રશિયામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી, 11 કરોડ લોકો મતદાન કરશે

ચાલો જાણીએ પુટિન કયા હથકંડા અપનાવી 19 વર્ષથી સત્તામાં બિરાજમાન છે

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 18, 2018, 04:23 AM
Today Presidential elections in Russia

મોસ્કો: રશિયામાં છ વર્ષ બાદ 11 કરોડ મતદાતા મતદાન કરશે. આ વખતે વ્લાદિમીર પુટિન ઉપરાંત 7 અન્ય મેદાનમાં છે. જોકે સાત ઉમેદવાર ડમી છે. જો કોઈ પણ ઉમેદવાર 50%થી ઉપર વોટ નહીં મેળવે તો 8 અેપ્રિલે ફરી મતદાન થશે. પોલમાં પુટિનના ભવ્ય વિજયના દાવા થઈ રહ્યા છે. ચાલો જાણીએ પુટિન કયા હથકંડા અપનાવી 19 વર્ષથી સત્તામાં બિરાજમાન છે.

પુટિન 19 વર્ષ અગાઉ તેમના ગુરુ યેલ્તસિનના સ્થાને સત્તામાં આવ્યા, હવે સૌથી શકિતશાળી

- 1999 - બોરિસ યેલ્તસિનના હટવા પર તેમના પ્રિય કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા.

- 2000 - પહેલીવાર રાષ્ટ્રપતિ ચૂંટણી લડી રહેલ પુટિને 53% વોટ મેળવી ચૂંટણી જીતી હતી. તેમના હરીફ જિગનોવને 29% વોટ જ મળ્યા હતા.
પુટિનનું સારાપણું : તેમને રાજકીય હરીફ મનાયા.
અભાવ : પુટિન મીડિયા પર કડક પ્રતિબંધ મૂકવાના પક્ષમાં છે.

- 2004 - પુટિન અપક્ષ લડ્યા. 71.2% વોટથી રાષ્ટ્રપતિ બન્યા હતા. હરીફ નિકોલોયને 13.6% વોટ મળ્યા હતા.
સારપ : કોઈ નહીં.
અભાવ : પુટિને ચૂંટણીની ચર્ચામાં ભાગ ન લીધો.

- 2012 - પુટિન 63.3% વોટ મેળવીને જીત્યા. તેમના હરીફ કોમ્યુનિસ્ટ જ્યુગનોવને 17.1% વોટ મળ્યા હતા.
સારપ : કોઈ નહીં.
અભાવ : પુટિને તેમના હરીફનો સફાયો કરી દીધો. સત્તા માટે પક્ષપાતી મીડિયા કવરેજ કરાવ્યું. પ્રશાસનિક શક્તિને ખંડિત કરી.

- 2018 - ની ચૂંટણીમાં પુટિન પાર્ટી છોડી અપક્ષ તરીકે મેદાનમાં

સારપ : કોઈ નથી.

અભાવ : મુખ્ય વિપક્ષી ઉમેદવારને ભ્રષ્ટાચારમાં ફસાવી ચૂંટણીથી બહાર કર્યો. પક્ષપાતી મીડિયા કવરેજ કરાવ્યું.
- તે શક્તિશાળી હોવાના અભિમાનમાં ચૂર થઈ ગયા.

આગળની સ્લાઇડ્સમાં વાંચો, રશિયાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હિમાચલ પ્રદેશમાં મતદાન કેન્દ્ર બન્યું, મતદાન થયું....

Today Presidential elections in Russia

રશિયાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હિમાચલ પ્રદેશમાં મતદાન કેન્દ્ર બન્યું, મતદાન થયું

 

શિમલા: ભારતમાં રહેતા રશિયન નાગરિકો તેમના દેશના રાષ્ટ્રપતિની પસંદગી કરી શકે તે માટે હિમાચલ પ્રદેશમાં પોલિંગ બૂથ બનાવાયાં છે. આ બૂથ કુલ્લુ જિલ્લાના નગ્ગરમાં આતંરરાષ્ટ્રીય રોરિક આર્ટ ગેલરીમાં કાર્યરત રશિયાના નાગરિકો માટે બનાવાયા છે. અહીં શુક્રવારે મતદાન થઈ ગયું. અગાઉ રશિયાનું દૂતાવાસ મતદાન પ્રક્રિયા દિલ્હીમાં કરાવતું હતું. રશિયાએ બ્રિટનના 23 રાજદ્વારીઓને કાઢી મૂક્યા : રશિયાએ બ્રિટનના 23 રાજદ્વારીઓને દેશમાંથી કાઢી મૂક્યા છે. તેણે કહ્યું છે કે તે પોતાના દેશમાં બ્રિટિશ કાઉન્સિલની પ્રવૃતિઓ બંધ કરી રહ્યો છે.

X
Today Presidential elections in Russia
Today Presidential elections in Russia
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App