ટીમ નોવો નોરડિસ્ક, દુનિયાની પહેલી ઓલ ડાયાબિટીસ પ્રો સાઈક્લિંગ ટીમ, દર વર્ષે 500થી વધુ રેસમાં ભાગ લે છે

ટીમ નોવોમાં 20 દેશોના 100થી વધુ ખેલાડી, તેમાં ટ્રાયેથ્લિટ અને રનર્સનો પણ સમાવેશ

DivyaBhaskar.com | Updated - Sep 17, 2018, 03:14 AM
ટીમનો આશય દુનિયાને એ જણાવાવનો છે કે ડાયાબિટીક વ્યક્તિ સામાન્ય માણસની જેમ બધું જ કરી શકે છે.
ટીમનો આશય દુનિયાને એ જણાવાવનો છે કે ડાયાબિટીક વ્યક્તિ સામાન્ય માણસની જેમ બધું જ કરી શકે છે.

ન્યૂયોર્કઃ ટીમ નોવો નોરડિસ્ક, તે અમેરિકાની ઓલ-ડાયાબિટીસ પ્રોફેશનલ સાઈક્લિંગટીમ છે. આ ટીમના બધા ખેલાડીઓને ટાઈપ-1 ડાયાબિટીસ છે. ટીમના સ્ટાફને પણ ડાયાબિટીસ છે. આ દુનિયાની પહેલી ઓલ-ડાયાબિટીસ પ્રોફેશનલ સાઈક્લિંગટીમ છે. આ સિવાય, તેની ટ્રાયેથલીટ અને રનર્સની પણ ટીમ છે.

આ ટીમમાં 20 દેશોના 100થી વધુ ખેલાડી છે. ટીમ નોવો નોરડિસ્કે શનિવારે ખતમ થયેલી ટૂર ઓફ ચીન સાઈક્લિંગરેસમાં ભાગ લીધો. ટીમ દર વર્ષે 500થી વધુ રેસમાં ભાગ લીધો છે. નોવો નોરડિસ્ક ટીમ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ટૂર ડી ફ્રાન્સ રેસમાં પણ ભાગ લઈ ચૂકી છે. આ ટીમનો આશય દુનિયામાં ડાયાબિટીસ અંગે લોકોને પ્રેરિત, શિક્ષિત અને સક્ષમ બનાવે છે. ટીમના ખેલાડીઓ સિવાય સીઈઓ અને સ્ટાફના બધા સભ્યોને પણ ડાયાબિટીઝ છે

બ્લડ શુગર ચેક કરવા માટે રાઈડર હંમેશાં ગ્લૂકોઝ મોનિટર પહેરી રાખે છે

મેડિકલ ટીમના જસ્ટિન બોડે લિયોંસ કહે છે - રાઈડર્સની એક્સરસાઈઝ, ભોજન અને ઈન્સ્યુલિન વચ્ચે સંતુલન બનાવવું મુશ્કેલ છે. મેં ખેલાડીઓને ડાયાબિટીસનું સેલ્ફ-મેનેજમેન્ટ શિક્ષણ આપ્યું છે. તેમને જાતે જ બ્લડ ગ્લૂકોઝ મોનિટર કરવા કહું છું. સેલ્ફ મોનિટરિંગથી બ્લડ શુગર વધુ કંટ્રોલમાં રહે છે. બધા રાઈડર હંમેશા ગ્લૂકોઝ મોનિટર પહેરી રાખે છે.


2006માં 8 સાઈક્લિસ્ટે 3 હજાર માઈલની રેસ એક્રોસમાં ભાગ લીધો

સાઈક્લિસ્ટ અને સીઈઓ હાલ સધરલેન્ડ કહે છે,‘મેં 2006માં એવી ટીમ બનાવવાનો નિર્ણય કર્યો હતો, જે ડાયાબિટીસ અંગે દુનિયાને શિક્ષિત કરે. અમે 8 ડાયાબિટિક સાઈક્લિસ્ટ જોડ્યા. તેમણે 2006માં સૌથી મુશ્કેલ 3 હજાર માઈલની રેસ એક્રોસ અમેરિકામાં ભાગ લીધો. 2008માં ટીમ પ્રોફેશનલ થઈ ગઈ. ટીમ બે વખત તેમાં ચેમ્પિયન પણ બની.


ભારત ડાયાબિટીસ કેપિટલઃ

દેશમાં 7 કરોડને ડાયાબિટીસ, દર વર્ષે 10 લાખ મરે પણ છે

ભારતને ડાયાબિટીસ કેપિટલ કહેવાય છે. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ દુનિયામાં 42.2 કરોડ લોકો ડાયાબિટીસના શિકાર છે. ભારતમાં 7.2 કરોડ લોકો ડાયાબિટીસના શિકાર છે. આ ભારતની 7.1 ટકા વયસ્ક વસતીથી પણ વધુ છે. ભારતમાં દર વર્ષે 10 લાખ લોકોના મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે. ઈન્ડિયન હાર્ટ એસોસિએશનના રિપોર્ટ મુજબ, 2025 સુધી 13.4 કરોડ લોકો તેના ભોગ બની જશે.


ટાઈપ ઓફ ડાયાબિટીસ

-ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીર ઈન્સ્યુલિન બનાવી નથી શકતું. ઈન્સ્યુલિન બ્લડ શુગરને નિયંત્રિત કરતું હોર્મોન છે.
-ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પર્યાપ્ત ઈન્સ્યુલિન નથી બનાવી શકતું અથવા બનનારું ઈન્સ્યુલિન બરાબર કામ નથી કરી શકતું.
-જેસ્ટેશનલ ડાયાબિટીસ આ માત્ર ગર્ભાવસ્થા દરમિયાન થાય છે. બાળકને જન્મ આપ્યા બાદ તે ખતમ થઈ શકે છે.

X
ટીમનો આશય દુનિયાને એ જણાવાવનો છે કે ડાયાબિટીક વ્યક્તિ સામાન્ય માણસની જેમ બધું જ કરી શકે છે.ટીમનો આશય દુનિયાને એ જણાવાવનો છે કે ડાયાબિટીક વ્યક્તિ સામાન્ય માણસની જેમ બધું જ કરી શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App