'તે સીટ ઉપર સૂઇ ગઇ અને ઝીપ ખોલી નાખી': ઉબેરના ડ્રાઇવર્સે જણાવ્યું બેકસીટમાં પેસેન્જર્સ કરે છે કેવી હરકતો!

યુવકે મને 3,000 રૂપિયા ($5) આપીને કહ્યું,, હું આ સ્ત્રી સાથે આખી રાઇડ દરમિયાન એન્જોય કરવાનો છું, તારી નજર રોડ પર રાખ!

divyabhaskar.com | Updated - Aug 07, 2018, 07:01 PM
કડક નિયમો છતાં ઉબેર ડ્રાઇવર્સ
કડક નિયમો છતાં ઉબેર ડ્રાઇવર્સ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સામાન્ય રીતે કોઇ પણ સ્થળે પહોંચવા માટે આપણે પર્સનલ વાહન કે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. જેમાં હવે ડિજિટલ રાઇડ એટલે કે, ઉબેર અને ઓલાનો પણ ઉમેરો થયો છે. તમે ક્યારેકને ક્યારેક ઉબેર કે ઓલાની સર્વિસ તો લીધી જ હશે. તેમાં બેઠેલાં જે-તે પેસેન્જર્સ નહીં પણ ડ્રાઇવર્સના અનુભવોને જાણવા માટે ડેઇલી મેલ વેબસાઇટે કેટલાંક ઉબેર ડ્રાઇવર્સ સાથે વાત કરી હતી. આ ડ્રાઇવર્સે પેસેન્જર્સ પાછળની સીટમાં બેઠાં પછી કેવી હરકતો કરે છે તે અંગેના અનુભવો શૅર કર્યા હતા. કેટલાંક ડ્રાઇવર્સે આ અંગેના અનુભવોને ફેસબુક પર પણ શૅર કર્યા છે.


એક ડ્રાઇવરે ફેસબુક પર શૅર કર્યો આ અનુભવ


- '... તો ગત રાત્રે મને આ પ્રકારે પહેલો અનુભવ થયો.' એક ઉબેર ડ્રાઇવરે પોતાના અનુભવને ફેસબુક પર શૅર કર્યો છે.
- તેણે લખ્યું કે, 'મેં શહેરના મેઇન રોડ પરથી અંદાજિત 20 વર્ષની ઉંમરના કપલને પીક કર્યા. તેઓ પાછળની સીટ પર બેઠાં. અમે રસ્તામાં આવતો એક બ્રીજ ક્રોસ કર્યો ત્યાં સુધીમાં યુવતી પેલા યુવકના ખોળામાં સુઇ ગઇ! (જો કે, તેણે સીટ બેલ્ટ પહેરીને રાખ્યો હતો) થોડીવારમાં જ તેણે પેલા યુવકના પેન્ટની ઝીપ ખોલી નાખી અને ઓરલ કરવાનું શરૂ કર્યુ.'
- 'આ કપલ જાણે સ્વતંત્ર રીતે કોઇ બેડરૂમમાં બેઠાં હોય તેવું વર્તન કરી રહ્યું હતું. મારી 30 મિનિટની આ ટ્રીપ રસપ્રદ કહેવી કે દુઃખદ મને ખબર નથી.'


નવીનકોર BMWમાં લીધી 160ની સ્પીડની મજા, ઘરે આવ્યા 4 મિત્રોના મૃતદેહો


કેટલાંક પેસેન્જર્સ ડૅશ-કેમને પણ ભૂલી જાય છે


- અન્ય એક ડ્રાઇવરે કહ્યું કે, મેં હાલમાં જ બે સ્ત્રીઓને એક એરિયામાંથી પીક કરી હતી. અચાનક જ તેમના જોરજોરથી શ્વાસ લેવાનો અને ડૂસકાં ભરવાનો અવાજ આવ્યો. આ બંનેને લાગ્યું કે, ડ્રાઇવર અમારાં અવાજને સાંભળી નહીં શકતો હોય.
- વધુ એક ડ્રાઇવરે કહ્યું કે, કેટલાંક પેસેન્જર્સ એ પણ ભૂલી જાય છે કે, કારમાં ડૅશ-કેમ (ડૅશબોર્ડ પર લગાવેલો કેમેરા) લગાવેલા હોય છે.
- ઉબેરમાં 'નો-સેક્સ' નિયમને કડક રીતે નિર્દેશ કરવામાં આવ્યો છે. તેઓની વેબસાઇટ ગાઇડ-લાઇન અનુસાર, ડ્રાઇવર્સ કે તમારી સાથે બેઠેલાં વ્યક્તિ સાથે તમે કોઇ પ્રકારના શારિરીક ચેષ્ટાં કે સંબંધો નહીં બાંધી શકો.
- આટલાં કડક નિયમો છતાં ઉબેર ડ્રાઇવર્સ આંખ બંધ કરીને અને કેટલાંક કેસોમાં તો લાંચ લઇને પણ આ પ્રકારની હરકતો થવા દે છે.


UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; 'પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત'


લાંચ આપીને કહ્યું, રોડ પર નજર રાખ


- એક ડ્રાઇવરે વેબસાઇટ સાથે વાત કરતાં જણાવ્યું કે, મેં આધેડ વયની સ્ત્રી અને યુવાનને મારી કારમાં બેસાડ્યા હતા. તેઓએ રાઇડ શરૂ થઇ તે સમયથી જ શારિરીક સંબંધ બાંધવાની શરૂઆત કરી દીધી હતી.
- એવું લાગી રહ્યું હતું કે, આ સ્ત્રી પેલા યુવાનની બોસ હતી અને તે પરણિત પણ હતી. થોડીવાર બાદ મારાં ખભા પર યુવકે હાથ મુક્યો અને મને 50 ડોલર (3,400 રૂપિયા) આપીને કહ્યું કે, હું આ સ્ત્રી સાથે આખી રાઇડ દરમિયાન એન્જોય કરવાનો છું. તને રાઇડ પૂરી થાય ત્યારે વધુ 50 ડોલર મળી જશે.
- અન્ય એક ડ્રાઇવરે કહ્યું કે, એક મોડી રાત્રે મેં કપલને પીક કર્યા હતા. થોડી મિનિટ બાદ પેલા યુવકે મને બિલ ઉપરાંતના 50 ડોલર આપીને કહ્યું કે, 'તારી નજર રોડ ઉપર જ રાખજે!' ત્યારબાદ તેઓએ આખી રાઇડ દરમિયાન શારિરીક સંબંધો બાંધ્યા.

X
કડક નિયમો છતાં ઉબેર ડ્રાઇવર્સ કડક નિયમો છતાં ઉબેર ડ્રાઇવર્સ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App