હજારો ગુજરાતીઓનું USનું સ્વપ્નું રોળાશે: આપવી પડશે અંગત વિગતો

અમેરિકા વિઝા માટે પાંચ વર્ષનાં ફોન નંબર, ઇમેલ, સોશિયલ મીડિયાની વિગત આપવી પડશે

International Desk | Updated - Mar 31, 2018, 02:08 AM
અમેરિકા વિઝા માટે પાંચ વર્ષનાં ફોન નંબર, ઇમેલ
અમેરિકા વિઝા માટે પાંચ વર્ષનાં ફોન નંબર, ઇમેલ

વોશિંગ્ટન: અમેરિકન વિઝા મેળવવા માટેના નિયમો આવનારા દિવસોમાં વધુ કડક થવાના છે. કારણ કે હવેથી વિઝાની અરજીની સાથે સોશિયલ મીડિયાની હિસ્ટ્રી અને છેલ્લાં પાંચ વર્ષના જેટલા પણ ફોન નંબર વાપર્યા હોય તેની વિગત આપવી પડશે. ફેડરલ રજિસ્ટ્રારે આ ફેરફારની માહિતી આપી છે. જે મુજબ નવા વિઝા ફોર્મ અંગે લોકો પાસેથી 60 દિવસમાં કોમેન્ટ્સ માગવામાં આવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે અમેરિકા માટે જોખમી બની શકે તેવા લોકોને અહીં આવતા રોકવાનો આ પગલાં પાછળનો હેતુ છે.

દર વર્ષે 7 લાખ લોકો અમેરિકામાં ઇમિગ્રેન્ટ વિઝા માટે કરે છે અરજી

અમેરિકી સરકાર તરફથી એવું કહેવાયું છે કે વિદેશ વિભાગ કાયદાના માપદંડો હેઠળ વિઝા અરજદારોની માહિતી મેળવી રહ્યું છે, જેથી કરીને તેમની ચોક્કસ ઓળખ અને તપાસ થઇ શકે. નોંધનીય છે કે દર વર્ષે આશરે 7 લાખ લોકો અમેરિકામાં ઇમિગ્રેન્ટ વિઝા અને 1.4 કરોડ લોકો અન્ય વિઝા માટે અરજી કરે છે. નવા નિયમોથી આ તમામને અસર થશે. એચ-1બી વિઝાધારકના સ્પાઉસ (પતિ/પત્ની) વિદેશી પ્રતિભાઓ માટે યુએસને વધુ આકર્ષક બનાવે છે.

H-1B વિઝાધારકોના સ્પાઉસને USમાં કામ કરવા અપાયેલી મંજૂરી પણ પાછી ખેંચવાની દરખાસ્ત

એચ-1બી વિઝાધારકોના સ્પાઉસને અમેરિકામાં કામ કરવાની અપાયેલી મંજૂરી પાછી ખેંચવાની ટ્રમ્પ વહીવટીતંત્રની દરખાસ્ત વિદેશી પ્રતિભા માટે અમેરિકાને ઓછું આકર્ષક બનાવશે તેમ યુએસ ઈમિગ્રેશન એડવોકસી બોડીનું કહેવું છે. વર્ષ 2015થી અમેરિકામાં એચ-1બી વિઝાધારકોના એચ-4 વિઝા હેઠળ આવેલા સ્પાઉસને કામ કરવાની મંજૂરી અપાઈ છે. આ નીતિના કારણે વિદેશી પ્રતિભાઓ અમેરિકા તરફ વધુ પ્રમાણમાં આકર્ષાયા હતા તેમ આ સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે.

ત્રણ વર્ષમાં વિઝા લેનારની સંખ્યા વધીને 12 લાખ થઈ

છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીયોની અમેરિકા જવાની ઘેલછામાં વધારો જોવા મળ્યો છે અને 2014માં 11,11,738 જેટલા વિઝિટર વિઝા અપ્રૂવ થયા હતા અને આંકડો 2016માં વધીને 12,06,225 પર પહોંચ્યો હતો. 2017માં કુલ અપ્રૂવ થયેલા વિઝાનો આંકડો 8,34,121 હતો જે 2016ની સરખામણીએ 3,72,000 જેટલો ઓછો છે.

આગળ વાંચો: H-1 વિઝાની એકથી વધુ અરજી હશે તો તમામ રદ કરી દેવાશે

સોશિયલ મીડિયાની વિગત આપવી પડશે
સોશિયલ મીડિયાની વિગત આપવી પડશે

H-1 વિઝાની એકથી વધુ અરજી હશે તો તમામ રદ કરી દેવાશે

 

એચ-1 વિઝા માટે 2 એપ્રિલથી અરજી શરૂ થશે. તે પહેલાં અમેરિકી વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે જો કોઇએ પણ એકથી વધુ અરજી કરેલી હશે તો તેની તમામ અરજી રદ થઇ જશે. સામાન્ય રીતે કોઇ અમેરિકી કંપની વિદેશમાંથી કર્મચારીને બોલાવવા માટે વિઝાની અરજી કરે છે તો તેનાં બે-ત્રણ કામ દેખાડે છે. તે દરેક માટે અલગ અરજી કરવાની હોય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર તેને રોકવા માંગે છે.

 

આગળ વાંચો: નવા ફોર્મમાં આતંકી પ્રવૃત્તિમાં છો કે કેમ તેની વિગત આપવી પડશે

H-1 વિઝાની એકથી વધુ અરજી હશે તો તમામ રદ કરી દેવાશે
H-1 વિઝાની એકથી વધુ અરજી હશે તો તમામ રદ કરી દેવાશે

નવા ફોર્મમાં આતંકી પ્રવૃત્તિમાં છો કે કેમ તેની વિગત આપવી પડશે

 

- અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર નેમ.
- 5 વર્ષમાં ઉપયોગમાં લેવાયેલા ઇ-મેલ આઇડી અને ફોન નંબર્સ.
- 5 વર્ષની વિદેશયાત્રા.ક્યાંયથી ડિપોર્ટ તો નથી કરાયા?
- પરિવારનો કોઇ સભ્ય આતંકી ગતિવિધિમાં સંડોવાયેલો તો નથી રહ્યો ને?
- મેડિકલ તપાસ સાથે સંકળાયેલી તમામ માહિતી.

X
અમેરિકા વિઝા માટે પાંચ વર્ષનાં ફોન નંબર, ઇમેલઅમેરિકા વિઝા માટે પાંચ વર્ષનાં ફોન નંબર, ઇમેલ
સોશિયલ મીડિયાની વિગત આપવી પડશેસોશિયલ મીડિયાની વિગત આપવી પડશે
H-1 વિઝાની એકથી વધુ અરજી હશે તો તમામ રદ કરી દેવાશેH-1 વિઝાની એકથી વધુ અરજી હશે તો તમામ રદ કરી દેવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App