ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» પાકિસ્તાનની હાઈકોર્ટે કહ્યું હાફિઝ સઈદ સામાજિક કાર્ય કરે છ | The Pakistan High Court said Hafiz Saeed has done social work

  પાકિસ્તાનની હાઈકોર્ટે કહ્યું હાફિઝ સઈદ સામાજિક કાર્ય કરે છેે

  Agency, Islamabad | Last Modified - Apr 06, 2018, 09:12 AM IST

  આતંકીની અરજી પર લાહોરની હાઈકોર્ટનો આદેશ સઈદને હેરાન ન કરો
  • પાકિસ્તાનની હાઈકોર્ટે કહ્યું હાફિઝ સઈદ સામાજિક કાર્ય કરે છેે
   પાકિસ્તાનની હાઈકોર્ટે કહ્યું હાફિઝ સઈદ સામાજિક કાર્ય કરે છેે

   ઈસ્લામાબાદ: મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદ આતંકી જાહેર કરી રહી છે ત્યારે તેનાથી વિપરીત પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટ તેને સામાજિક કાર્યકર ગણાવી રહી છે અને તેણે પાકિસ્તાન સરકારને સઈદને હેરાન નહીં કરવા જણાવ્યું છે. હાફિઝ સઈદની અરજી પર સુનાવણી કરતા પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે પાકિસ્તાન સરકારને આદેશ આપ્યો છે કે સઈદને હેરાન ન કરો.

   હાઈકોર્ટે સઈદનાં સંગઠનો જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઈન્સાનિયતને કાયદાના દાયરામાં રહીને કામ કરવાની મંજૂરી તો આપી દીધી, પરંતુ તેને ‘સામાજિક કલ્યાણ સાથે જોડાયેલાં કાર્યો’ પર સરકાર તરફથી લગાવાયેલા પ્રતિબંધો રદ કર્યા નથી. હાફિઝ સઈદના વકીલ એ. કે. ડોગરની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે પાકિસ્તાન અને પંજાબ પ્રાંતની સરકારને 23 એપ્રિલ સુધીમાં જવાબ આપવા કહ્યું છે.

   આતંકી સંગઠન ‘લશ્કર-એ-તોઈબા’ના સ્થાપક સઈદે અરજીમાં કહ્યું છે કે તેણે ભારત અને અમેરિકાના દબાણ આગળ નમવાનો ઈનકાર કરી દીધો, તેથી પાકિસ્તાન સરકાર તેના પક્ષનાં સામાજિક કાર્યોમાં દખલ કરી રહી છે. તેણે એમ પણ કહ્યું છે કે કોઈ સંગઠન અથવા પક્ષને સામાજિક કાર્યો કરતા અટકાવવા બંધારણ વિરુદ્ધ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાકિસ્તાનની હાઈકોર્ટે કહ્યું હાફિઝ સઈદ સામાજિક કાર્ય કરે છ | The Pakistan High Court said Hafiz Saeed has done social work
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top