Home » International News » Latest News » International » વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટમાં લલચામણી જાહેરાત હોય છે | Seeking Arrangement promises a thoroughly modern take on dating game

'સુગર બેબી' સેક્સ રેકેટ, આવી રીતે પહોંચે છે ધનિકો સુધી વર્જિન યુવતીઓ

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 08:08 PM

ઓનલાઇન યુવતીઓના અરેન્જમેન્ટ ઇચ્છતા 'સુગર ડેડીઝ'ને એક દિવસમાં ચાર 'સુગર બેબી' મળી રહે છે

 • વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટમાં લલચામણી જાહેરાત હોય છે | Seeking Arrangement promises a thoroughly modern take on dating game
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ઓનલાઇન ચાલતી 'સુગર ડેડીઝ' વેબસાઇટ્સ એવો દાવો કરે છે કે તેઓની વેબસાઇટ પર સ્પષ્ટ ડેટિંગ માટે જ છે. (તસવીરઃ પ્રતિકાત્મક)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ તમે ઘણીવાર ઓનલાઇન ડેટિંગ વિશે સાંભળ્યું હશે. શક્ય છે કે, કદાચ આ પ્રકારની ઓનલાઇન ડેટિંગમાં તમે અથવા તમારાં કોઇ મિત્રએ પ્રોફાઇલ પણ તૈયાર કર્યો હશે. આ પ્રકારે ઓનલાઇન ચાલતી 'સુગર ડેડીઝ' વેબસાઇટ્સ એવો દાવો કરે છે કે તેઓની વેબસાઇટ પર સ્પષ્ટ ડેટિંગ માટે જ છે. પરંતુ હકીકત કંઇક અલગ અને ચોંકાવનારી છે. ડેઇલીમેલના એક રિપોર્ટ અનુસાર, આ પ્રકારની વેબસાઇટમાં વર્જિનિટીની રીતસર હરાજી બોલાવવામાં આવે છે. યુકેની 'સીકિંગ અરેન્જમેન્ટ્સ' નામની વેબસાઇટના 139 દેશોમાંથી અંદાજિત 1 કરોડ યૂઝર્સ છે. આ વેબસાઇટે એવો દાવો કર્યો છે કે, તેઓને ત્યાં આવતી યુવતીઓ એટલે કે, 'સુગર બેબીઝ' પ્રોસ્ટિટ્યૂટ નથી હોતી. આ યુવતીઓ ફ્રી સેક્સમાં ચોક્કસથી માને છે પણ એ માટે તેઓ પહેલાં રિલેશનશિપમાં રહે છે.

  એક જ દિવસમાં મળશે ચાર સુગર બેબીઝ


  - આ પ્રકારની વેબસાઇટ્સ તમને યંગ વુમન સાથે સંબંધો બાંધવા માટે પ્રેરિત કરે છે. વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટના કેપ્શનમાં 'એવા સુગર ડેડીઝ માટે જેઓ એક જ દિવસમાં ચાર સુગર બેબીઝને હેન્ડલ કરી શકે! આ માટે કોઇ પણ શરતો લાગૂ નથી!' તેવી લલચામણી જાહેરાત હોય છે.
  - એટલું જ નહીં, આ વેબસાઇટ્સ એવો દાવો પણ કરે છે કે તેઓની સુગર બેબીઝ વ્યક્તિને પર્ફોર્મન્સ કે ગેમ પ્લે કરવા માટે સક્ષમ નહીં તેવા વ્યક્તિ માટે 'મેન્ટર'ની પણ વ્યવસ્થા પણ કરી શકે છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, આ વેબસાઇટ્સની ચોંકાવનારી હકીકતો વિશે...

 • વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટમાં લલચામણી જાહેરાત હોય છે | Seeking Arrangement promises a thoroughly modern take on dating game
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  આ પ્રકારની વેબસાઇટ્સ તમને યંગ વુમન સાથે સંબંધો બાંધવા માટે પ્રેરિત કરે છે (તસવીરઃ પ્રતિકાત્મક)

  હકીકત છે ચોંકાવનારી 


  - આ પ્રકારની લોભામણી જાહેરાતોવાળી વેબસાઇટની પોલ ગત શુક્રવારે ખૂલી ગઇ. જ્યારે યુએસ બિઝનેસમેન માર્ક ગિયાનિની પર એક સુગર બેબીએ બળાત્કારનો આરોપ લગાવ્યો. 
  - આ યુવતીએ મેમફિઝ પોલીસને જણાવ્યું કે, માર્કે તેની સાથે બળજબરીપૂર્વક સેક્સ કરવાની કોશિશ કરી છે. આ બંને સીકિંગ અરેન્જમેન્ટ વેબસાઇટ પર ડિસેમ્બર, 2017માં મળ્યા હતા. 
  - આ ઘટના બાદ ન્યૂઝ પોર્ટલ ડેઇલીમેલ દ્વારા રવિવારે આ વેબસાઇટ પર સર્વે કરવામાં આવ્યો. જેમાં તેઓએ નોંધ્યું કે, આ ડેટિંગ વેબસાઇટ પર અસંખ્ય યુકે એકાઉન્ટ્સ છે જેમાં યુવતીઓએ રીતસર પોતાની વર્જિનિટીનો દેખાડો કર્યો છે. એટલું જ નહીં, કેટલીક યુવતીઓએ પોતાની વર્જિનિટીની કિંમત પણ નક્કી કરીને રાખેલી હોય છે. 

