ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» South Africa President Jacob Juma resign from his post

    દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ ઝુમાનું રાજીનામું, કહ્યું- પાર્ટીનો ફેંસલો અયોગ્ય

    Divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 10:25 AM IST

    કરપ્શન મામલે ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સ- અજય, અતુલ અને રાજેશની ધરપકડ પછી જેકબ ઝુમાની મુશ્કેલી વધી હતી.
    • રાજીનામું આપતાંની સાથે જ જુમાનું 9 વર્ષનું ટેન્યોર ખતમ થઈ ગયું (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાજીનામું આપતાંની સાથે જ જુમાનું 9 વર્ષનું ટેન્યોર ખતમ થઈ ગયું (ફાઈલ)

      કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના 75 વર્ષનાં પ્રેસિડન્ટ જેકબ ઝુમાએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પાર્લામેન્ટમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને હટાવવાની ફિરાકમાં જ હતી. ઝુમાએ કહ્યું કે પોતાની પાર્ટીના નિર્ણયથી સહમત નથી, પરંતુ હુંમ મારા ઓર્ગેનાઈઝેશનનો અનુશાસિત સભ્ય છું. કરપ્શન મામલે ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સ- અજય, અતુલ અને રાજેશની ધરપકડ પછી રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની મુશ્કેલી વધી ગઈ હતી. ઝુમા પર ગુપ્તા બ્રધર્સને ખોટી રીતે ફાયદો પહોંચાડવાના આરોપ છે.

      ઝુમાએ ટીવી પર રાજીનામાની જાહેરાત કરી

      - ઝુમાએ નેશનલ ટેલીવિઝન પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, "હું તાત્કાલિક પ્રભાવથી સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ પદેથી રાજીનામું આપુ છું."
      - રાજીનામું આપતાંની સાથે જ ઝુમાનું 9 વર્ષનું ટેન્યોર ખતમ થઈ ગયું. તેઓ બીજી અને અંતિમ વખત પ્રેસિડન્ટ બન્યાં હતા. 2019માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો.
      - ઝુમાની જગ્યાએ સાઇરિલ રામફોસાને અંતરિમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે. ઝુમાએ કહ્યું કે, "રામાફોસાને પ્રેસિડન્ટ બનાવવાનો નિર્ણય યોગ્ય નથી." રામાફોસાને બે માસ પહેલાં જ ANCના પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા.
      - ઝુમાએ તેમ પણ કહ્યું કે, "પ્રેસિડન્ટ પદ છોડ્યાં પછી પણ હું પાર્ટીની સેવા કરતો રહીશ."
      - "મને મારા વિરૂદ્ધ કોન્ફિડેન્સ મોશન કે ઈમ્પીચમેન્ટ લાવવાનો ડર ન હતો. અમારા સુંદર દેશમાં પ્રેસિડન્ટને સત્તા પરથી હટાવવા માટે એક કાયદાકીય પ્રક્રિયા છે."
      - ઝુમા વિરૂદ્ધ વિરોધ પક્ષ દ્વારા અનેક વખત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
      - 2005માં ડેપ્યુટી મિનિસ્ટર રહેલાં ઝુમા પર રેપનો આરોપ લાગ્યો હતો. ત્યારે પ્રેસિડન્ટ રહેલાં થાબો મબેકીએ તેમને પદ પરથી હટાવી દીધા હતા. જે બાદ ઝુમા તમામ આરોપોમાંથી નિર્દોષ બહાર નીકળ્યાં હતા.

      શું છે મામલો?

      - સ્પેશિયલ પોલીસ હોક્સે બુધવારે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું જેમાં કહ્યું કે વ્રેદે ફાર્મ કેસમાં દરોડા પાડવામાં આવ્યાં હતા, જે બાદ અજય, અતુલ અને રાજેશ ગુપ્તાની ધરપકડ થઈ હતી.
      - ગુપ્તા પરિવાર પર આરોપ છે કે તેઓએ વ્રેદેની નજીક એસ્તીના ડેરી ફાર્મને ખોટી રીતે કરોડો રૂપિયા ખર્ચીને પોતાના કબજામાં લઈ લીધી હતી. જ્યારે કે આ પ્રોજેકટ અશ્વેત અને ગરીબ ખેડૂતોની મદદ માટે શરૂ કરાયો હતો.

