝ લિમોઝિનનો ઉપયોગ કરવા લાગ્યા

 • પુતિનની ઓરસ સેનાત સંપુર્ણ રીતે ઓટોમેટિક છે, તેમાં એક જનરેટર પણ લગાવવામાં આવ્યું છે. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પહેલીવાર વિદેશમાં અન્ય દેશના લીડરને મળવા પોતાની પ્રાઇવેટ કાર 'ઓરસ સેનાત'માં પહોંચ્યા હતા. પુતિનની આ કારને બનાવવામાં 6 વર્ષનો સમય લાગ્યો અને 30 કરોડ ડોલર (2048 કરોડ રૂપિયા) ખર્ચ આવ્યો. ઓરસ સેનાત લિમોઝીનને આ વર્ષની શરૂઆતમાં જ લૉન્ચ કરવામાં આવી હતી. ટ્રમ્પને મળવા જતા પહેલાં પુતિન પોતે આ કારમાં માત્ર એકવાર જ બેઠાં હતા. ટ્રમ્પને આ પ્રકારે સુપરપાવર કારમાં મળવા જવાની વાતને પુતિનના શક્તિ પ્રદર્શન સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. 16 જુલાઇના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની વચ્ચે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં પહેલીવાર શિખર વાર્તા થઇ હતી.


  - રશિયાના ઓટોમોબાઇલના એક એક્સપર્ટ સેનાતને એક આર્મર્ડ ગાડી ગણાવે છે. લેન્ડમાઇન બ્લાસ્ટમાં પણ સેનાતને કોઇ નુકસાન નથી થઇ શકતું.
  - કારના કોમ્યુનિકેશન સિસ્ટમને સેટેલાઇટ સાથે જોડવામાં આવે છે. કારનું સુરક્ષા તંત્ર પણ જબરદસ્ત છે, તે રાસાયણિક હુમલાને પણ રોકવા માટે સક્ષમ છે.
  - એટલું જ નહીં તે સબમરિનની માફક પાણીની અંદર પણ ચાલી શકે છે.


  બે એન્જિનથી ચાલી શકે છે કાર


  - પુતિનની સેનાત સંપુર્ણ રીતે ઓટોમેટિક છે, તેમાં એક જનરેટર પણ લગાવવામાં આવ્યું છે. તેથી કાર ઇલેક્ટ્રિક અને જનરેટર બંનેથી ચાલી શકે છે.
  - 7 મીટર લાંબી કારની બોડી 15 મિલીમીટરની સખત પ્લેટથી બનેલી છે, જે કોઇ પણ પ્રકારના બ્લાસ્ટને રોકવા માટે સક્ષમ છે.
  - ઓરસ સેનાતને બનાવવાનું કામ 2012માં શરૂ થયું હતું. સેનાતનું ડિજિટલ ડેશબોર્ડ છે અને ઓનબોર્ડ મલ્ટિમીડિયા સિસ્ટમ છે.
  - ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર, સેનાતને જર્મન ફર્મ પોર્શ અને બોશે મળીને બનાવી છે. તેને બનાવવામાં મોસ્કોના સેન્ટ્રલ સાયન્ટિફિક રિસર્ચ ઓટોમોબાઇલ એન્ડ એન્જિન ઇન્સ્ટિટ્યૂટે પણ મદદ કરી છે.
  - સોવિયત યુગમાં રશિયન નેતા પોતાના દેશમાં બનેલી ઝેડઆઇએલએસ કારમાં મુસાફરી કરતા હતા. 1994થી રશિયાના પ્રેસિડન્ટ મર્સિડિઝ બેન્જની પુલમેન લિમોઝિનમાં સફર કરવા લાગ્યા.

  ટ્રમ્પની બીસ્ટમાં આ છે ખાસિયત


  - અમેરિકાના પ્રેસિડન્ટની ઓફિશિયલ કાર લિમોઝીન વન અથવા કેડિલાક વનને બીસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  - અંદાજિત 11 કરોડ રૂપિયાની આ કારમાં 7 લોકો બેસી શકે છે. જોખમ થવા પર આ કાર એક બંકરમાં બદલાઇ શકે છે.
  - કાર પર કોઇ બોમ્બ, ગોળીબાર અથવા રાસાયણિક હુમલાની અસર નહીં થાય. આ સિવાય ઓક્સિજન ટેન્ક, નાઇટ વિઝન કેમેરા પણ લાગેલા છે.
  - ટાયર ખરાબ થવા છતાં પણ આ કાર ચાલતી રહેશે. ટ્રમ્પની સીટ પાસે સેટેલાઇટ ફોન લાગેલો છે, જે સીધો અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ અને પેન્ટાગન સાથે જોડાઇ શકે છે.
  - કારમાં આગ બૂઝાવવા અને ટીયર ગેસ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ બંને લીડર્સની લિમોઝિનની વધુ તસવીરો...

 • moments of Putins arrival for his much-anticipated summit meeting with Trump
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  7 મીટર લાંબી કારની બોડી 15 મિલીમીટરની સખત પ્લેટથી બનેલી છે, જે કોઇ પણ પ્રકારના બ્લાસ્ટને રોકવા માટે સક્ષમ છે. (ફાઇલ)
 • moments of Putins arrival for his much-anticipated summit meeting with Trump
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અમેરિકાના પ્રેસિડન્ટની ઓફિશિયલ કાર લિમોઝીન વન અથવા કેડિલાક વનને બીસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. (ફાઇલ)
 • moments of Putins arrival for his much-anticipated summit meeting with Trump
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  11 કરોડ રૂપિયાની આ કારમાં 7 લોકો બેસી શકે છે. (ફાઇલ)
 • moments of Putins arrival for his much-anticipated summit meeting with Trump
  16 જુલાઇના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની વચ્ચે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં પહેલીવાર શિખર વાર્તા થઇ હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