ઓસ્ટ્રેલિયા / મેલબોર્નમાં ભારત સહિત 10 દેશોની એમ્બેસીમાં સંદિગ્ધ પેકેટ મળ્યા, ઇમરજન્સી સર્વિસ ઘટનાસ્થળે

એમ્બેસીમાં દાખલ થનારા ઇમરજન્સી વર્કર્સે ખાસ પ્રકારના કેમિકલ સૂટ પહેર્યા હતા
એમ્બેસીમાં દાખલ થનારા ઇમરજન્સી વર્કર્સે ખાસ પ્રકારના કેમિકલ સૂટ પહેર્યા હતા
X
એમ્બેસીમાં દાખલ થનારા ઇમરજન્સી વર્કર્સે ખાસ પ્રકારના કેમિકલ સૂટ પહેર્યા હતાએમ્બેસીમાં દાખલ થનારા ઇમરજન્સી વર્કર્સે ખાસ પ્રકારના કેમિકલ સૂટ પહેર્યા હતા

  • મેલબોર્નમાં ભારતીય એમ્બેસીમાં મળેલા સંદિગ્ધ પેકેટની તપાસ શરૂ
  • ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ પણ એમ્બેસીની બહાર પહોંચી ગઇ છે 
  • અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં 10 એમ્બેસીમાં આવા સંદિગ્ધ પેકેટ્સ મળ્યા છે 
  • 2 દિવસ પહેલાં સિડની સ્થિત આર્જેન્ટિના કોન્સ્યુલેટમાં સંદિગ્ધ પાઉડર મળ્યો હતો. 

divyabhaskar.com

Jan 09, 2019, 03:35 PM IST
મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા): ભારત સહિત 10 દેશોના કોન્સ્યુલેટમાં બુધવારે સંદિગ્ધ પેકેટ મળવાથી ખળભળાટ મચી ગયો હતો. જેના કારણે ઓફિસરોએ ઇમરજન્સી સર્વિસ બોલાવવી પડી. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયન એડમિનિસ્ટ્રેશન સંદિગ્ધ પેકેટ મળવાના સમાચાર સાથે જ સતર્ક થઇ ગયું અને ભારત, ફ્રાન્સની એમ્બેસીની બહાર રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 એમ્બેસીમાં આવા સંદિગ્ધ પેકેટ મળવાના સમાચાર બાદ મોટાંપાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 

ભારત-યુએસ એમ્બેસી બહાર ફાયર-એમ્બ્યુલન્સ ટીમ

1.ભારતીય એમ્બેસીમાં પેકેટ મળતાની સાથે સુરક્ષા હેઠળ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ગોઠવી દેવામાં આવ્યા છે. સેન્ટ કિલ્ડા રોડ પર ભારત અને અમેરિકાની એમ્બેસી સ્થિત છે. તમામ એમ્બેસીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. બ્રિટન, કોરિયા, જર્મની સહિત અન્ય એમ્બેસી પર પણ આખા ઘટનાક્રમની અસર થઇ હોવાની આશંકા છે. 
2.ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ તરફથી ટ્વીટ દ્વારા સર્ચ ઓપરેશનની જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ અને ઇમરજન્સી સર્વિસને એલર્ટ કરી દેવામાં આવી છે. 
3.સંદિગ્ધ પેકેટની હાલ તપાસ ચાલુ છે. મેટ્રોપોલિટન ફાયરબ્રિગેડે જણાવ્યું કે, એમ્બેસીમાં સંદિગ્ધ પેકેટ મળવાના મામલે મેલબોર્ન પોલીસની સાથે કામ કરી રહ્યા છે. 
4.અત્યાર સુધી આ ઘટનામાં પેકેટથી કોઇ ઘાયલ થયું હોય કે અન્ય કોઇ નુકસાનના સમાચાર નથી. મેલબોર્નની અનેક મહત્વપૂર્ણ બિલ્ડિંગોમાં કેમિકલ સૂટ પહેરેલા નિષ્ણાતોને પ્રવેશ કરતાં જોવામાં આવ્યા હતા. 
5.ઇમરજન્સી વેબસાઇટ્સને પણ એલર્ટ પર પર રાખવામાં આવ્યા છે. સિડનીમાં થોડાં દિવસ પહેલાં જ આર્જેન્ટિના એમ્બેસીમાં સંદિગ્ધ સફેદ પેકેટ મળવાના કારણે હોબાળો થઇ ગયો હતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી