મોતના 20 દિવસ બાદ સ્ટીફન હોકિંગે વિશ્વને આપી અંતિમ ગિફ્ટ, પ્રશંસકોની આંખો ભીની

આ વિશ્વને આપેલી અદભૂત ગિફ્ટ્સમાંથી તેઓની અંતિમ ગિફ્ટ ગણાય છે

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 07:04 PM
બ્રિટનના સોશિયલ મીડિયા અને પ્રશંસકોમાં હોકિંગના આ પગલાંની ચર્ચા થઇ રહી છે
બ્રિટનના સોશિયલ મીડિયા અને પ્રશંસકોમાં હોકિંગના આ પગલાંની ચર્ચા થઇ રહી છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનની 'ફૂડસાઇકલ કેમ્બ્રિજ' દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી. જે વાંચીને સ્ટીફન હોકિંગના પ્રશંસકોની આંખો ભીની થઇ ગઇ. હકીકતમાં, મૃત્યુ બાદની વિશ્વને સ્ટીફન હોકિંગની આ છેલ્લી ગિફ્ટ હતી. જેના વિશે બ્રિટનના સોશિયલ મીડિયા અને પ્રશંસકોમાં હાલ ચર્ચા થઇ રહી છે. પ્રોફેસર સ્ટીફન હોકિંગે 40 બેઘર લોકોને ઇસ્ટર ફિસ્ટ (ઇસ્ટર તહેવારનું ખાણું) આપ્યું છે. આ વિશ્વને આપેલી અદભૂત ગિફ્ટ્સમાંથી તેઓની અંતિમ ગિફ્ટ ગણાય છે. ફૂડ સાઇકલ કેમ્બ્રિજે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, 'અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ગઇકાલે અમારાં તમામ ગેસ્ટ્સને ડોનેશન હેઠળ ભોજન આપ્યું.'

રિજનલ મેનેજરે કરી વ્યવસ્થા
- ઇસ્ટ ઇંગ્લેન્ડના રિજનલ મેનેજર એલેક્સ કોલિક્સના જણાવ્યા અનુસાર, સ્ટીફનની દીકરી લ્યુસી હોકિંગે મારો સંપર્ક કર્યો હતો. લ્યુસીએ કહ્યું કે, મારાં પિતાના જે સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે જ સ્થળે અમારો પરિવાર ડોનેશન આપવા ઇચ્છે છે.
- જે હેઠળ 'ઓન સ્ટીફન' લેબલ સાથે અંતિમ સંસ્કારમાં આવનારા તમામ લોકોને ભોજન મળી શકે. આ ડોનેશનની મદદથી ગઇકાલે સોમવારે પણ ફૂડ સાઇકલે 40 જેટલાં બેઘર લોકોને ઇસ્ટર ભોજન આપ્યું હતું.
- ઉલ્લેખનીય છે કે, સ્ટીફન હોકિંગના અંતિમ સંસ્કારમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ, એક્ટર સહિત સ્પેસએક્સ સીઇઓ એલન મસ્ક અને પ્લેરાઇટર એલાન બેનેટે પણ હાજરી આપી હતી.

14 માર્ચના રોજ થયું નિધન


- સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું બુધવારે 14 માર્ચના રોજ વહેલી સવારે નિધન થયું હતું. તેમના નિધનની માહિતી તેમના પ્રવક્તા દ્વારા આપવામાં આવી હતી. - સ્ટીફન હૉકિંગ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિધનની માહિતી તેમના પરિવારજનોએ આપી હતી.
બુધવારે વહેલી સવારે 76 વર્ષની વયે તેમનું લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના ઘરે નિધન થયું હતું.

આગળની સ્લાઇડ્સમાં જાણો, આઇનસ્ટાઇન પછી મોટા વૈજ્ઞાનિક હતા સ્ટીફન...

બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં હતું.
બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં હતું.

આઇનસ્ટાઇન પછીના મોટા વૈજ્ઞાનિક હતા સ્ટીફન


- સ્ટીફનનો જન્મ બ્રિટનના ઓક્સફર્ડમાં થયો હતો. તેઓની ગણતરી વિશ્વમાં મહાન વૈજ્ઞાનિકોમાં અને આઇનસ્ટાઇન પછી સૌથી મોટાં વૈજ્ઞાનિકોમાં થતી હતી. 
- સ્ટીફનના બાળકોએ કહ્યું કે, તેઓ મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેઓનું કામ અને વારસો હંમેશા જીવંત રહેશે. 

 

સ્ટીફને સમજાવ્યું હતું બ્રહ્માંડ


- બ્લેક હોલ અને બેંગ સિદ્ધાંતને સમજાવવામાં સ્ટીફન હૉકિંગનું મહત્વનું યોગદાન રહ્યું છે. સ્ટીફનને તેમના ઉમદા કામ માટે સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન પણ આપવામાં આવ્યું છે. 
- બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં હતું. 
- આ સિવાય સ્ટીફને ધ ગ્રાન્ડ ડિઝાઈન, યુનિવર્સ ઈન નટશેલ, માય બ્રીફ હિસ્ટ્રી, ધી થિયરી ઓફ એવરીથિંગ જેવા ઘણાં પ્રખ્યાત પુસ્તકો પણ લખ્યા છે.

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, કઇ અસાધ્ય બીમારીથી પીડાતા હતા સ્ટીફન... 

પ્રોફેસર સ્ટીફન હોકિંગે 40 બેઘર લોકોને ઇસ્ટર ફિસ્ટ (ઇસ્ટર તહેવારનું ખાણું) આપ્યું છે.
પ્રોફેસર સ્ટીફન હોકિંગે 40 બેઘર લોકોને ઇસ્ટર ફિસ્ટ (ઇસ્ટર તહેવારનું ખાણું) આપ્યું છે.

વ્હિલર ચેર પર રહેતા હતા સ્ટીફન


- હોકિંગ વ્હિલ ચેર પર રહેતા હતા. માત્ર 21 વર્ષની ઉંમરે ડોક્ટરે જણાવી દીધું હતું કે તેઓને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારી છે. 
- સ્ટીફનનો જન્મ 8 જાન્યુઆરી 1942માં ઈંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં થયો હતો. સ્ટીફને તે રહસ્યો ખોલ્યા હતા જે સમગ્ર દુનિયા વર્ષોથી જાણવા ઈચ્છતી હતી.

 

55 વર્ષની પીડાતા હતા મોટર ન્યૂરોન અસાધ્ય બીમારીથી


- 1963માં હોકિંગને મોટર ન્યૂરોન બીમારી વિશે જાણ થઈ હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી. ત્યારે તેઓ માત્ર 2 વર્ષ જ જીવતા રહેશે તેવું તેમને કહેવામાં આવ્યું હતું.
- ત્યારપછી તેઓ કમ્બ્રિજ ભણવા ગયા.

- અાલ્બર્ટ આઇનસ્ટાઇન પછી હોકિંગને સૌથી બાહોશ ભૌતિક વિજ્ઞાની માનવામાં આવે છે.
- હોકિંગ પર 2014માં ફિલ્મ ધી થિયરી ઓફ એવરીથિંગ પણ બની હતી. તેમાં એડી રેડમેન અને ફેલિસિટી જોન્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

સોમવારે પણ ફૂડ સાઇકલે 40 જેટલાં બેઘર લોકોને ઇસ્ટર ભોજન આપ્યું હતું.
સોમવારે પણ ફૂડ સાઇકલે 40 જેટલાં બેઘર લોકોને ઇસ્ટર ભોજન આપ્યું હતું.

દુનિયાને બ્લેકહોલનું રહસ્ય સમજાવ્યું


- 1974માં હોકિંગ બ્લેક હોલની થિયરી લઈને આવ્યા હતા. આ થિયરી બાદ હોકિંગ રેડિયેશનના નામથી પણ જાણીતા બન્યા હતા.
- હોકિંગે જ બ્લેક હોલ્સની લીક એનર્જી વિશે પણ જણાવ્યું હતું.
- પ્રોફેસર હોકિંગ પહેલીવાર થિયરી ઓફ કોસ્મોલોજી લઈને આવ્યા હતા. તેને યુનિયન ઓફ રિલેટિવિટી અને ક્વોન્ટમ મિકેનિક્સ પણ કહેવામાં આવે છે. 
- 1988માં તેમની 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ' નામનું પુસ્તક પબ્લિશ થયું હતું. તે પુસ્તક બેસ્ટ સેલરમાં છે.

સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું બુધવારે 14 માર્ચના રોજ વહેલી સવારે નિધન થયું હતું.
સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું બુધવારે 14 માર્ચના રોજ વહેલી સવારે નિધન થયું હતું.

