ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» જ્હોનિસબર્ગમાં ગાંધીવૉક: પહેલીવાર દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ પણ થયા સામેલ | South African President Also Join In Gandhi Walk in Johannesburg

    જ્હોનિસબર્ગમાં ગાંધીવૉક: પહેલીવાર દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ પણ થયા સામેલ

    Agency, Johannesburg | Last Modified - Apr 17, 2018, 03:21 AM IST

    આ વૉકમાં 5,000 લોકો સામેલ થયા હતા જેમાં અનેક દેશોના રનર, તમામ ઉંમરના નાગરિકો અને દિવ્યાંગો પણ સામેલ હતા
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      જ્હોનિસબર્ગ: દ.આફ્રિકામાં જ્હોનિસબર્ગના લેનાસિયામાં 33મી વખત ગાંધીવૉક આયોજિત કરાઈ હતી. આ વૉકના ઈતિહાસમાં પહેલીવાર દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ભાગ લીધો હતો. આ વૉકમાં 5,000 લોકો સામેલ થયા હતા જેમાં અનેક દેશોના રનર, તમામ ઉંમરના નાગરિકો અને દિવ્યાંગો પણ સામેલ હતા. વૉકની થીમ ગો ગ્રીન રખાઈ હતી. આ વૉક 6 અને 12 કિમી વર્ગમાં રખાઈ જેમાં હેલ્થ ચેકઅપ પણ કરાયું હતું. આ વૉકની શરૂઆત 33 વર્ષ અગાઉ લેનાસિયામાં ગાંધી હોલના નિર્માણ માટે ફંડ એકત્રિત કરવા કરાઈ હતી. અમુક વર્ષ અગાઉ હોલ બનીને તૈયાર થઈ ગયો છે.

      ગાંધીનો સાથ મેળવી રામાફોસા ખુશ

      રાષ્ટ્રપતિ રામાફોસાએ ગાંધીજીના વેશમાં પાસે હર્ષવર્ધન પીતાંબર તરફ ઈશારો કરતા કહ્યું મહાત્મા ગાંધી સાથે ઊભા રહીને શાનદાર અનુભૂતિ થઈ રહી છે. ભારતના દ.આફ્રિકાના હાઇ કમિશનર રુચિરા કમ્બોઝ, અમેરિકી સિવિલ રાઈટ એક્ટિવિસ્ટ રેવટેન્ડ જેસ જેક્સન સામેલ થયા હતા.

      ભારતીયોને લેનાસિયા મોકલતી વખતે જ્હોનિસબર્ગનો હોલ તોડ્યો હતો

      જ્હોનિસબર્ગમાં ગાંધી હોલ હતો. તેમાં મહાત્મા ગાંધીજી બેઠકો યોજીને લોકોને ભેદભાવ કરનારા કાયદા વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કરતા હતા. તે હોલને અંગ્રેજોએ ભારતીયોને ત્યાંથી બળજબરીપૂર્વક લેનાસિયા મોકલતી વખતે તોડી નાખ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જ્હોનિસબર્ગમાં ગાંધીવૉક: પહેલીવાર દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ પણ થયા સામેલ | South African President Also Join In Gandhi Walk in Johannesburg
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top