ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» સીરિયાએ યુએસ પર લગાવ્યો મિસાઇલ્સ છોડવાનો આરોપ | Syria accused US for missile attack but US denies

    USએ કેમિકલ હુમલાના 2 દિવસ પછી મિસાઇલ્સ છોડી: સીરિયાનો આરોપ

    divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 04:30 PM IST

    સીરિયાએ દાવો કર્યો છે કે અમેરિકાએ તેના એરબેઝ પર સોમવારે સવારે 8 મિસાઇલ્સ છોડી
    • આ પહેલા અસદ સરકાર પર આરોપ લાગ્યો હતો કે તેણે સીરિયાના ઘોઉટામાં પણ રાસાયણિક હથિયારનો ઉપયોગ કર્યો છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ પહેલા અસદ સરકાર પર આરોપ લાગ્યો હતો કે તેણે સીરિયાના ઘોઉટામાં પણ રાસાયણિક હથિયારનો ઉપયોગ કર્યો છે. (ફાઇલ)

      દમિશ્ક: સીરિયાએ દાવો કર્યો છે કે અમેરિકાએ તેના એરબેઝ પર સોમવારે સવારે 8 મિસાઇલ્સ છોડી. હુમલાઓમાં ઓછામાં ઓછા 14 ઇરાની સૈનિકોના મોતની ખબર છે. અમેરિકાએ આ આરોપોનો ઇનકાર કર્યો છે. તેને શનિવારે અહીંયા કરવામાં આવેલા કેમિકલ હુમલા પછીની કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ હુમલામાં 80 લોકોના મોત થયા હતા. અમેરિકાએ કહ્યું હતું કે આ માટે રશિયા અને ઇરાન જવાબદાર છે. તેઓ આનો બદલો લેશે.


      હુમલાવાળી જગ્યાએ રશિયન સૈનિકો પણ હાજર

      - ન્યુઝ એદન્સીએ સીરિયાના સરકારી ટેલિવિઝનને હવાલાથી જણાવ્યું કે સોમવારે વહેલી સવારે હોમ્શ શહેરના ટર્મિનલ 4 એરફિલ્ડમાં જોરદાર ધમાકાઓ સંભળાયા.

      - ટેલિવિઝને સીરિયાના એક સૈન્ય સૂત્રના હવાલાથી કહ્યું કે એરબેઝ પર 8 મિસાઇલ્સ છોડવામાં આવી છે. હુમલાવાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં રશિયન સૈનિકો પણ હાજર રહ્યા.

      ઘણા લોકોની મોતનો દાવો

      - બ્રિટન સ્થિત સીરિયન સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સનો દાવો છે કે હુમલામાં 14 ઇરાની સૈનિકો માર્યા ગયા છે.

      - જોકે, કેટલાક સમાચારોમાં વધુ લોકો મરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

      અમેરિકાએ હુમલાથી કર્યો ઇનકાર

      - અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોને કહ્યું કે સીરિયામાં હવાઇ હુમલામાં તેનો કોઇ હાથ નથી.

      શનિવારે ઝેરીલા ગેસવાળો બોમ્બ ફેંક્યો હતો

      - સીરિયાના વિપક્ષના સમર્થક ગોતા મીડિયા સેન્ટરે કહ્યું હતું કે શનિવારે ડોમ શહેરમાં હેલિકોપ્ટરમાંથી ઝેરીલો ગેસ ભરેલો બેરલ બોમ્બ ફેંકવામાં આવ્યો. હુમલામાં 75થી વધુ લોકોના શ્વાસ રૂંધાઇ ગયા, હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ છે.

      - હુમલા વિશે સીરિયા સરકાર અને રશિયાનું કહેવું છે કે કેમિકલ હુમલાના સમાચાર ખોટા છે.

    • સીરિયામાં કામ કરતી હ્યુમન રાઇટ્સ એજન્સીએ હુમલાથી પીડિત બાળકોનો ફોટો પણ જાહેર કર્યો છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સીરિયામાં કામ કરતી હ્યુમન રાઇટ્સ એજન્સીએ હુમલાથી પીડિત બાળકોનો ફોટો પણ જાહેર કર્યો છે.

      દમિશ્ક: સીરિયાએ દાવો કર્યો છે કે અમેરિકાએ તેના એરબેઝ પર સોમવારે સવારે 8 મિસાઇલ્સ છોડી. હુમલાઓમાં ઓછામાં ઓછા 14 ઇરાની સૈનિકોના મોતની ખબર છે. અમેરિકાએ આ આરોપોનો ઇનકાર કર્યો છે. તેને શનિવારે અહીંયા કરવામાં આવેલા કેમિકલ હુમલા પછીની કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ હુમલામાં 80 લોકોના મોત થયા હતા. અમેરિકાએ કહ્યું હતું કે આ માટે રશિયા અને ઇરાન જવાબદાર છે. તેઓ આનો બદલો લેશે.


      હુમલાવાળી જગ્યાએ રશિયન સૈનિકો પણ હાજર

      - ન્યુઝ એદન્સીએ સીરિયાના સરકારી ટેલિવિઝનને હવાલાથી જણાવ્યું કે સોમવારે વહેલી સવારે હોમ્શ શહેરના ટર્મિનલ 4 એરફિલ્ડમાં જોરદાર ધમાકાઓ સંભળાયા.

      - ટેલિવિઝને સીરિયાના એક સૈન્ય સૂત્રના હવાલાથી કહ્યું કે એરબેઝ પર 8 મિસાઇલ્સ છોડવામાં આવી છે. હુમલાવાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં રશિયન સૈનિકો પણ હાજર રહ્યા.

      ઘણા લોકોની મોતનો દાવો

      - બ્રિટન સ્થિત સીરિયન સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સનો દાવો છે કે હુમલામાં 14 ઇરાની સૈનિકો માર્યા ગયા છે.

      - જોકે, કેટલાક સમાચારોમાં વધુ લોકો મરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

      અમેરિકાએ હુમલાથી કર્યો ઇનકાર

      - અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોને કહ્યું કે સીરિયામાં હવાઇ હુમલામાં તેનો કોઇ હાથ નથી.

      શનિવારે ઝેરીલા ગેસવાળો બોમ્બ ફેંક્યો હતો

      - સીરિયાના વિપક્ષના સમર્થક ગોતા મીડિયા સેન્ટરે કહ્યું હતું કે શનિવારે ડોમ શહેરમાં હેલિકોપ્ટરમાંથી ઝેરીલો ગેસ ભરેલો બેરલ બોમ્બ ફેંકવામાં આવ્યો. હુમલામાં 75થી વધુ લોકોના શ્વાસ રૂંધાઇ ગયા, હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ છે.

      - હુમલા વિશે સીરિયા સરકાર અને રશિયાનું કહેવું છે કે કેમિકલ હુમલાના સમાચાર ખોટા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સીરિયાએ યુએસ પર લગાવ્યો મિસાઇલ્સ છોડવાનો આરોપ | Syria accused US for missile attack but US denies
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top