   

 • વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટમાં લલચામણી જાહેરાત હોય છે | Seeking Arrangement promises a thoroughly modern take on dating game
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડેટિંગ માટે યુવતીઓ પ્રોફાઇલમાં લખે છે વર્જિનિટીની કિંમત

  યુવતીએ લખ્યું, મારી વર્જિનિટીની ભારે કિંમત ચૂકવવી પડશે


  - ડેટિંગ માટે એક યુવતીએ પ્રોફાઇલમાં લખ્યું છે કે, 'મારી ઉંમર 18 વર્ષની છે, મારે પૈસાની જરૂર છે કારણ કે મારે અભ્યાસની ફી ભરવાની છે. હું કંઇ પણ કરવા તૈયાર છું પણ સેક્સ નહીં.' 
  - 'જો મારે તમારી સાથે કોઇ પણ ભોગે સેક્સ કરવું જ પડે તો તેની કિંમત લાખોમાં રહેશે કારણ કે હું વર્જિન છું.'
  - વધુ એક યુવતીએ પોતાના પ્રોફાઇલમાં લખ્યું છે કે, 'મારી વર્જિનિટીની સેલ છે. આજે ન્યૂ યર ઇવ પહેલા જે સૌથી હાઇએસ્ટ કિંમતની હરાજી લગાવશે તે મારી સાથે સેક્સ કરી શકે છે.'
  - કેમ્બ્રિજની એક પીએચ.ડીની સ્ટુડન્ટે લખ્યું કે, તે તેનો અભ્યાસનો ખર્ચ સીકિંગ અરેન્જમેન્ટ સાઇટ્સ પરથી ડેટિંગ દ્વારા જ ઉઠાવે છે. 
  - આ યુવતીએ લખ્યું કે, આ પ્રકારની વેબસાઇટમાં શરૂઆતમાં એવું લાગશે કે તમે ડેટિંગ કરી રહ્યા છો. પરંતુ થોડાં સમયમાં જ તમને ખ્યાલ આવી જશે કે તમે પુરૂષો માટે માત્ર હાડમાંસનું પ્રાણી છો. 
  - આ સ્ટુડન્ટે જેવો વેબસાઇટમાં પ્રોફાઇલ તૈયાર કર્યો, ત્રણ મહિનાની અંદર તેને 80 પુરૂષોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી 90 ટકા લોકોએ તેને ડાયરેક્ટ સેક્સ માટે જ અપ્રોચ કરી હોવાનો અનુભવ છે. 

 • વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટમાં લલચામણી જાહેરાત હોય છે | Seeking Arrangement promises a thoroughly modern take on dating game
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ એડની મુખ્ય લાઇન હતી 'ધનિકોને કેવી રીતે આકર્ષિત કરશો!'

  કંપનીના સીઇઓએ કરી છે હજારો યુવતીઓને ડેટ 


  - 'સીકિંગ અરેન્જમેન્ટ્સ' વેબસાઇટના સીઇઓ બ્રાન્ડન વેડએ આ વેબસાઇટ 2006માં શરૂ કરી હતી. બ્રાન્ડને પોતે હજારો સુગર બેબીઝ સાથે સંબંધો બાંધ્યા છે. 
  - 281 કરોડની સંપત્તિ ધરાવતા બ્રાન્ડને એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, અમારી વેબસાઇટમાં શું ચાલી રહ્યું છે કે, લોકોના પ્રોફાઇલમાં કેવી હરકતો થઇ રહી છે તેનું નિરક્ષણ રાખવું અશક્ય છે. જો કે, અમે આ ઘટના બાદ વેબસાઇટના રિપોર્ટિંગ ટૂલ્સમાં ફેરફાર લાવીશું અને સાઇટમાં પ્રોફાઇલની આડમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન રાખીશું. 
  - શુક્રવારે વેબસાઇટના ક્લાયન્ટ પર થયેલા બળાત્કારના કેસ મુદ્દે સીકિંગ અરેન્જમેન્ટ્સે લખ્યું કે, હાલના મીડિયા ક્લાઇમેટમાં સેક્સુઆલિટીને શોધવી એ હોટ બટન ઇશ્યુ બની ગયો છે. 
  - આ જ અઠવાડિયે કંપનીએ, ન્યૂયોર્કમાં 'સુગર બેબી સમિટ'નું આયોજન કર્યુ હતું. જેમાં યંગ વુમનને ટાર્ગેટ કરીને એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવી હતી. આ એડની મુખ્ય લાઇન હતી 'ધનિકોને કેવી રીતે આકર્ષિત કરશો!'

 • વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટમાં લલચામણી જાહેરાત હોય છે | Seeking Arrangement promises a thoroughly modern take on dating game
  કેટલીક યુવતીઓએ પોતાની વર્જિનિટીની કિંમત પણ નક્કી કરીને રાખેલી હોય છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