ડોકલામમાં બંને સૈન્ય હટ્યા બાદ સ્થિતિ યથાવત્

બંબાવલેએ કહ્યું કે ચીનને આ વિસ્તારમાં કંઈ પણ પ્રવૃત્તિ પહેલા ભારતને માહિતી આપવાની જરૂર હતી

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 03:40 AM
Status Quo After Removing Both The Army In Doklam
બેઈજિંગ: ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બંબાવલેએ કહ્યું છે કે ડોકલામમાં ગયા વર્ષે આમને-સામને રહેલી બંને દેશોની સેનાઓ પાછી હટ્યા બાદની સ્થિતિ જળવાઈ રહી છે. ડોકલામમાં આજે ચીનની કોઈ ગતિવિધિ નથી. બંબાવલેએ કહ્યું કે ચીનને આ વિસ્તારમાં કંઈ પણ પ્રવૃત્તિ પહેલા ભારતને માહિતી આપવાની જરૂર હતી. બંબાવલેએ કહ્યું, ‘ભારત-ચીન સરહદ પર શાંતિ જાળવી રાખવા માટે ખૂબ જ સંવેદનશીલ કેટલાક વિશેષ ક્ષેત્રમાં યથાસ્થિતિ બદલવી ન જોઈએ. જો કોઈ યથાસ્થિતિ બદલે તો તેનાથી ડોકલામ જેવી સ્થિતિ પેદા થઈ જશે. આવી ઘટનાઓથી બચવા માટે સ્પષ્ટ અને ખુલીને વાતચીત કરવાનો માર્ગ અપનાવવો જોઈએ.

X
Status Quo After Removing Both The Army In Doklam
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App