1

Divya Bhaskar

Home » International News » Latest News » International » રશિયા આ મિસાઇલ એરસ્ટ્રાઇકનો જવાબ મિલિટરી દ્રષ્ટીએ નહીં આપે | fears have arisen over a Russian cyber backlash that could see vital services

UKને એરસ્ટ્રાઈકમાં સપોર્ટ ભારે પડશે, રશિયા સાઇબર અટેક કરી શકે છે

Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 11:54 AM IST

મિસાઇલ એરસ્ટ્રાઇક્સના ફર્સ્ટ પોલમાં બ્રિટનની પ્રજાએ થેરેસા મેના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

 • રશિયા આ મિસાઇલ એરસ્ટ્રાઇકનો જવાબ મિલિટરી દ્રષ્ટીએ નહીં આપે | fears have arisen over a Russian cyber backlash that could see vital services
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  થેરેસાએ વૉર કેબિનેટ બોલાવી હતી અને મિસાઇલ સ્ટ્રાઇક્સમાં અન્ય સાંસદોની મંજૂરની રાહ જોઇ નહતી

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને સીરિયા પર મિસાઇલ હુમલો કરી દીધો. કેમિકલ હથિયારોની ફેક્ટરી નષ્ટ કરવા માટે કુલ 105 મિસાઇલ્સ છોડવામાં આવી. હુમલા બાદ ટ્રમ્પે કહ્યું, ત્રણ સાથી દેશોએ ક્રૂરતા વિરૂદ્ધ પગલાં ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ પીએમ થેરેસા મેએ ટ્રમ્પના મિસાઇલ એરસ્ટ્રાઇક્સ નિર્ણયમાં સાથ આપ્યો હતો. જે માટે થેરેસાએ વૉર કેબિનેટ બોલાવી હતી અને મિસાઇલ સ્ટ્રાઇક્સમાં અન્ય સાંસદોની મંજૂરની રાહ જોઇ નહતી. આ મુદ્દે થેરેસા મેના નિર્ણયને તેમના જ સાંસદોએ ખોટો ગણાવ્યો હતો.

  રશિયા કેમિકલ સાયબર અટેક કરવાનો ભય


  - મિસાઇલ એરસ્ટ્રાઇક્સના ફર્સ્ટ પોલમાં બ્રિટનની પ્રજાએ થેરેસા મેના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.
  - ઉપરાંત કેબિનેટ મિનિસ્ટર્સ ડેવિડ ડેવિસ, ઇસ્ટર મેકવે અને સાજિદ જાવિદે પાર્લામેન્ટમાં યુએસને સપોર્ટ કરવાના નિર્ણય વિરૂદ્ધ ઉઠતા અવાજ સામે ચિંતા વ્યક્ત કરી હતી.
  - હવે યુકેમાં રશિયન સાયબર અટેકનો ભય તોળાઇ રહ્યો છે. યુકેને ચિંતા છે કે, રશિયા હોસ્પિટલ સહિત અન્ય પબ્લિક સેન્ટર્સ પર સાઇબર અટેક કરી શકે છે.
  - કાઉન્ટર ટેરરિઝમ અને ડિફેન્સ એક્સપર્ટ પ્રોફેસર માઇકલ ક્લર્કે જણાવ્યું કે, 'મને શંકા છે કે, રશિયા આ મિસાઇલ એરસ્ટ્રાઇકનો જવાબ મિલિટરી દ્રષ્ટીએ નહીં આપે.'


  આગામી અઠવાડિયે જ રશિયા અટેક કરે તેવી શંકા


  - એક રિપોર્ટ અનુસાર, આગામી એક અથવા બે અઠવાડિયાની અંદર રશિયા અટેક કરે તેવી આશંકા છે.
  - રશિયા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અટેક કરશે, જે માત્ર શહેરની કંપનીઓ સુધી નહીં અટકતા ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, હેલ્થ સિસ્ટમ ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ સુધી પહોંચશે. રશિયા તરફથી કરવામાં આવેલા અટેક દેશના દરેક વ્યક્તિને અસર કરશે. જેમાં સૌથી મોટી ચિંતાનો વિષય છે એર ક્રેશ.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે સાઇબર અટેક?

  (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
  (Read News in Gujarati from Divya Bhaskar)
 • રશિયા આ મિસાઇલ એરસ્ટ્રાઇકનો જવાબ મિલિટરી દ્રષ્ટીએ નહીં આપે | fears have arisen over a Russian cyber backlash that could see vital services
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  યુકેને ચિંતા છે કે, રશિયા હોસ્પિટલ સહિત અન્ય પબ્લિક સેન્ટર્સ પર સાઇબર અટેક કરી શકે છે.

  શું હોય છે સાયબર અટેક? 


  - સાયબર અટેકમાં ઇલેક્ટ્રિસિટી કટ થઇ જાય છે. આ સિવાય રશિયન હેકર્સ વોટર સપ્લાય અટકાવી શકે છે, આ સિવાય એનર્જી સપ્લાય, ફાઇનાન્શિયલ સપ્લાયને પણ અટકાવી શકે છે. 
  - આ આશંકા મિસાઇલ એરસ્ટ્રાઇક્સ સપોર્ટના ફર્સ્ટ પોલ બાદ વ્યક્ત કરવામાં આવી છે. 10માંતી 6 લોકોએ જણાવ્યું કે, આ સ્ટ્રાઇક્સ તો જ યોગ્ય ગણાવી હોત જો થેરેસા મેએ બ્રિટિશ પીએમનો સપોર્ટ લીધો હતો. 
  - જો કે, પ્રજા અને સાંસદોના વિરોધ વચ્ચે પણ થેરેસા લેબર પાર્ટીના ઉમેદવાર કરતાં વધુ પોપ્યુલર રહેશે. 

   

 • રશિયા આ મિસાઇલ એરસ્ટ્રાઇકનો જવાબ મિલિટરી દ્રષ્ટીએ નહીં આપે | fears have arisen over a Russian cyber backlash that could see vital services
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને સીરિયા પર મિસાઇલ હુમલો કરી દીધો
 • રશિયા આ મિસાઇલ એરસ્ટ્રાઇકનો જવાબ મિલિટરી દ્રષ્ટીએ નહીં આપે | fears have arisen over a Russian cyber backlash that could see vital services
  મિસાઇલ એરસ્ટ્રાઇક્સના ફર્સ્ટ પોલમાં બ્રિટનની પ્રજાએ થેરેસા મેના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

More From International News

Trending