શું છે મોટર ન્યૂરૉન બીમારી?


- મોટર ન્યૂરૉન બીરમારીમાં બ્રેઈનના ન્યૂરો સેલ પર અસર થાય છે. 1869માં કેરકાંટના ન્યૂરોલોજિસ્ટ જોન માર્ટિનને આ બીમારી વિશે જાણ થઈ હતી. આ બીમારીને એમ.એન.ડીના નામથી પણ ઓળખવામાં આવે છે.
- એમ.એન.ડી બીમારીના બે સ્ટેજ હોય છે. પહેલાં તબક્કામાં તે ન્યૂરૉન સેલને ખતમ કરી દે છે. બીજા સ્ટેજમાં મગજથી શરીરના અન્ય અંગો સુધી સુચના પહોંચાડવાનું બંધ કરી દે છે.
- આ બીમારીમાં દર્દીને ખાવા, ચાલવા, બોલવા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે.
- આ બીમારી વધતાં જ શરીરના હાડકાં નબળા થવા લાગે છે. શરીરના દરેક અંગોમાં સેન્શેશન થાય છે પરંતુ શરીર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે. 

સ્ટીફનના બાળકોએ કહ્યું કે, તેઓ મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેઓનું કામ અને વારસો હંમેશા જીવંત રહેશે.
સ્ટીફનના બાળકોએ કહ્યું કે, તેઓ મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેઓનું કામ અને વારસો હંમેશા જીવંત રહેશે.
સ્ટીફન હોકિંગના અંતિમ સંસ્કારમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ, એક્ટર સહિત સ્પેસએક્સ સીઇઓ એલન મસ્ક અને પ્લેરાઇટર એલાન બેનેટે પણ હાજરી આપી હતી.
સ્ટીફન હોકિંગના અંતિમ સંસ્કારમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ, એક્ટર સહિત સ્પેસએક્સ સીઇઓ એલન મસ્ક અને પ્લેરાઇટર એલાન બેનેટે પણ હાજરી આપી હતી.
X
બ્રિટનના સોશિયલ મીડિયા અને પ્રશંસકોમાં હોકિંગના આ પગલાંની ચર્ચા થઇ રહી છેબ્રિટનના સોશિયલ મીડિયા અને પ્રશંસકોમાં હોકિંગના આ પગલાંની ચર્ચા થઇ રહી છે
બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં હતું.બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં હતું.
પ્રોફેસર સ્ટીફન હોકિંગે 40 બેઘર લોકોને ઇસ્ટર ફિસ્ટ (ઇસ્ટર તહેવારનું ખાણું) આપ્યું છે.પ્રોફેસર સ્ટીફન હોકિંગે 40 બેઘર લોકોને ઇસ્ટર ફિસ્ટ (ઇસ્ટર તહેવારનું ખાણું) આપ્યું છે.
સોમવારે પણ ફૂડ સાઇકલે 40 જેટલાં બેઘર લોકોને ઇસ્ટર ભોજન આપ્યું હતું.સોમવારે પણ ફૂડ સાઇકલે 40 જેટલાં બેઘર લોકોને ઇસ્ટર ભોજન આપ્યું હતું.
સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું બુધવારે 14 માર્ચના રોજ વહેલી સવારે નિધન થયું હતું.સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું બુધવારે 14 માર્ચના રોજ વહેલી સવારે નિધન થયું હતું.
સ્ટીફનના બાળકોએ કહ્યું કે, તેઓ મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેઓનું કામ અને વારસો હંમેશા જીવંત રહેશે.સ્ટીફનના બાળકોએ કહ્યું કે, તેઓ મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેઓનું કામ અને વારસો હંમેશા જીવંત રહેશે.
સ્ટીફન હોકિંગના અંતિમ સંસ્કારમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ, એક્ટર સહિત સ્પેસએક્સ સીઇઓ એલન મસ્ક અને પ્લેરાઇટર એલાન બેનેટે પણ હાજરી આપી હતી.સ્ટીફન હોકિંગના અંતિમ સંસ્કારમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ, એક્ટર સહિત સ્પેસએક્સ સીઇઓ એલન મસ્ક અને પ્લેરાઇટર એલાન બેનેટે પણ હાજરી આપી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App