ડિવોર્સ / શર્ટલેસ સેલ્ફી, પ્રાઇવેટ પાર્ટ્સની તસવીરો: એમેઝોન CEOના ડિવોર્સનું કારણ ગણાતી TV એન્કર કોણ છે?

divyabhaskar.com

Jan 12, 2019, 11:27 AM IST
જેફ બેજોસ, ટીવી એન્કર લોરેન સેનચેઝ સાથે (ફાઇલ)
જેફ બેજોસ, ટીવી એન્કર લોરેન સેનચેઝ સાથે (ફાઇલ)
લોરેન હોલિવૂડ ટેલેન્ટ પેટ્રિક વાઇટસેલની પત્ની છે.
લોરેન હોલિવૂડ ટેલેન્ટ પેટ્રિક વાઇટસેલની પત્ની છે.
જેફ બેજોસઅને મેકેન્જી બેજોસ (ફાઇલ)
જેફ બેજોસઅને મેકેન્જી બેજોસ (ફાઇલ)
બેજોસે લોરેનને મોકલાવેલા SMS
બેજોસે લોરેનને મોકલાવેલા SMS
X
જેફ બેજોસ, ટીવી એન્કર લોરેન સેનચેઝ સાથે (ફાઇલ)જેફ બેજોસ, ટીવી એન્કર લોરેન સેનચેઝ સાથે (ફાઇલ)
લોરેન હોલિવૂડ ટેલેન્ટ પેટ્રિક વાઇટસેલની પત્ની છે.લોરેન હોલિવૂડ ટેલેન્ટ પેટ્રિક વાઇટસેલની પત્ની છે.
જેફ બેજોસઅને મેકેન્જી બેજોસ (ફાઇલ)જેફ બેજોસઅને મેકેન્જી બેજોસ (ફાઇલ)
બેજોસે લોરેનને મોકલાવેલા SMSબેજોસે લોરેનને મોકલાવેલા SMS

  • નેશનલ ઇન્કવાયર અનુસાર, બેજોસે મોકલાવેલી તસવીરો અમુક હદે અશ્લીલ હોવાના કારણે પ્રકાશિત પણ કરી શકાય તેવી નથી 
  • વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેજોસ (55) અને તેની પત્ની મેકેન્જી બેજોસ (48) ડિવોર્સની જાહેરાત કરી હતી.
  • બેજોસ અને લોરેન વચ્ચે આઠ મહિનાથી અફેર હોવાનું સામે આવી રહ્યું છે. 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ એમેઝોનના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેજોસ (55) અને તેની પત્ની મેકેન્જી બેજોસ (48) ડિવોર્સની જાહેરાત કરી ચૂક્યા છે. એક અંદાજ મુજબ સંપત્તિની વહેચણી બાદ મેકેન્જી વિશ્વની સૌથી અમીર મહિલા બની શકે છે. સમાચારોનું માનીએ તો એમેઝોનના સંસ્થાપક બેજોસ ભૂતપૂર્વ ટીવી એન્કર લૉરેન સેનચેઝની સાથે રિલેશનશિપમાં છે. આ જ ડિવોર્સનું કારણ માનવામાં આવે છે.

