થાઇલેન્ડઃ ગુફામાંથી બહાર આવેલા બાળકોએ કેમેરા સામે જોઇ કર્યો જીતનો ઇશારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાંથી 17 દિવસ બાદ બહાર આવેલી ફૂટબોલ ટીમના સુપર 13નો પહેલો વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ હોસ્પિટલ સ્ટાફ સાથે વાત કરતાં અને જીતનો ઇશારો કરતાં જોવા મળ્યા. બુધવારે ડોક્ટરોએ કહ્યું કે, ભોજનની ઉણપના કારણે બાળકોનું વજન 2 કિલોગ્રામ સુધી ઘટી ગયું છે. તમામને હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. થાઇ નેવી સીલના ભૂતપૂર્વ ઓફિસરે જણાવ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન જૂનિયર ફૂટબોલરોએ સ્ટ્રેચર પર સૂતા સૂતા ગુફા પાર કરી. તેમાં મોટાંભાગના બાળકો ઉંઘમાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેસ્ક્યૂ ઓપરેશન પહેલાં બાળકોને કેટામાઇન નામની ઘેનની દવા આપવામાં આવી હતી. 

 

સ્ટ્રેચરની મદદથી લાવવામાં આવ્યા બહાર 


- ભૂતપૂર્વ કમાન્ડર ચેયનન્તા પીરાંગોન્ગના જણાવ્યા અનુસાર, બાળકોને બહાર લાવવા માટે સ્ટ્રેચરનો ઉપયોગ થયો હતો. બહાર આવીને ગુફાની ચેમ્બરમાં ગોઠવાયેલા ડોક્ટરોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી. 
- ઓપરેશનના પ્રમુખ નારોંગસક ઓસોટનકોર્ને કહ્યું કે, ખેલાડીઓને સ્વિમિંગ આવડતું નહતું. નેવીના ભૂતપૂર્વ ઓફિસરનું ડૂબી જવાથી મોત બાદ જોખમ ઉઠાવવું સરળ નહતું. 
- વિશ્વના 13 જાણીતા ડાઇવર્સે આ રેસ્ક્યૂને પાર પાડ્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાના રિચર્ડ હેરી હેરિસ પણ સામેલ હતા. તેઓ ડાઇવરની સાથે સાથે એનેસ્થેટિસ્ટ પણ છે. 


થાઈલેન્ડ: ગુફામાં ફસાયેલા બાળકોને બચાવનાર ડોકટરે પિતા ગુમાવ્યા


થાઇ ટીમે ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો 


- આ મિશનને સફળ બનાવનાર થાઇ નેવી સિલે પોતાના ફેસબુક પેજ પર રેસ્ક્યૂ મિશનનો નવો વીડિયો જાહેર કર્યો છે. 
- નેવી ઓફિસરોએ બાળકોને બહાર કાઢતા પહેલાં ઘેનની દવા આપી હતી, વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, બાળકો સૂઇ રહ્યા હતા અથવા બેભાન અવસ્થામાં હતા. 
- જો કે, થાઇલેન્ડ પીએમએ આ વાતથી ઇન્કાર કર્યો હતો કે, બાળકોને ઘેનની દવા આપાવમાં આવી હતી. જો કે, તેઓએ એ સ્વીકાર કર્યો હતો કે, બાળકોને એવી દવા આપવામાં આવી હતી જે સામાન્ય રીતે સૈનિકોને આપવામાં આવે છે. આનાથી ડર ઓછો થાય છે. 

 

થાઇલેન્ડઃ રેસ્ક્યૂ ઓપરેશનનો અંત, 12 બાળકો અને કોચ સુરક્ષિત બહાર


દવાના ભારે ડોઝ છતાં બાળકો હતા સ્વસ્થ 


- હોસ્પિટલ યુનિટમાં 'વાઇલ્ડ બોઅર્સ' જૂનિયર ફૂટબોલ ટીમના 12 બાળકો કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. 
- રેસ્ક્યૂ ઓપરેશન પહેલાં તેઓને ઘેનની દવાના ભારે ડોઝ આપવા છતાં તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર છે. 
- સૂત્રોના જણાવ્યા અનુસાર, રેસ્ક્યૂ ટીમને સૌથી મોટી ચિંતા હતી કે બહાર લાવતા સમયે બાળકો ડરી ના જાય. જો ડરીને બાળક કોઇ હરકત કરે તો તેના માટે જીવલેણ સાબિત થઇ શકે તેમ હતું. 
- તેથી જ તેઓને રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કેટામાઇન ડ્રગ્સ (એક પ્રકારની ઘેનની દવા) આપવામાં આવ્યું હતું. જેથી બહાર આવતા સમયે તેઓ પુરતાં ઘેનમાં રહે અને ટીમ તેઓને સરળતાથી બહાર લાવી શકે. 


મંગળવારે અચાનક પાણીનું સ્તર વધી ગયું 


- રેસ્ક્યૂ ઓપરેશનની બહાર આવેલી વિગત અનુસાર મંગળવારે રેસ્ક્યૂ મિશનના અંતિમ ચરણમાં બાળકોને બચાવ્યા બાદ લગભગ 20 લોકોની ડાઇવર્સ ટીમ અચાનક જ મોટર પંપ ફેલ થઇ જતા મુશ્કેલીમાં આવી ગઇ હતી. 
- ડાઇવર્સ ટીમ જ્યાં મોજૂદ હતી ત્યાં પાણી અચાનક વધી ગયું હતું. જો કે, તમામ લોકો સુરક્ષિત બહાર આવવામાં સફળ રહ્યા હતા. 
- ઉલ્લેખનીય છે કે, બાળકોને સુરક્ષિત બહાર લાવવાના અભિયાનમાં થાઇલેન્ડની વાયુસેના અને નૌકાદળ ઉપરાંત બ્રિટન, ચીન, મ્યાનમાર, લાઓસ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સહિત અનેક દેશોના નિષ્ણાતો હાજર હતા. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, રેસ્ક્યૂ ઓપરેશન બાદ બાળકોના સ્વાસ્થ્યની સ્થિતિ અને ડોક્ટરોએ શું કહ્યું...

અન્ય સમાચારો પણ છે...