નિયમ / ઇટલીમાં વેનિસ સહિત 3 મુખ્ય શહેરોની મુલાકાત મોંઘી પડશે, ટૂરિસ્ટ્સની એન્ટ્રી સાથે જ ટેક્સ લાગશે

લોકોનું માનવું છે કે, ટૂરિસ્ટ્સને શહેરની પાકૃતિક સંદુરતા સાથે કોઇ લેવાદેવા નથી, તેઓ માત્ર સેલ્ફી લેવા માટે આખા વિસ્તારમાં ભટકતાં રહે છે. (ફાઇલ)
લોકોનું માનવું છે કે, ટૂરિસ્ટ્સને શહેરની પાકૃતિક સંદુરતા સાથે કોઇ લેવાદેવા નથી, તેઓ માત્ર સેલ્ફી લેવા માટે આખા વિસ્તારમાં ભટકતાં રહે છે. (ફાઇલ)
X
લોકોનું માનવું છે કે, ટૂરિસ્ટ્સને શહેરની પાકૃતિક સંદુરતા સાથે કોઇ લેવાદેવા નથી, તેઓ માત્ર સેલ્ફી લેવા માટે આખા વિસ્તારમાં ભટકતાં રહે છે. (ફાઇલ)લોકોનું માનવું છે કે, ટૂરિસ્ટ્સને શહેરની પાકૃતિક સંદુરતા સાથે કોઇ લેવાદેવા નથી, તેઓ માત્ર સેલ્ફી લેવા માટે આખા વિસ્તારમાં ભટકતાં રહે છે. (ફાઇલ)

  • સૌથી વધુ ટૂરિસ્ટ્સ પ્રવાહ ધરાવતા દેશોમાં ઇટલીનો પાંચમો નંબર 
  • અહીં પ્રતિ વર્ષ અંશતઃ 5 કરોડ 24 લાખ ટૂરિસ્ટ્સ આવે છે, આનાથી વિકાસ કાર્યોમાં મુશ્કેલીઓ આવી રહી છે 
  • પર્યટકોએ એન્ટ્રી કરવા પર હવે 800 રૂપિયા આપવા પડશે

divyabhaskar.com

Jan 10, 2019, 12:13 PM IST

રોમ (ઇટલી): થોડાં વર્ષો પહેલાં દરેક દેશની ઇચ્છા હતી કે, વધુમાં વધુ ટૂરિસ્ટ્સ તેઓના દેશની મુલાકાત લે. બીજા વિશ્વયુદ્ધ બાદથી ઇટલી પણ હંમેશાથી ટૂરિસ્ટ્સનું સ્વાગત કરતું રહે છે, પરંતુ હવે સરકાર એક નવો કાયદો લાવવા જઇ રહી છે જેમાં ટૂરિસ્ટ્સની એન્ટ્રી પર ટેક્સ આપવાનો રહેશે. વેનિસ અને ફ્લોરેન્સ શહેરના મેયરે 10 યૂરો (અંદાજિત 800 રૂપિયા) એન્ટ્રેન્સ ટેક્સનો પ્રસ્તાવ રાખ્યો છે. 

 

સ્થાનિક લોકોમાં ટૂરિસ્ટ્સને લઇને તિરસ્કાર વધ્યો

ટૂરિસ્ટ્સે નાણાં ઉભા કરવાની રીત ગણાવી
1.અનેક ઇટાલિયન લોકોનું માનવું છે કે, ટૂરિસ્ટ્સ પર એન્ટ્રેન્સ ટેક્સ લગાવીને સરકાર વધુ નાણાં ઉભા કરવાની ઇચ્છા રાખે છે. 2 વર્ષ પહેલાં લિંગુરિયા ક્ષેત્રમાં આવતા નાના શહેર સિનેક તેરે પણ ટિકિટ શરૂ કરી હતી. અહીં વાર્ષિક અંદાજિત 15 લાખ લોકો આવે છે. 
2.ટૂરિસ્ટ્સના મામલે ઇટલી પાંચમા સ્થાને છે. અહીં પ્રતિ વર્ષ 5 કરોડ 24 લાખ લોકો ફરવા આવે છે. ગ્લોબલ જીડીપીમાં ઇટલીનો હિસ્સો 10 ટકા છે. સસ્તી ટિકીટોના કારણે વિકાસશીલ દેશોના લોકો પણ અહીં મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા છે. 
શહેરો ગંદા થઇ રહ્યા છે
3.ટૂરિસ્ટ્સને અટકાવવાની મોટી સંખ્યા ગંદકી પણ છે. એર ટ્રાફિક અને ક્રૂઝ જહાજોની વધતી જતી આવ-જાના કારણે પર્યાવરણને તો નુકસાન થઇ જ રહ્યું છે, સાથે જ શહેરોમાં કચરો, માટીનો કાંપ, અપરાધ અને પ્રદૂષણમાં પણ વધારો થઇ રહ્યો છે. 
4.લોકોનું કહેવું છે કે, એન્ટ્રી ટેક્સ લેવાથી સમસ્યા તો ખતમ નથી થતી, પરંતુ ટૂરિસ્ટ્સની સંખ્યા વધી શકે છે. 
પર્યટકો રેઢીયાળ બની રહ્યા છે
5.હકીકતમાં લોકોની સમસ્યા પર્યટકોની વધુ સંખ્યાથી નથી, પરંતુ તેઓની મુલાકાત દરમિયાનની હરકતોથી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્થાનિક લોકોમાં ટૂરિસ્ટ્સને લઇને તિરસ્કાર વધી રહ્યો છે. 
6.લોકોનું માનવું છે કે, ટૂરિસ્ટ્સને શહેરની પાકૃતિક સંદુરતા સાથે કોઇ લેવાદેવા નથી, તેઓ માત્ર સેલ્ફી લેવા માટે આખા વિસ્તારમાં ભટકતાં રહે છે. 
7.યજમાન શહેરોને એક ડર એ પણ છે કે, લોકો માઇકલ એન્જેલોની વાસ્તવિક મૂર્તિકલા જોવાને બદલે મૂર્તિઓના પ્રાઇવેટ પાર્ટ્સ જોવામાં વધુ રસ દાખવે છે. 
8.બીજી તરફ, પર્યટકોને પણ એ જાણકારી રહે છે કે, તેઓને માત્ર ઝડપથી ખાલી થતાં પર્સ તરીકે જ જોવામાં આવે છે. ઇટલીમાં આઇસક્રીમ વેચનારા ટૂરિસ્ટ્સ પાસેથી 20 યૂરો વધુ ચાર્જ કરે છે. ગત વર્ષે ફ્લોરેન્સમાં સાર્વજનિક રીતે ભોજન લેનારાઓ ઉપર 150થી 500 યૂરોનો દંડ ફટકાર્યો હતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી