ટોંગા પહોંચ્યું ચક્રવાતી વાવાઝોડું 'ગીતા', સામોઆમાં ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરી

ટ્રમ્પે રવિવારે સાંજથી સામોઆમાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે, ગીતા વાવાઝોડાંના કારણે રાહત કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા

divyabhaskar.com | Updated - Feb 12, 2018, 01:59 PM
શુક્રવારે રાત્રે વાવાઝોડું દ્વિપમાં પ્રવેશતાની સાથે જ ભયંકર પૂર આવી ગયું છે.
શુક્રવારે રાત્રે વાવાઝોડું દ્વિપમાં પ્રવેશતાની સાથે જ ભયંકર પૂર આવી ગયું છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સામોઆમાં તારાજી સર્જ્યાના એક દિવસ બાદ પ્રશાંત મહાસાગર દ્વિપ રાષ્ટ્ર ટોંગા પહોંચેલા ગીતા સાયક્લોનના વિનાશકારી વાવાઝોડાંએ અહીં ભારે વિનાશ વેર્યો છે. ટોંગા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની નજીક આવેલો નાનકડો દેશ છે. વાવાઝોડાંના કારણે ટોંગાનું ટ્રોપિકલ સાયક્લોન કેન્દ્ર સક્રિય થઇ ગયું છે અને રાહત સામગ્રીનું સંકલન કરી રહેલા રેડ ક્રોસના દ્વિપના લોકોને કોઇ આશંકાથી બચવા માટે પહેલેથી જ તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે સામોઆમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે.


- ટોંગાના ફુઆમોતૂ વેધર ફોરકાસ્ટ સેન્ટરે એક બુલેટિનમાં 148 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે ભારે વરસાદ થવાની આગાહી છે. આજે સોમવારે સવારથી અત્યંત વિનાશકારી પ્રંચડ ચક્રવાતી પવન ફૂંકાવાની સંભાવનાઓ છે.
- સામોઆના વડાપ્રધાન તુઇલાઇપા સૈલેલે માલિએલેગાઓઇએ કહ્યું કે, ગીતા વાવાઝોડાંના કારણે અંદાજિત 200 ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે વાવાઝોડું દ્વિપમાં પ્રવેશતાની સાથે જ ભયંકર પૂર આવી ગયું છે. અહીંના મકાનો પ્રચંડ પવન સામે ટકી રહેવા માટે સક્ષમ નથી. તેથી આગામી દિવસોમાં રાહત કાર્યોને લગતી મુશ્કેલીઓ વધવાની આશંકા છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, કેટેગરી-5માં પહોંચશે ગીતા...

ચક્રવાત વાવાઝોડું ગીતા પ્રચંડ થઇને કેટેગરી 5માં પહોંચી જશે
ચક્રવાત વાવાઝોડું ગીતા પ્રચંડ થઇને કેટેગરી 5માં પહોંચી જશે

કેટેગરી 5માં પહોચશે ગીતા 


- વાવાઝોડું સોમવારે ટોંગા પહોંચતા પહેલાં ફિઝી મીટિઅરૉલજિકલ સેવાએ પૂર્વાનુમાન લગાવ્યું છે કે, ચક્રવાત વાવાઝોડું ગીતા પ્રચંડ થઇને કેટેગરી 5માં પહોંચી જશે. 
- ટોંગાના ફુઆમોતૂ હવામાન વિભાગે અહીંના લોકો માટે ચેતવણી જાહેર કરતા કહ્યું કે, આ વાવાઝોડાંના કારણે વિનાશકારી પવન ફૂંકાઇ શકે છે. 
- વાવાઝોડું ગીતા સામોઆમાં શુક્રવારે મોડી રાત્રે પહોંચ્યું હતું. જેના કારણે ટ્રમ્પે અહીં સ્ટેટ ઇમરજન્સી લાગુ કરી દીધી છે. 

 

રાજધાની નુકુઆલોફા 75,000થી વધુ લોકો રહે છે
રાજધાની નુકુઆલોફા 75,000થી વધુ લોકો રહે છે

યુએસ સામોઆમાં ઇમરજન્સી લાગુ 

 

- સામોઓમાં આ પ્રચંડ વાવાઝોડાંના કારણે પૂર આવ્યું હતું અને વીજ પુરવઠો ખોરવાયો હતો. ન્યૂઝીલેન્ડ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ગીતા હાલની ગતિવિધિ અનુસાર ટોંગા દેશને સીધી રીતે પ્રભાવિત કરશે. 
- તેઓએ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે, રાજધાની નુકુઆલોફા પણ ત્યાં છે અને ત્યાં 75,000થી વધુ લોકો રહે છે. 
- પ્રેસિડન્ટ ટ્રમ્પે રવિવારે અમેરિકા સામોઆમાં ઇમરજન્સી જાહેર કરી દીધી હતી. ચક્રવાતી ગીતાએ સાઉથ પેસિફિક આઇલેન્ડ પર શનિવારે ટકરાતાં અહીં મકાનો પડી ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાયો હતો. 

X
શુક્રવારે રાત્રે વાવાઝોડું દ્વિપમાં પ્રવેશતાની સાથે જ ભયંકર પૂર આવી ગયું છે.શુક્રવારે રાત્રે વાવાઝોડું દ્વિપમાં પ્રવેશતાની સાથે જ ભયંકર પૂર આવી ગયું છે.
ચક્રવાત વાવાઝોડું ગીતા પ્રચંડ થઇને કેટેગરી 5માં પહોંચી જશેચક્રવાત વાવાઝોડું ગીતા પ્રચંડ થઇને કેટેગરી 5માં પહોંચી જશે
રાજધાની નુકુઆલોફા 75,000થી વધુ લોકો રહે છેરાજધાની નુકુઆલોફા 75,000થી વધુ લોકો રહે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App