Home » International News » Latest News » International » Theft of virtual currency of 34 billion rupees in Japan

જાપાનમાં 34 અબજ રૂપિયાની વર્ચ્યુઅલ કરન્સીની ચોરી

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 05:11 AM

કંપની એનઇએમ નામની વર્ચ્યુઅલ કરન્સીમાં થયેલા નુકસાનનું આકલન કરી રહી છે

  • Theft of virtual currency of 34 billion rupees in Japan

    ટોક્યો: જાપાનના ડિજિટલ કરન્સી એક્સચેન્જ ‘કૉઇનચેક’એ જણાવ્યું કે હેકર્સે 58 અબજ યેન (અંદાજે 34 અબજ રૂપિયા)ની વર્ચ્યુઅલ કરન્સીની ચોરી કરી છે. કંપનીએ સાઇબર હુમલાની માહિતી આપતાં કહ્યું કે તે તેના ગ્રાહકોને અંદાજે 26 અબજ રૂપિયાનું રિફંડ કરશે. ‘કૉઇનચેક’એ જણાવ્યું કે ચોરી પછી અંદાજે 2 લાખ 60 હજાર ગ્રાહકોને કંપનીના ફંડમાંથી આ રિઇમ્બર્સમેન્ટ અપાશે.

    કંપની એનઇએમ નામની વર્ચ્યુઅલ કરન્સીમાં થયેલા નુકસાનનું આકલન કરી રહી છે. એનઇએમ માર્કેટ કેપિટલાઇઝેશનમાં 10મી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. કંપનીએ એક્સચેન્જમાં અનધિકૃત ઘૂસણખોરીની આશંકા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ બિટકોઇન સિવાય તમામ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ બંધ કરી દેવાયું. તેના કારણે ક્રિપ્ટોકરન્સીમાં અંદાજે 34 અબજ રૂપિયાનું નુકસાન થતાં બિટકોઇનની વેલ્યૂ વધી ગઇ. આ ચોરીની પુષ્ટિ થાય તો આ ડિજિટલ કરન્સીની સૌથી મોટી ચોરી હશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