ટોળાંએ બૂમો પાડી 'ફેંકી દે', ઘાતકી પિતાએ બીજાં માળેથી દીકરીને નીચે પટકી

તેણે ગુસ્સામાં માત્ર એક પગ પકડીને બાળકીને હવામાં જ ઝૂલાવ્યે રાખી

divyabhaskar.com | Updated - Apr 14, 2018, 12:05 AM
એક વર્ષની બાળકી ડરી ગઇ હતી અને તે જોરજોરથી ચીસો પાડીને રડી રહી હતી
એક વર્ષની બાળકી ડરી ગઇ હતી અને તે જોરજોરથી ચીસો પાડીને રડી રહી હતી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આ દ્રશ્ય જોતાં જ કોઇ પણ વ્યક્તિના શ્વાસ બે ઘડી માટે થંભી જશે. ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસણખોરી કરેલા એક પરિવારને પોલીસ ડિપોર્ટ કરવા માટે પહોંચી હતી. જ્યાં પોલીસથી બચવા માટે પિતાએ તેની એક વર્ષની બાળકીને છત પર ફેંકી દીધી હતી. હકીકતમાં, પોલીસ તેઓની બિલ્ડિંગને તોડવા અને અહીં વસેલા લોકોને હટાવવા માટે પહોંચી હતી.

ફેંકતા પહેલાં છત પરથી પગ પકડીને ઝૂલાવી


- ગેરકાયદેસર બાંધકામ અને લોકોને હટાવવા આવેલી પોલીસે નોંધ્યું કે, આ પિતા તેની બાળકીને ફેંકી દેવાની તૈયારીમાં છે. પોલીસે પહેલાં તેને રાઉન્ડ કરી ઘેરી લીધો.
- આ વ્યક્તિને લાગ્યું કે, પોલીસ અટકી ગઇ છે પરંતુ તેઓ ધીરેધીરે આરોપી તરફ આગળ વધ્યા.
- આ દરમિયાન આ એક વર્ષની બાળકી ડરી ગઇ હતી અને તે જોરજોરથી ચીસો પાડીને રડી રહી હતી.
- મકાનની નીચે ઉભેલા લોકોનાં ટોળાંમાંથી લોકો બૂમો પાડી રહ્યા હતા, 'ફેંકી દો, ફેંકી દો.' આ જોતાં એક પોલીસ કર્મચારીએ નીચે ઉભેલા અન્ય એક પોલીસને કહી દીધું કે તે બાળકીને નીચે ફેંકવાનો છે.
- આ સાંભળતા જ એક પોલીસ ઓફિસર બાળકીને પકડવા માટે આગળ આવ્યો. પિતા બાળકીને ફેંકવાની તૈયારીમાં હતો અને નીચે જોયું કે, પોલીસ તેને પકડી લેશે. આ જોતાં તેણે ગુસ્સામાં માત્ર એક પગ પકડીને બાળકીને હવામાં જ ઝૂલાવ્યે રાખી.
- આ પ્રકારે જોરજોરથી ઝૂલાવતા પિતાએ બિલ્ડિંગના બીજાં માળેથી એક વર્ષની બાળકીને ફેંકી દીધી. આ ઘટનાને નજરે જોનારા લોકોનાં શ્વાસ આ મિનિટે અદ્ધર થઇ ગયા.

આગળની સ્લાઇડ્સમાં જાણો, બાળકીને બીજાં માળેથી નીચે ફેંક્યા બાદ શું થયું, શા માટે પિતાએ ફેંકી દીધી એક વર્ષની બાળકીને નીચે...

38 વર્ષીય વ્યક્તિ તેની એક વર્ષની દીકરીને લઇને છત પર ચઢી ગયો
38 વર્ષીય વ્યક્તિ તેની એક વર્ષની દીકરીને લઇને છત પર ચઢી ગયો

ગેરકાયદેસર ઘૂસેલા લોકોને હટાવવા આવી હતી પોલીસ 


- આ ઘટનાની શરૂઆત સવારે 10.40 વાગ્યે. જ્યારે સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસ અંદાજિત 150 જેટલાં દેખાવકારોને અટકાવવા પહોંચી. 
- હકીકતમાં, સાઉથ આફ્રિકાના ઇસ્ટ કેપ કોસ્ટમાં કેટલાંક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે ક્વાડ્વેશી વિસ્તારમાં જોઇ સ્લોવો ટાઉનશિપ બનાવી દીધી હતી. 
- આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડી અહીંથી ઇમિગ્રન્ટ્સને દૂર કરવાનો આદેશ મળતા પોલીસ અહીં પહોંચી. પોલીસને આવેલી જોઇ લોકોએ દેખાવો કરવાના શરૂ કરી દીધા અને નાસભાગ કરવા લાગ્યા. 
- પોલીસના સ્પોક્સમેન કેપ્ટન એન્ડ્રે બીટ્જેએ જણાવ્યું કે, અંદાજિત 10.40 વાગ્યે એક 38 વર્ષીય વ્યક્તિ તેની એક વર્ષની દીકરીને લઇને છત પર ચઢી ગયો અને તેનું મકાન નહીં તોડવાની જીદ પકડી. 
- 'આ બધું જ એટલા માટે જેથી અમે પોલીસ કાર્યવાહી ના કરી શકીએ અને તેઓના મકાન પાડી ના શકીએ.'

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે હાઇ વોલ્ટેજ ડ્રામાના અંતે બાળકીને બચાવી... 

 

આ વ્યક્તિને લાગ્યું કે, પોલીસ અટકી ગઇ છે પરંતુ તેઓ ધીરેધીરે આરોપી તરફ આગળ વધ્યા.
આ વ્યક્તિને લાગ્યું કે, પોલીસ અટકી ગઇ છે પરંતુ તેઓ ધીરેધીરે આરોપી તરફ આગળ વધ્યા.

