ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» The color of the Eiffel Tower will change for the 19th time in 129 years

  129 વર્ષમાં 19મી વાર એફિલ ટાવરનો રંગ બદલાશે, ખર્ચ 2500 કરોડ

  Agency, Paris | Last Modified - Mar 23, 2018, 12:59 AM IST

  ઓક્ટોબરમાં પેરિસના એફિલ ટાવરને રંગવાનું કામ શરૂ થશે, આ વખતે લાલ રંગથી ટાવરને રંગવાની યોજના છે
  • 1889માં ટાવરના નિર્માણ સમયનો એક માત્ર કલર ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   1889માં ટાવરના નિર્માણ સમયનો એક માત્ર કલર ફોટો

   પેરિસ: પેરિસના એફિલ ટાવરનાં 129 વર્ષના ઇતિહાસમાં 19મી વખત તેનો રંગ બદલવામાં આવશે. ટાવરની ચમક થોડી ઝાંખી પડી ગઈ છે એટલા માટે તેને સંપૂર્ણપણે પેઈન્ટ કરાશે. કામ ઓક્ટોબરમાં શરૂ થશે પણ તૈયારી અત્યારથી શરૂ કરી દેવાઈ છે. પેરિસ શહેરના તંત્ર અને ફ્રાન્સ સરકારે ટાવરને લાલ રંગથી રંગવાની યોજના બનાવી છે. 1889માં જ્યારે એફિલ ટાવર બન્યો હતો તો તેનો રંગ લાલ રખાયો હતો. હવે તે ઇતિહાસનું ફરી પુનરાવર્તન કરવા માટે તેને ફરીથી લાલ રંગથી રંગવામાં આવશે. હાલ એફિલ ટાવરનો રંગ આછો ભૂરો છે.

   તંત્રએ પણ તર્ક આપ્યો છે કે એફિલ ટાવરમાં હવે અનેક જગ્યાએ કાટ લાગી રહ્યો છે. કાટ ટાવરની સુંદરતા પર દાગ લગાવે છે. હવે કાટ હટાવવા માટે દર વર્ષે આટલા મોટા ટાવરનું રંગકામ કરવું મુશ્કેલ છે એટલા માટે સારું રહેશે કે તેને લાલ રંગથી રંગી નાખવામાં આવે. જેનાથી હળવા કાટના નિશાન દેખાય જ નહીં. લાલ રંગથી રંગવાના પ્રસ્તાવ પર અંતિમ મહોર લાગવાની બાકી છે. પરંતુ એફિલ ટાવરને રંગવાનું બજેટ નક્કી થઈ ગયું છે. 2.4 હજાર કરોડનો ખર્ચ થશે.

   18 વાર ટાવરના રંગમાં નાના મોટા પરિવર્તન કરાયા છે

   વર્ષ એફિલનો રંગ
   1889 લાલ રંગ
   1899 હળવો પીળો રંગ
   1907 પીળા અને ભૂરારંગનું મિશ્રણ
   1954 લાલ અને ભૂરારંગનું મિશ્રણ
   1968 ભૂરો રંગ

   આગળ વાંચો: 60000 કિલો રંગથી ત્રણ વર્ષમાં રંગ કામ કરાશે

  • છેલ્લાં કેટલાંક વર્ષોથી એફિલ ટાવર આવો દેખાય છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લાં કેટલાંક વર્ષોથી એફિલ ટાવર આવો દેખાય છે

   પેરિસ: પેરિસના એફિલ ટાવરનાં 129 વર્ષના ઇતિહાસમાં 19મી વખત તેનો રંગ બદલવામાં આવશે. ટાવરની ચમક થોડી ઝાંખી પડી ગઈ છે એટલા માટે તેને સંપૂર્ણપણે પેઈન્ટ કરાશે. કામ ઓક્ટોબરમાં શરૂ થશે પણ તૈયારી અત્યારથી શરૂ કરી દેવાઈ છે. પેરિસ શહેરના તંત્ર અને ફ્રાન્સ સરકારે ટાવરને લાલ રંગથી રંગવાની યોજના બનાવી છે. 1889માં જ્યારે એફિલ ટાવર બન્યો હતો તો તેનો રંગ લાલ રખાયો હતો. હવે તે ઇતિહાસનું ફરી પુનરાવર્તન કરવા માટે તેને ફરીથી લાલ રંગથી રંગવામાં આવશે. હાલ એફિલ ટાવરનો રંગ આછો ભૂરો છે.

   તંત્રએ પણ તર્ક આપ્યો છે કે એફિલ ટાવરમાં હવે અનેક જગ્યાએ કાટ લાગી રહ્યો છે. કાટ ટાવરની સુંદરતા પર દાગ લગાવે છે. હવે કાટ હટાવવા માટે દર વર્ષે આટલા મોટા ટાવરનું રંગકામ કરવું મુશ્કેલ છે એટલા માટે સારું રહેશે કે તેને લાલ રંગથી રંગી નાખવામાં આવે. જેનાથી હળવા કાટના નિશાન દેખાય જ નહીં. લાલ રંગથી રંગવાના પ્રસ્તાવ પર અંતિમ મહોર લાગવાની બાકી છે. પરંતુ એફિલ ટાવરને રંગવાનું બજેટ નક્કી થઈ ગયું છે. 2.4 હજાર કરોડનો ખર્ચ થશે.

   18 વાર ટાવરના રંગમાં નાના મોટા પરિવર્તન કરાયા છે

   વર્ષ એફિલનો રંગ
   1889 લાલ રંગ
   1899 હળવો પીળો રંગ
   1907 પીળા અને ભૂરારંગનું મિશ્રણ
   1954 લાલ અને ભૂરારંગનું મિશ્રણ
   1968 ભૂરો રંગ

   આગળ વાંચો: 60000 કિલો રંગથી ત્રણ વર્ષમાં રંગ કામ કરાશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The color of the Eiffel Tower will change for the 19th time in 129 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top