મસૂદનો મુદ્દો / ચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં

divyabhaskar.com

Mar 16, 2019, 12:05 PM IST
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની માગણી પ્રમાણે   મસૂદના પ્રસ્તાવના ભાષામાં અમુક બદલાવ પણ થઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની માગણી પ્રમાણે મસૂદના પ્રસ્તાવના ભાષામાં અમુક બદલાવ પણ થઇ શકે છે.
X
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની માગણી પ્રમાણે   મસૂદના પ્રસ્તાવના ભાષામાં અમુક બદલાવ પણ થઇ શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની માગણી પ્રમાણે મસૂદના પ્રસ્તાવના ભાષામાં અમુક બદલાવ પણ થઇ શકે છે.

  • ચીનના નહીં માનવા પર સુરક્ષા પરિષદમાં વોટિંગ પણ થાય તેવી શક્યતાઓ 
  • મસૂદ વિરૂદ્ધ પ્રસ્તાવની ભાષામાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ 

વોશિંગ્ટનઃ જૈશ-એ-મોહમ્મદ (JeM) ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીઓની યાદીમાં મુકવાના પ્રયાસમાં અવરોધો ઉભા કરતા ચીનને સમજાવવાના અંતિમ પ્રયત્નો શરૂ થઇ ગયા છે. જો ચીન નહીં તો ત્રણેય શક્તિશાળી દેશો આ વખતે નિર્ણાયક લડાઇના મૂડમાં છે. મસૂદ મામલે UNSCમાં ઓપન વોટિંગ પણ કરાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે, હજુ ત્રણેય દેશોના પ્રયાસ છે કે, ચીનને કોઇ પણ ભોગે વાતચીતથી મનાવવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની માગણી પ્રમાણે મસૂદના પ્રસ્તાવના ભાષામાં અમુક બદલાવ પણ થઇ શકે છે. 
10 વર્ષમાં ચોથીવાર ચીને પ્રસ્તાવ અટકાવ્યો
1.10 વર્ષમાં ચોથીવાર છે જ્યારે ચીને આ પ્રસ્તાવને અટકાવ્યો છે. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા અઝહરના વિરૂદ્ધ આ પ્રસ્તાવ 27 ફેબ્રુઆરીના રોજ લાવ્યા હતા. તેના પર વિરોધની અવધિ (બુધવારે રાત્રે 12.30 વાગ્યે) ખતમ થવાના એક કલાક અગાઉ ચીને તેના સામે અવરોધ ઉભો કરી દીધો. 10થી વધુ દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ હતું. 
2.ચીને કહ્યું કે, તે સાબિતી વગરની કાર્યવાહીના વિરોધમાં છે. તેની સામે અમેરિકાએ અનુરોધ કર્યો હતો કે, તેઓ સમજદારીથી કામ લે, કારણ કે ભારત-પાકમાં શાંતિ માટે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવો જરૂરી છે. 
UNમાં ચીનનો વિરોધ
3.મસૂદને બચાવવામાં લાગેલા ચીનને આ વખતે UNSCમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાંભાગના સભ્યો તેના વલણથી નારાજ છે. તેઓનો સવાલ છે કે, શા માટે ચીન આતંકવાદી ચીફને બચાવવા ઇચ્છે છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાંક સભ્ય દેશોએ આ મુદ્દે ચીન સાથે વાત પણ કરી છે. 
4.યુએનના એક ડિપ્લોમેટે ચીનના વલણ સામે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, જો તે આ વખતે પણ નહીં માને તો મસૂદને વૈશ્વિક આતંકીની યાદીમાં મુકવા માટે બીજી રણનીતિ અપનાવવામાં આવશે. 
5.હાલ, ચીનના અનુરોધ પર મસૂદના પ્રસ્તાવની ભાષાને અમુક હદે બદલી શકાય છે. ચીનની આપત્તિ આતંકી શબ્દની પરિભાષાને લઇ છે. સૂત્રોનું કહેવું છે કે, UNના સભ્ય દેશોએ ચીનને સુચનો પણ મોકલાવ્યા છે. 
6.સૂત્રોના જણાવ્યા અનુસાર, મસૂદ મામલે ચીનના વલણમાં પહેલેથી જ બદલાવ છે. પરંતુ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન હજુ પણ આશ્વસ્ત નથી કે ચીન સંપુર્ણ રીતે તેની વાત માનશે. આ જ કારણોસર UNમાં ઓપન વોટિંગ કરાવવાના વિકલ્પ ઉપર પણ વિચાર કરી શકાશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી