'ગોકળગાય' ખાઈને ખેલાડીએ બતાવ્યું ડેરિંગ, શરીરની હાલત જોઇ કાંપ્યા મિત્રો

ગ્રુપમાં ફેન્ટાસ્ટિક રગ્બી પ્લેયર તરીકે જાણીતા સેમ બેલાર્ડના મિત્રો આજે પણ તે ભયાનક રાત વિશે વિચારીને કાંપી જાય છે

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 06:02 PM
19 વર્ષની વયે સેમ બેલાર્ડ રમત-રમતમાં ગોકળગાય ખાઇ ગયો હતો.
19 વર્ષની વયે સેમ બેલાર્ડ રમત-રમતમાં ગોકળગાય ખાઇ ગયો હતો.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ 'શું હું આ ખાઇ જાઉં?' 19 વર્ષની વયે એક પ્રખ્યાત રગ્બી પ્લેયરે તેના મિત્રોને કહેતા આ શબ્દોની તેણે આજીવન ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રુથ એન્ડ ડેર રમતી વખતે ગોકળગાય ખાઇ ગયેલા આ પ્લેયરનું જીવન હવે વ્હિલચેર પર બેસી ગયું છે. પોતાના ગ્રુપમાં ફેન્ટાસ્ટિક રગ્બી પ્લેયર તરીકે જાણીતા સેમ બેલાર્ડના મિત્રો આજે પણ તે ભયાનક રાત વિશે વિચારીને કાંપી જાય છે. આજે સેમ 28 વર્ષનો થઇ ગયો છે. તેના મિત્રોએ આ ઘટનાનું મીડિયા સામે વર્ણન કર્યુ, જેમાં સેમ કેવી રીતે ગોકળગાય ગળી ગયો અને બાદમાં તેને 'ક્વાડ્રીપ્લગીક' નામનો રોગ થઇ ગયો.


- સેમ, જિમ્મી ગાલ્વિન અને તેમના મિત્રોનું એક ગ્રુપ વર્ષ 2010માં 'રેડ વાઇન એપ્રિશિએશન'નું સેલિબ્રેશન કરવા માટે ગયા હતા.
- જિમ્મીએ કહ્યું, અમે રાત્રે એકબીજાંની સાથે મસ્તી મજાક કરતાં બેઠાં હતા. એ જ સમયે ત્યાં ગોકળગાય જોવા મળી.
- અચાનક જ સેમ જોરથી બોલ્યો 'શું આને હું ખાઇ જાઉં?' હજુ અમે કોઇ જવાબ આપીએ તે પહેલાં સેમ તેને ગળી ગયો. બસ આ તેના જીવનની બરબાદીની સૌથી ભયાનક મજાક સાબિત થઇ.
- ગોકળગાય ગળી ગયાની પાંચેક મિનિટમાં જ સેમ બીમારી પડી ગયો અને અમે તેને હોસ્પિટલ લઇ ગયા. જ્યાં ડોક્ટરોએ તેના આંતરડામાં ઉંદરોને પડે તેવા જીવડાં પડી ગયા હોવાનું નિદાન આપ્યું.
- આ પ્રકારના જીવડાં કે અળસિયાં ઉંદરોના પેટમાં જ જોવા મળે છે, પરંતુ જો ગોકળગાયે ઉંદરનું મળ ખાધું હોય તો તેને પણ આ રોગ લાગુ પડી શકે છે.
- ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે મનુષ્યોમાં નહીં જોવા મળતાં આ જીવાતની સીધી અસર વ્યક્તિના દિમાગ પર થાય છે. સેમના દિમાગમાં ઇન્ફેક્શન થઇ ગયું.

માત્ર 19 વર્ષની વયે સેમ માટે આ ડેરિંગ ભયાનક સાબિત થયું


- તે સમયે સેમની ઉંમર 19 વર્ષની હતી. ત્યારે ઇઓસિનોફિલિક મેનિનિંગો-એન્સેફાલિટીસ (શરીરમાં જીવાત પડી જાય તેવી એક પ્રકારની બીમારી) થયું અને તે 420 દિવસ સુધી કોમામાં રહ્યો.
- જિમ્મીએ કહ્યું, જ્યારે હું તેના હોસ્પિટલ રૂમ સુધી પહોંચ્યો, ત્યારે સેમનું શરીર અત્યંત કૃશ થઇ ગયું હતું. તેના આખા શરીર પર કેબલ લગાવેલા હતા. જે જોઇને અમે તમામ મિત્રો કાંપી ગયા.
- સેમની મમ્મી કેટી બેલાર્ડે કહ્યું, તે આ ઘટના અંગે કોઇ પણ મિત્રને દોષિત નથી ગણતી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, આજે 28 વર્ષે સેમની કેવી છે હાલત...

સેમની મમ્મી કેટી બેલાર્ડે કહ્યું, તે આ ઘટના અંગે કોઇ પણ મિત્રને દોષિત નથી ગણતી.
સેમની મમ્મી કેટી બેલાર્ડે કહ્યું, તે આ ઘટના અંગે કોઇ પણ મિત્રને દોષિત નથી ગણતી.

ત્રણ વર્ષની સારવાર બાદ હોસ્પિટલમાં બહાર આવ્યો 


- અંતે ત્રણ વર્ષની લાંબા સારવાર બાદ એક દિવસ સેમ હોસ્પિટલમાંથી બહાર આવ્યો. પરંતુ તે પોતાના પગે ચાલીને નહીં પણ વ્હિલચેરમાં. જ્યારે સેમને તેના મિત્રોએ વ્હિલચેરમાં જોયો તો તેની સાથે રેલી કાઢી. 
- સેમના વધુ ઇલાજ માટે તેના મિત્રોએ એક 'ટીમ બેલાર્ડ' નામનું ગ્રુપ શરૂ કર્યુ છે, જેમાં તેના ઇલાજ માટે 24 કલાક નાણાકીય સહાય આવતી રહે છે. 
- આજે સેમ 28 વર્ષનો થઇ ગયો છે અને તે તેના બોડી ટેમ્પરેચરને પણ કંટ્રોલ નથી કરી શકતો. તેને ટ્યૂબથી જ ખોરાક આપવામાં આવે છે. 
- સેમની માતા કેટી બેલાર્ડે નેશનલ ડિસએબિલિટી ઇન્શ્યોરન્સ સ્કિમ (NDIS) માટે અપ્લાય કર્યુ છે. જે હેઠળ સેમને વર્ષ 2016માં 2.74 કરોડની સહાર મળી છે. 

જિમ્મી ગાલ્વિને કહ્યું, હું મારાં મિત્રના હોસ્પિટલ રૂમમાં પ્રવેશ કરતાં જ ધ્રુજી ઉઠ્યો હતો.
જિમ્મી ગાલ્વિને કહ્યું, હું મારાં મિત્રના હોસ્પિટલ રૂમમાં પ્રવેશ કરતાં જ ધ્રુજી ઉઠ્યો હતો.
સેમના શરીરમાં જીવાત પડી જવાથી તે પેરેલાઇઝ્ડ થઇ ગયો અને 420 દિવસ સુધી કોમામાં રહ્યો.
સેમના શરીરમાં જીવાત પડી જવાથી તે પેરેલાઇઝ્ડ થઇ ગયો અને 420 દિવસ સુધી કોમામાં રહ્યો.
આ પ્રકારના જીવડાં કે અળસિયાં ઉંદરોના પેટમાં જ જોવા મળે છે, પરંતુ જો ગોકળગાયે ઉંદરનું મળ ખાધું હોય તો તેને પણ આ રોગ લાગુ પડી શકે છે.
આ પ્રકારના જીવડાં કે અળસિયાં ઉંદરોના પેટમાં જ જોવા મળે છે, પરંતુ જો ગોકળગાયે ઉંદરનું મળ ખાધું હોય તો તેને પણ આ રોગ લાગુ પડી શકે છે.
સેમના વધુ ઇલાજ માટે તેના મિત્રોએ એક 'ટીમ બેલાર્ડ' નામનું ગ્રુપ શરૂ કર્યુ છે, જેમાં તેના ઇલાજ માટે 24 કલાક નાણાકીય સહાય આવતી રહે છે.
સેમના વધુ ઇલાજ માટે તેના મિત્રોએ એક 'ટીમ બેલાર્ડ' નામનું ગ્રુપ શરૂ કર્યુ છે, જેમાં તેના ઇલાજ માટે 24 કલાક નાણાકીય સહાય આવતી રહે છે.
X
19 વર્ષની વયે સેમ બેલાર્ડ રમત-રમતમાં ગોકળગાય ખાઇ ગયો હતો.19 વર્ષની વયે સેમ બેલાર્ડ રમત-રમતમાં ગોકળગાય ખાઇ ગયો હતો.
સેમની મમ્મી કેટી બેલાર્ડે કહ્યું, તે આ ઘટના અંગે કોઇ પણ મિત્રને દોષિત નથી ગણતી.સેમની મમ્મી કેટી બેલાર્ડે કહ્યું, તે આ ઘટના અંગે કોઇ પણ મિત્રને દોષિત નથી ગણતી.
જિમ્મી ગાલ્વિને કહ્યું, હું મારાં મિત્રના હોસ્પિટલ રૂમમાં પ્રવેશ કરતાં જ ધ્રુજી ઉઠ્યો હતો.જિમ્મી ગાલ્વિને કહ્યું, હું મારાં મિત્રના હોસ્પિટલ રૂમમાં પ્રવેશ કરતાં જ ધ્રુજી ઉઠ્યો હતો.
સેમના શરીરમાં જીવાત પડી જવાથી તે પેરેલાઇઝ્ડ થઇ ગયો અને 420 દિવસ સુધી કોમામાં રહ્યો.સેમના શરીરમાં જીવાત પડી જવાથી તે પેરેલાઇઝ્ડ થઇ ગયો અને 420 દિવસ સુધી કોમામાં રહ્યો.
આ પ્રકારના જીવડાં કે અળસિયાં ઉંદરોના પેટમાં જ જોવા મળે છે, પરંતુ જો ગોકળગાયે ઉંદરનું મળ ખાધું હોય તો તેને પણ આ રોગ લાગુ પડી શકે છે.આ પ્રકારના જીવડાં કે અળસિયાં ઉંદરોના પેટમાં જ જોવા મળે છે, પરંતુ જો ગોકળગાયે ઉંદરનું મળ ખાધું હોય તો તેને પણ આ રોગ લાગુ પડી શકે છે.
સેમના વધુ ઇલાજ માટે તેના મિત્રોએ એક 'ટીમ બેલાર્ડ' નામનું ગ્રુપ શરૂ કર્યુ છે, જેમાં તેના ઇલાજ માટે 24 કલાક નાણાકીય સહાય આવતી રહે છે.સેમના વધુ ઇલાજ માટે તેના મિત્રોએ એક 'ટીમ બેલાર્ડ' નામનું ગ્રુપ શરૂ કર્યુ છે, જેમાં તેના ઇલાજ માટે 24 કલાક નાણાકીય સહાય આવતી રહે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App