શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેનાએ સંસદ ભંગ કરી, 5 જાન્યુઆરીએ યોજાશે ચૂંટણી

Srilanka President Sirisena dissolved Parliament, voting will be held on January 5

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ સંસદને ભંગ કરી દીધી છે. સાથોસાથ 5 જાન્યુઆરીએ દેશમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે પાસે ગૃહમાં પૂરતું સમર્થન નહોતું.

divyabhaskar.com

Nov 10, 2018, 12:29 PM IST

કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ સંસદને ભંગ કરી દીધી છે. સાથોસાથ 5 જાન્યુઆરીએ દેશમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે પાસે ગૃહમાં પૂરતું સમર્થન નહોતું. 26 ઓક્ટોબરે નાટકીય ઘટનાક્રમમાં સિરિસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને બરખાસ્ત કરીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેને વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદથી શ્રીલંકામાં રાજકીય સંકટ ઊભું થયું હતું.

સિરિસેનાએ અડધી રાતે નોટિફિકેશન પર સહી કરી


- સિરિસેનાએ સંસદને ભંગ કરવા માટે જાહેર ગેજેટ નોટિફિકેશન પર શુક્રવાર અડધી રાતે સહી કરી. તે મુજબ, 19થી 26 નવેમ્બરની વચ્ચે નોમિનેશન ભરી શકાશે. 5 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે અને 17 જાન્યુઆરી સુધીમાં નવા સંસદનું ગઠન થઈ જશે.
- રાજપક્ષે બહુમત મેળવવાની નબળી શક્યતાને જોતા તેઓએ કાર્યકાળથી 21 મહિના પહેલા જ જનરલ ઇલેક્શનની સ્થિતિ ઊભી કરી દીધી. સંસદનો કાર્યકાળ ઓગસ્ટ 2020 સુધીનો હતો.

14 નવેમ્બરે રાજપક્ષેને બહુમત સાબિત કરવાનું હતું


- બીજી તરફ, એક્સપર્ટ્સનું કહેવું છે કે સંસદ ભંગ કરવાનો રાષ્ટ્રપતિનો નિર્ણય બંધારણથી વિરુદ્ધ છે. 19 બંધારણીય સંશોધનમાં સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળની વાત કહેવામાં આવી છે.
- વિક્રમાસિંઘેની પાર્ટી યૂનાઇટેડ નેશનલ પાર્ટી (યૂએનપી)એ કહ્યું કે અમને અચાનક સંસદ ભંગ કરવાનો નિર્ણય મંજૂર નથી. રાષ્ટ્રપતિએ લોકોના અધિકારો પર કબજો કરી લીધો છે.

પદથી હટાવવાના નિર્ણય પર વિક્રમસિંઘેએ વ્યક્ત કરી હતી નારાજગી
- વડાપ્રધાનપદેથી હટાવવાને વિક્રમસિંઘેએ બંધારણીય તખ્તાપલટો ગણાવ્યો હતો. તેઓએ સરકાર નિવાસ પણ ખાલી કરવાની ના પાડી દીધી હતી. તેઓએ કહ્યું હતું કે તેઓ કાયદાકિય રીતે હજુ પણ દેશના વડાપ્રધાન છે અને રાષ્ટ્રપતિને તેમને પદ ઉપરથી હટાવવાનો કોઈ બંધારણીય અધિકાર નથી. વિક્રમસિંઘેની ફ્લોર ટેસ્ટ કરવાની અપીલ પણ નકારવામાં આવી હતી.
- વિક્રમસિંઘે કહ્યું હતું કે- બંધારણના 19મા સંશોધન મુજબ રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને બરખાસ્ત ન કરી શકે. સાથોસાથ તેઓએ સંસદના સાડા ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરતાં પહેલા ભંગ કરવાનો અધિકાર પણ નથી.

16 નવેમ્બર સુધી કરી હતી સંસદ નિલંબિત


- વિક્રમસિંઘને બરખાસ્ત કર્યા બાદ સિરિસેનાએ 16 નવેમ્બર સુધી સંસદ નિલંબિત કરી દીધી હતી. ત્યારબાદ રાજપક્ષેને સંસદમાં 113 સાંસદોનું બહુમત સાબિત કરવા માટે કહ્યું હતું.
- સિરિસેનાએ એક રેલીમાં એવો દાવો પણ કર્યો હતો કે સંસદમાં તેમની પાસે 113 સાંસદોનું સમર્થન છે. તેના કારણે રાજપક્ષ ગૃહમાં બહુમત સાબિત કરી શકે છે. શુક્રવારે રાજપક્ષેના પ્રવક્તાએ જણાવ્યું કે તે જાદુઈ આંકડો (113)થી થોડી દૂર રહી ગયા છે.
- સોમવારે સ્પીકર કારૂ જયસૂર્યાએ પણ સિરિસેનાના નિર્ણયને બંધારણ અને લોકતંત્રની વિરુદ્ધનું કરાર કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે તેઓ રાજપક્ષેને ત્યાં સુધી વડાપ્રધાન નહીં માને જ્યાં સુધી તે ગૃહમાં બહુમત સાબિત ન કરી દે.

X
Srilanka President Sirisena dissolved Parliament, voting will be held on January 5
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી