બ્રિટનમાં ત્રાટક્યું ડેબી વાવાઝોડું: લોકોએ રસ્તો ક્રોસ કરવા ખુરશીના બનાવ્યા બ્રિજ

ચક્રવાત ડેબીના કારણે બ્રિટનના અલગ અલગ શહેરોમાં ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડું આવ્યું હતું

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 05:50 PM
લંડનમાં અંડરગ્રાઉન્ડ કોમ્યુટર્સે હેમરસ્મિથ સ્ટેશન બહાર રસ્તો ક્રોસ કરવા માટે પ્લાસ્ટિકની ખુરશીઓનો ઉપયોગ કર્યો હતો.
લંડનમાં અંડરગ્રાઉન્ડ કોમ્યુટર્સે હેમરસ્મિથ સ્ટેશન બહાર રસ્તો ક્રોસ કરવા માટે પ્લાસ્ટિકની ખુરશીઓનો ઉપયોગ કર્યો હતો.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં છેલ્લાં મહિનાથી ચાલતી હિટવેવમાં અચાનક જ ઘટાડો થયો છે. ગુરૂવારે મોડી રાત્રે એટલાન્ટિક તરફથી આવેલા વાવાઝોડાં અને વરસાદના કારણે અહીં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. નોર્થ એટલાન્ટિકમાં ચક્રવાત ડેબીના કારણે બ્રિટનના અલગ અલગ શહેરોમાં ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડું આવ્યું હતું.


એક કલાકમાં 1.2 ઇંચ વરસાદ


- ચક્રવાતના કારણે બની રહેલા લૉ પ્રેશરથી ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 1 કલાકમાં 1.2 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સાઉથ ઇસ્ટમાં મુસાફરી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
- લંડનના ટ્યૂબ પેસેન્જર્સે રસ્તો ક્રોસ કરવા માટે હેમરસ્મિથ સ્ટેશન બહાર પ્લાસ્ટિકની ખુરશીઓ ગોઠવી અવર-જવર કરી હતી.
- વરસાદના કારણે આજે નોર્થ ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ઇંગ્લેન્ડ અને ભારતની સેકન્ડ ટેસ્ટ મોડી શરૂ થઇ હતી.


તાપમાનમાં ઘટાડો થતાં લોકોમાં રાહત


- આજે બ્રિટનમાં 20 સેલ્શિયસ તાપમાન હતું, આવતીકાલ સુધી અહીં 21 સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતાઓ છે.
- આ 'ટ્વીસ્ટર' ગ્રેટર માન્ચેસ્ટર અને ચેશાયરની નજીક જોવા મળ્યું હતું. જો કે, હવામાન વિભાગના એક્સપર્ટ્સે જણાવ્યું કે, આ વાવાઝોડું એટલું ગંભીર નથી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વાવાઝોડાંની વધુ તસવીરો...

કેમ્બ્રિજની કેમ રિવરમાં લોકોએ બોટમાં બેસીને અવર-જવર કરી હતી.
કેમ્બ્રિજની કેમ રિવરમાં લોકોએ બોટમાં બેસીને અવર-જવર કરી હતી.
આજે બ્રિટનમાં 20 સેલ્શિયસ તાપમાન હતું, આવતીકાલ સુધી અહીં 21 સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતાઓ છે.
આજે બ્રિટનમાં 20 સેલ્શિયસ તાપમાન હતું, આવતીકાલ સુધી અહીં 21 સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતાઓ છે.
X
લંડનમાં અંડરગ્રાઉન્ડ કોમ્યુટર્સે હેમરસ્મિથ સ્ટેશન બહાર રસ્તો ક્રોસ કરવા માટે પ્લાસ્ટિકની ખુરશીઓનો ઉપયોગ કર્યો હતો.લંડનમાં અંડરગ્રાઉન્ડ કોમ્યુટર્સે હેમરસ્મિથ સ્ટેશન બહાર રસ્તો ક્રોસ કરવા માટે પ્લાસ્ટિકની ખુરશીઓનો ઉપયોગ કર્યો હતો.
કેમ્બ્રિજની કેમ રિવરમાં લોકોએ બોટમાં બેસીને અવર-જવર કરી હતી.કેમ્બ્રિજની કેમ રિવરમાં લોકોએ બોટમાં બેસીને અવર-જવર કરી હતી.
આજે બ્રિટનમાં 20 સેલ્શિયસ તાપમાન હતું, આવતીકાલ સુધી અહીં 21 સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતાઓ છે.આજે બ્રિટનમાં 20 સેલ્શિયસ તાપમાન હતું, આવતીકાલ સુધી અહીં 21 સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતાઓ છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App