પોલીસે બાળકીને રેસ્ક્યૂ કર્યુ 


- પોલીસે જણાવ્યું કે, અમે જોયું કે, આરોપી પિતા બાળકીને નીચે ફેંકવાની તૈયારીમાં છે. તેથી અમે સૌથી પહેલાં બાળકીને બચાવવાનો પ્લાન કર્યો. 

- પિતાએ ગુસ્સામાં બાળકીને નીચે ફેંકી તો અમારાં ઓફિસરે તરત જ તેને નીચે પકડી લીધી. 
- હાલ આ પિતાની ફેમિલી વાયોલન્સ, ચાઇલ્ડ પ્રોટેક્શન એન્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ યુનિટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. 
- કેપ્ટન બીટ્જેએ જણાવ્યું કે, હાલ આ બાળકીને તેની માતાને સોંપી દેવામાં આવી છે અને તેઓના કેસને લોકલ સોશિયલ સર્વિસને સોંપી દેવામાં આવ્યો છે. 

 

પોલીસ તેઓની બિલ્ડિંગને તોડવા અને અહીં વસેલા લોકોને હટાવવા માટે પહોંચી હતી.
પોલીસ તેઓની બિલ્ડિંગને તોડવા અને અહીં વસેલા લોકોને હટાવવા માટે પહોંચી હતી.

હાઇ વોલ્ટેજ ડ્રામાના અંતે બાળકીને બચાવી 


- અંદાજિત 90 સેકન્ડ સુધી ચાલેલા આ ડ્રામામાં અંતે પિતાએ ફેંકી દીધેલી દીકરીને નીચે ઉભેલા એક ઓફિસરે પકડી લીધી અને તેનો જીવ બચાવ્યો. 
- આટલા સમયમાં અન્ય ત્રણ પોલીસ ઓફિસર્સે 38 વર્ષીય આરોપીને જકડી લીધો અને તેની ધરપકડ કરી લીધી. 
- પોલીસ ઓફિસરે કહ્યું કે, બાંધકામ તોડવાનું કામ અટકાવવા માટે કોઇ પિતા પોતાના જ સંતાનને મારી નાખવા માટે તૈયાર થઇ જાય તે ઘટના અમારાં માટે શોકિંગ હતી. 
- આટલા હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે 90 જેટલાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા છે. 

તેણે ગુસ્સામાં માત્ર એક પગ પકડીને બાળકીને હવામાં જ ઝૂલાવ્યે રાખી
તેણે ગુસ્સામાં માત્ર એક પગ પકડીને બાળકીને હવામાં જ ઝૂલાવ્યે રાખી
પિતાએ ફેંકી દીધેલી દીકરીને નીચે ઉભેલા એક ઓફિસરે પકડી લીધી અને તેનો જીવ બચાવ્યો
પિતાએ ફેંકી દીધેલી દીકરીને નીચે ઉભેલા એક ઓફિસરે પકડી લીધી અને તેનો જીવ બચાવ્યો
અન્ય ત્રણ પોલીસ ઓફિસર્સે 38 વર્ષીય આરોપીને જકડી લીધો અને તેની ધરપકડ કરી લીધી
અન્ય ત્રણ પોલીસ ઓફિસર્સે 38 વર્ષીય આરોપીને જકડી લીધો અને તેની ધરપકડ કરી લીધી
X
એક વર્ષની બાળકી ડરી ગઇ હતી અને તે જોરજોરથી ચીસો પાડીને રડી રહી હતીએક વર્ષની બાળકી ડરી ગઇ હતી અને તે જોરજોરથી ચીસો પાડીને રડી રહી હતી
38 વર્ષીય વ્યક્તિ તેની એક વર્ષની દીકરીને લઇને છત પર ચઢી ગયો38 વર્ષીય વ્યક્તિ તેની એક વર્ષની દીકરીને લઇને છત પર ચઢી ગયો
આ વ્યક્તિને લાગ્યું કે, પોલીસ અટકી ગઇ છે પરંતુ તેઓ ધીરેધીરે આરોપી તરફ આગળ વધ્યા.આ વ્યક્તિને લાગ્યું કે, પોલીસ અટકી ગઇ છે પરંતુ તેઓ ધીરેધીરે આરોપી તરફ આગળ વધ્યા.
પોલીસ તેઓની બિલ્ડિંગને તોડવા અને અહીં વસેલા લોકોને હટાવવા માટે પહોંચી હતી.પોલીસ તેઓની બિલ્ડિંગને તોડવા અને અહીં વસેલા લોકોને હટાવવા માટે પહોંચી હતી.
તેણે ગુસ્સામાં માત્ર એક પગ પકડીને બાળકીને હવામાં જ ઝૂલાવ્યે રાખીતેણે ગુસ્સામાં માત્ર એક પગ પકડીને બાળકીને હવામાં જ ઝૂલાવ્યે રાખી
પિતાએ ફેંકી દીધેલી દીકરીને નીચે ઉભેલા એક ઓફિસરે પકડી લીધી અને તેનો જીવ બચાવ્યોપિતાએ ફેંકી દીધેલી દીકરીને નીચે ઉભેલા એક ઓફિસરે પકડી લીધી અને તેનો જીવ બચાવ્યો
અન્ય ત્રણ પોલીસ ઓફિસર્સે 38 વર્ષીય આરોપીને જકડી લીધો અને તેની ધરપકડ કરી લીધીઅન્ય ત્રણ પોલીસ ઓફિસર્સે 38 વર્ષીય આરોપીને જકડી લીધો અને તેની ધરપકડ કરી લીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App