ગર્લફ્રેન્ડને મોકલાવી અશ્લીલ તસવીરો અને મેસેજ

કોણ છે લૉરેન સેનચેઝ?
1. લોરેન હોલિવૂડ ટેલેન્ટ પેટ્રિક વાઇટસેલની પત્ની છે. પેટ્રિક વાઇટસેલ જેફ બેજોસ સારાં મિત્રો માનવામાં આવે છે. લૉરેન ટીવી પ્રેઝન્ટેટરની સાથે હેલિકોપ્ટર પાઇલટ પણ છે. 
2.લોરેનના પતિ સાથે સંબંધોનો અંત આવી ગયો છે. નેશનલ ઇક્વાયર્ર અનુસાર, જેફ સેનચેઝને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા એક એસએમએસ પણ કર્યો હતો. જેફ બેજોસના ચાર બાળકો છે. 
3.પૂર્વ ટીવી એન્કર લોરેન સેનચેઝે હોલિવૂડની ધ લોન્ગ યાર્ડ, ધ ડે આફ્ટર ટૂમોરો, ફાઇટ ક્લબમાં ભૂમિકાઓ નિભાવી છે. હોલિવૂડ ટેલેન્ટ એજન્ટ પેટ્રિક વાઇટસેલ સાથે તેના 2005માં લગ્ન થયા હતા અને તેઓના બે બાળકો છે. 
4.ગત વર્ષે સપ્ટેમ્બરમાં જેફ અને સેનચેઝને મિઆમીમાં સાથે જોવામાં આવ્યા હતા. 
શર્ટલેસ સેલ્ફી અને પ્રાઇવેટ પાર્ટની તસવીરો મોકલી
5.એક વેબસાઇટ અનુસાર, જેફ બેજોસે ગત એપ્રિલ મહિનામાં લોરેનને SMS મોકલાવ્યા હતા. 
6.તેણે પૂર્વ એક્સ્ટા અને ફોક્સ હોસ્ટને  'I love you alive girl... I will show you with my body' લખીને મેસેજ મોકલાવ્યો હતો. 
7.અન્ય એક મેસેજમાં - 'We don't have to worry about the parachute opening because we are jumping together. 'We are sharing the parachute and it will land safely. We have chosen each other.' લખ્યું હતું.
8.નેશનલ ઇન્ક્વાયરે દાવો કર્યો છે કે, બેજોસે લોરેનને તેના પ્રાઇવેટ પાર્ટ સહિતની કેટલીક તસવીરો મોકલાવી હતી. એક તસવીરમાં બેજોસ અરીસા આગળ માત્ર ટોવેલમાં ઉભો હોય તેવી શર્ટલેસ સેલ્ફી પણ લોરેનને મોકલાવી છે. બેજોસે મોકલાવેલી તસવીરો અમુક હદે અશ્લીલ હોવાના કારણે પ્રકાશિત પણ કરી શકાય તેવી નથી.
9.સૂત્રોના જણાવ્યા અનુસાર, જે સમયગાળામાં બેજોસ અને લોરેન વચ્ચે આ વાતચીત થઇ તે સમયે લોરેન તેના પતિથી અલગ થઇ નહતી. 
10.બેજોસ અને લોરેન બેવર્લી હિલ્સ હોટેલ, તેઓના પોતાના મેન્શન અને ગલ્ફ સ્ટ્રીમ જેટમાં પણ મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 
11.બેજોસે તેના ડિવોર્સની જાહેરાતના એક દિવસ બાદ એટલે કે, ગુરૂવારે લોરેનને એસએમએસ મોકલાવ્યો હતો. 
એકબીજાંના ઘરે સંબંધો બાંધ્યા હોવાનો દાવો
12.બેજોસ અને લોરેન વચ્ચે આઠ મહિનાથી અફેર હોવાનું સામે આવી રહ્યું છે. નેશનલ ઇન્ક્વાયરની માહિતી અનુસાર, આ બંને ઘણીવાર પ્રાઇવેટ જેટમાં પણ સંબંધો બાંધ્યા હોવાની આશંકા છે. આ ઉપરાંત તેઓ અવાર-નવાર ડિનર પર અને એકબીજાંના મેન્શનમાં પણ સાથે રહેતા હતા. 
13.એકબીજાંના મેન્શન ઉપરાંત બેજોસે બેવર્લી હિલ્સમાં એક પ્રાઇવેટ બંગલો પણ પણ ભાડે રાખ્યો હોવાનું સામે આવ્યું છે. 
14.ઇન્કવાયર અનુસાર, બેજોસે બુધવારે જ તેના ડિવોર્સની જાહેરાત કરી કારણ કે, તેને ખ્યાલ હતો કે, તેના અને સેનચેઝના અફેરનો ભાંડો ગમે ત્યારે ફૂટી શકે છે. 
પત્નીથી અલગ થયા સંપત્તિ અડધી થશે
15.બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર, વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેજોસની નેટવર્થ 112 બિલિયન ડોલર (અંદાજિત 7 લાખ 84 હજાર કરોડ રૂપિયા) છે. તેઓ વોશિંગ્ટન પોસ્ટ ન્યૂઝપેપરના પ્રોપરાઇટર પણ છે. 
16.પત્નીથી અલગ થયા બાદ જેફની સંપત્તિની વહેંચણીની વાત થઇ રહી છે. આ હિસાબે મેકેન્જીને 56 બિલિયન ડોલર (અંદાજિત ત્રણ લાખ 92 હજાર કરોડ રૂપિયા) મળી શકે છે. આ રકમ મળ્યા બાદ તે વિશ્વની સૌથી ધનવાન મહિલા એલાઇસ વોલ્ટનને પાછળ છોડી દેશે. 
17.જેફની સંપત્તિ અડધી થયા બાદ બિલ ગેટ્સ ફરીથી 92.5 બિલિયન ડોલરની સાથે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની જશે. જેફે ઓક્ટોબર 2017માં તેઓની પાસેથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ હોવાનો તાજ છીનવ્યો હતો. 
18.વોલમાર્ટના ઉત્તરાધિકારી વોલ્ટનની નેટવર્થ 3.22 લાખ કરોડ રૂપિયા (4600 કરોડ ડોલર) છે. સાથે જ તમને જણાવી દઇએ કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 40.1 બિલિયન ડોલર જ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી