ફિલિપાઇન્સઃ 220 કિમી/કલાકની ઝડપે ત્રાટકશે મંગખુટ વાવાઝોડું, 4 લાખ લોકોને જોખમ

વાવાઝોડાંના કારણે 220 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તો મંગખુટ આ વર્ષે ફિલિપાઇન્સનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હશે

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 05:33 PM
એડમિનિસ્ટ્રેશને દેશના સાઉથ ક્ષેત્ર લુજોન દ્વિપમાં ઇમરજન્સી સેવા કર્મચારીઓને ગોઠવી દીધા છે.
એડમિનિસ્ટ્રેશને દેશના સાઉથ ક્ષેત્ર લુજોન દ્વિપમાં ઇમરજન્સી સેવા કર્મચારીઓને ગોઠવી દીધા છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ મેગખુટ વાવાઝોડું ફિલિપાઇન્સ તરફ આગળ વધી રહ્યું છે. કેટેગરી-5ના વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને અહીંની ઓથોરિટીએ ગઇકાલે ગુરૂવારે ચેતવણી જાહેરા કરી હતી કે, આ વાવાઝોડું 2013માં આવેલા વાવાઝોડાંની જેમ જ વિનાશકારી થઇ શકે છે. વર્ષ 2013માં આવેલા વાવાઝોડાંમાં 6 હજારથી વધુ લોકોનાં મોત થયા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મેનેજમેન્ટ કાઉન્સિલ (એનડીઆરઆરએમસી)ના મેનેજિંગ ડાયરેક્ટર રિકાડરે જલાડે કહ્યું કે, સરકારી ઓફિસો ગંભીર પરિસ્થિતિ માટે તૈયારીઓ કરી રહી છે.

સૌથી વિનાશક વાવાઝોડું, હજારોનું સ્થળાંતર

- મીડિયા રિપોર્ટ અનુસાર, એડમિનિસ્ટ્રેશને દેશના સાઉથ ક્ષેત્ર લુજોન દ્વિપમાં ઇમરજન્સી સેવા કર્મચારીઓને ગોઠવી દીધા છે. અહીં મેગખુટ શનિવારે સવારે ત્રાટકે તેવી શક્યતાઓ છે.
- સુપર ટાયફૂન (પ્રચંડ વાવાઝોડું) મંગખુટ શનિવારે ફિલિપાઇન્સ પહોંચશે. જેના કારણે અંદાજિત 4.2 લાખ લોકોને જોખમ છે. હાલ અહીંની ઓથોરિટી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયત્નોમાં લાગેલી છે.
- ગવર્નરે અત્યાર સુધી હજારો લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.
- મંગખુટ 15મું વાવાઝોડું છે જે ફિલિપાઇન્સમાં શનિવારે ત્રાટકશે. મંગખુટ આ વર્ષે અલગ અલગ દેશોમાં ત્રાટકેલા વાવાઝોડાંમાં સૌથી વિનાશક ગણાય છે.

હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી


- હવામાન વિભાગ અનુસાર, 205 કિમી/કલાકની ઝડપે મેગખુટનું કેન્દ્ર ગુરૂવારે સવારે લુજોન કોસ્ટથી 725 કિલોમીટર દૂર હતું.
- જો આ વાવાઝોડાંના કારણે 220 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તો મંગખુટ આ વર્ષે ફિલિપાઇન્સનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હશે.
- હવામાન વિભાગે લોકોને ઘરોમાંથી બહાર નિકળવાની મનાઇ કરી છે. વિભાગ અનુસાર, લોકોને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી છે.

વાવાઝોડાં ટેમબિનના કારણે સર્જાઇ હતી ભારે તારાજી


- આમ તો ફિલિપાઇન્સના અવાર-નવાર વાવાઝોડાં આવતા રહે છે, પરંતુ વર્ષ 2017માં ટેમબિન વાવાઝોડાંના કારણે સાઉથ ફિલિપાઇન્સમાં ભારે તારાજી સર્જાઇ હતી.
- ભારે પવનની સાથે વરસાદના કારણે હજારો મકાનો ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા અને 50,000થી વધુ લોકોએ શેલ્ટર હાઉસમાં આશરો લેવો પડ્યો હતો.
- પૂર અને ભૂસ્ખલનથી 74થી વધુ લોકોના મોત થયા હતા. આ વાવાઝોડાંથી મનીલા એરપોર્ટ પર 21 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. વાવાઝોડાંમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સૌથી વધુ પ્રભાવિત થઇ હતી.
- ફિલિપાઇન્સમાં વર્ષ 2011માં વાવાઝોડાંથી ભારે નુકસાન થયું હતું. જેમાં અંદાજિત 400થી વધુ લોકોનાં મોત થયા હતા અને 250 લોકો ગુમ થયા હતા.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

સુપર ટાયફૂન (પ્રચંડ વાવાઝોડું) મંગખુટ શનિવારે ફિલિપાઇન્સ પહોંચશે.
સુપર ટાયફૂન (પ્રચંડ વાવાઝોડું) મંગખુટ શનિવારે ફિલિપાઇન્સ પહોંચશે.
મંગખુટ આ વર્ષે અલગ અલગ દેશોમાં ત્રાટકેલા વાવાઝોડાંમાં સૌથી વિનાશક ગણાય છે.
મંગખુટ આ વર્ષે અલગ અલગ દેશોમાં ત્રાટકેલા વાવાઝોડાંમાં સૌથી વિનાશક ગણાય છે.
X
એડમિનિસ્ટ્રેશને દેશના સાઉથ ક્ષેત્ર લુજોન દ્વિપમાં ઇમરજન્સી સેવા કર્મચારીઓને ગોઠવી દીધા છે.એડમિનિસ્ટ્રેશને દેશના સાઉથ ક્ષેત્ર લુજોન દ્વિપમાં ઇમરજન્સી સેવા કર્મચારીઓને ગોઠવી દીધા છે.
સુપર ટાયફૂન (પ્રચંડ વાવાઝોડું) મંગખુટ શનિવારે ફિલિપાઇન્સ પહોંચશે.સુપર ટાયફૂન (પ્રચંડ વાવાઝોડું) મંગખુટ શનિવારે ફિલિપાઇન્સ પહોંચશે.
મંગખુટ આ વર્ષે અલગ અલગ દેશોમાં ત્રાટકેલા વાવાઝોડાંમાં સૌથી વિનાશક ગણાય છે.મંગખુટ આ વર્ષે અલગ અલગ દેશોમાં ત્રાટકેલા વાવાઝોડાંમાં સૌથી વિનાશક ગણાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App