શ્રીલંકામાં મુસ્લિમ અને બૌદ્ધ સમુદાય ધર્મના નામે કેમ ભડકી હિંસા? જાણો

એક ઝગડામાં કેટલાંક મુસ્લિમોએ બૌદ્ધ યુવકને માર માર્યો હતો, જેમાં આ યુવકનું મોત નિપજ્યું હતું

divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:52 PM
શ્રીલંકાની વસતી બે કરોડ દસ લાખની આસપાસ છે અને તેમાં 75 ટકા બૌદ્ધ છે અને 10 ટકા મુસ્લિમ.
શ્રીલંકાની વસતી બે કરોડ દસ લાખની આસપાસ છે અને તેમાં 75 ટકા બૌદ્ધ છે અને 10 ટકા મુસ્લિમ.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ શ્રીલંકામાં આજે સરકારે 10 દિવસની ઇમરજન્સી લાગુ કરી છે. અહીંના કેન્ડી શહેરના કેટલાંક વિસ્તારોમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ગઇકાલે સોમવારે બૌદ્ધ ધર્મનું અનુસરણ કરતાં મેજોરિટી સિંહાલી બૌદ્ધ ધર્મીઓએ મુસ્લિમોની કેટલીક દુકાનોને આગ ચાંપી હતી. સળગી ગયેલી એક ઇમારતમાંથી મુસ્લિમ વ્યક્તિની લાશ મળી આવ્યા બાદ શ્રીલંકામાં પોલીસને કાર્યવાહી કરવાના આદેશ મળ્યા છે. અઠવાડિયા પહેલાં ટ્રાફિક રેડ લાઇટ પર થયેલા એક ઝગડામાં કેટલાંક મુસ્લિમોએ બૌદ્ધ યુવકને માર માર્યો હતો, જેમાં આ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારબાદથી અહીં તણાવ વધી રહ્યો છે. ગયા અઠવાડિયે શ્રીલંકાના પૂર્વ શહેર અમપારામાં બે સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઇ હતી.

જાણો શું છે સાંપ્રદાયિક તણાવનો ઇતિહાસ

- જાણીતા અખબાર અને એક ન્યૂઝ વેબસાઇટ અનુસાર, શ્રીલંકામાં વર્ષ 2012થી જ સાંપ્રદાયિક તણાવની સ્થિતિ છે. એક ન્યૂઝસાઇટના અહેવાલ અનુસાર, એક કટ્ટરપંથી બૌદ્ધ સંગઠન (BBS) આ તણાવને પ્રોત્સાહન આપી રહ્યું છે.
- કેટલાંક કટ્ટરપંથી બૌદ્ધ ગ્રુપે મુસ્લિમો પર બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા અને બૌદ્ધ મઠોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
- છેલ્લાં બે મહિનાની અંદર ગૉલમાં બે સમુદાય વચ્ચે સામસામે 20થી વધુ હુમલાઓ થયા છે.
- એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2014માં કથિત બૌદ્ધ ધર્મીઓએ ત્રણ માઇનોરની હત્યા કરી હોવાના આરોપો બાદ, ગૉલમાં હિંસાની ઘટનાઓ અને કોમી રમખાણો થયા છે.
- વર્ષ 2013માં કોલંબોમાં કથિત બૌદ્ધ ગુરૂઓના નેતૃત્વમાં એક ભીડે કપડાંના સ્ટોર પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા.
- શ્રીલંકાની વસતી બે કરોડ દસ લાખની આસપાસ છે અને તેમાં 75 ટકા બૌદ્ધ છે અને 10 ટકા મુસ્લિમ.
- વર્ષ 2009માં સેનાના હાથે તમિળ વિદ્રોહીઓની હાર બાદ શ્રીલંકાનો મુસ્લિમ સમુદાય એક પ્રકારે પોલિટિકલ પેનલથી દૂર રહ્યો છે.
- પરંતુ હાલના વર્ષોમાં અહીં બે સમુદાય વિરૂદ્ધ ધર્મના નામે હિંસાની ઘટનાઓ વધી રહી છે. આ હિંસા માટે કથિત રીતે બૌદ્ધ ગુરૂઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, બૌદ્ધના નિશાને મુસ્લિમ સમુદાય કેમ?

(વાંચોઃ શ્રીલંકામાં હિંસા બાદ ઇમરજન્સી લાગુ; ભારતીય ક્રિકેટ ટીમ કોલંબોમાં)

2009માં સેનાના હાથે તમિળ વિદ્રોહીઓની હાર બાદ શ્રીલંકાનો મુસ્લિમ સમુદાય એક પ્રકારે પોલિટિકલ પેનલથી દૂર રહ્યું છે.
2009માં સેનાના હાથે તમિળ વિદ્રોહીઓની હાર બાદ શ્રીલંકાનો મુસ્લિમ સમુદાય એક પ્રકારે પોલિટિકલ પેનલથી દૂર રહ્યું છે.

શાંતિપ્રિય બૌદ્ધોના નિશાના પર મુસ્લિમો કેમ? 


- બૌદ્ધ ધર્મને દુનિયામાં શાંતિ અને અહિંસાના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. અહિંસા પ્રત્યે બૌદ્ધ માન્યતાઓ તેને અન્ય ધર્મોથી અલગ બનાવે છે. 
- શ્રીલંકામાં ચાલી રહેલી આ હિંસક ઘટનાઓ બાદ સવાલ એ ઉભો થાય છે કે, મુસ્લિમો વિરૂદ્ધ બૌદ્ધ હિંસાનો સહારો કેમ લઇ રહ્યા છે? 
- એક અખબારી અહેવાલ અનુસાર, શ્રીલંકામાં મુસ્લિમોની મુસ્લિમ પરંપરા હેઠળ માંસાહાર અથવા પાલતૂ પશુઓને મારવા એ બૌદ્ધ સમુદાય માટે એક વિવાદનો મુદ્દો રહ્યો છે. 

- શ્રીલંકામાં બૌદ્ધ સમુદાય દ્વારા એક બોડુ બલા સેના (BBS) પણ સંગઠન કરવામાં આવ્યું છે, જે સિંહાલી બૌદ્ધોનું રાષ્ટ્રવાદી સંગઠન છે.
- એક જાણીતી ન્યૂઝ સાઇટ અનુસાર, આ ગ્રુપ મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવેલા કારોબારના બહિષ્કારની કથિત માંગણી કરે છે. 

બૌદ્ધ સંગઠન (BBS) આ તણાવને કથિત રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે
બૌદ્ધ સંગઠન (BBS) આ તણાવને કથિત રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે
અહીંની બૌદ્ધ કોમ્યુનિટીએ મુસ્લિમ કોમ્યુનિટી સામે આરોપ લગાવ્યો છે કે, તેઓ બળજબરીપૂર્વક લોકોને ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કરે છે.
અહીંની બૌદ્ધ કોમ્યુનિટીએ મુસ્લિમ કોમ્યુનિટી સામે આરોપ લગાવ્યો છે કે, તેઓ બળજબરીપૂર્વક લોકોને ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કરે છે.
શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનું પાલન કરતાં લોકોએ એક બોડુ બલા સેના (BBS) પણ બનાવીને રાખી છે, જે સિંહાલી બૌદ્ધોનું રાષ્ટ્રવાદી સંગઠન છે.
શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનું પાલન કરતાં લોકોએ એક બોડુ બલા સેના (BBS) પણ બનાવીને રાખી છે, જે સિંહાલી બૌદ્ધોનું રાષ્ટ્રવાદી સંગઠન છે.
X
શ્રીલંકાની વસતી બે કરોડ દસ લાખની આસપાસ છે અને તેમાં 75 ટકા બૌદ્ધ છે અને 10 ટકા મુસ્લિમ.શ્રીલંકાની વસતી બે કરોડ દસ લાખની આસપાસ છે અને તેમાં 75 ટકા બૌદ્ધ છે અને 10 ટકા મુસ્લિમ.
2009માં સેનાના હાથે તમિળ વિદ્રોહીઓની હાર બાદ શ્રીલંકાનો મુસ્લિમ સમુદાય એક પ્રકારે પોલિટિકલ પેનલથી દૂર રહ્યું છે.2009માં સેનાના હાથે તમિળ વિદ્રોહીઓની હાર બાદ શ્રીલંકાનો મુસ્લિમ સમુદાય એક પ્રકારે પોલિટિકલ પેનલથી દૂર રહ્યું છે.
બૌદ્ધ સંગઠન (BBS) આ તણાવને કથિત રીતે પ્રોત્સાહન આપી રહ્યું છેબૌદ્ધ સંગઠન (BBS) આ તણાવને કથિત રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે
અહીંની બૌદ્ધ કોમ્યુનિટીએ મુસ્લિમ કોમ્યુનિટી સામે આરોપ લગાવ્યો છે કે, તેઓ બળજબરીપૂર્વક લોકોને ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કરે છે.અહીંની બૌદ્ધ કોમ્યુનિટીએ મુસ્લિમ કોમ્યુનિટી સામે આરોપ લગાવ્યો છે કે, તેઓ બળજબરીપૂર્વક લોકોને ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કરે છે.
શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનું પાલન કરતાં લોકોએ એક બોડુ બલા સેના (BBS) પણ બનાવીને રાખી છે, જે સિંહાલી બૌદ્ધોનું રાષ્ટ્રવાદી સંગઠન છે.શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનું પાલન કરતાં લોકોએ એક બોડુ બલા સેના (BBS) પણ બનાવીને રાખી છે, જે સિંહાલી બૌદ્ધોનું રાષ્ટ્રવાદી સંગઠન છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App