      આગળની સ્લાઈડમાં વાંચો ઝુમાના ભારતીય મૂળના ગુપ્તા બ્રધર્સ સાથે શું સંબંધ છે?

    • અજય, રાજેશ અને અતુલ (વચ્ચે બેઠેલો)ને જેકબ ઝુમા સાથે સારા સંબંધ છે (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અજય, રાજેશ અને અતુલ (વચ્ચે બેઠેલો)ને જેકબ ઝુમા સાથે સારા સંબંધ છે (ફાઈલ)

    • ગુુપ્તા બ્રધર્સના ઠેકાણાંઓ પર બુધવારે દરોડા પાડવામાં આવ્યાં હતા જે બાદ ત્રણેય ભાઈઓની ધરપકડ થઈ હતી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગુુપ્તા બ્રધર્સના ઠેકાણાંઓ પર બુધવારે દરોડા પાડવામાં આવ્યાં હતા જે બાદ ત્રણેય ભાઈઓની ધરપકડ થઈ હતી

      કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના 75 વર્ષનાં પ્રેસિડન્ટ જેકબ ઝુમાએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પાર્લામેન્ટમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને હટાવવાની ફિરાકમાં જ હતી. ઝુમાએ કહ્યું કે પોતાની પાર્ટીના નિર્ણયથી સહમત નથી, પરંતુ હુંમ મારા ઓર્ગેનાઈઝેશનનો અનુશાસિત સભ્ય છું. કરપ્શન મામલે ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સ- અજય, અતુલ અને રાજેશની ધરપકડ પછી રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની મુશ્કેલી વધી ગઈ હતી. ઝુમા પર ગુપ્તા બ્રધર્સને ખોટી રીતે ફાયદો પહોંચાડવાના આરોપ છે.

      ઝુમાએ ટીવી પર રાજીનામાની જાહેરાત કરી

      - ઝુમાએ નેશનલ ટેલીવિઝન પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, "હું તાત્કાલિક પ્રભાવથી સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ પદેથી રાજીનામું આપુ છું."
      - રાજીનામું આપતાંની સાથે જ ઝુમાનું 9 વર્ષનું ટેન્યોર ખતમ થઈ ગયું. તેઓ બીજી અને અંતિમ વખત પ્રેસિડન્ટ બન્યાં હતા. 2019માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો.
      - ઝુમાની જગ્યાએ સાઇરિલ રામફોસાને અંતરિમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે. ઝુમાએ કહ્યું કે, "રામાફોસાને પ્રેસિડન્ટ બનાવવાનો નિર્ણય યોગ્ય નથી." રામાફોસાને બે માસ પહેલાં જ ANCના પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા.
      - ઝુમાએ તેમ પણ કહ્યું કે, "પ્રેસિડન્ટ પદ છોડ્યાં પછી પણ હું પાર્ટીની સેવા કરતો રહીશ."
      - "મને મારા વિરૂદ્ધ કોન્ફિડેન્સ મોશન કે ઈમ્પીચમેન્ટ લાવવાનો ડર ન હતો. અમારા સુંદર દેશમાં પ્રેસિડન્ટને સત્તા પરથી હટાવવા માટે એક કાયદાકીય પ્રક્રિયા છે."
      - ઝુમા વિરૂદ્ધ વિરોધ પક્ષ દ્વારા અનેક વખત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
      - 2005માં ડેપ્યુટી મિનિસ્ટર રહેલાં ઝુમા પર રેપનો આરોપ લાગ્યો હતો. ત્યારે પ્રેસિડન્ટ રહેલાં થાબો મબેકીએ તેમને પદ પરથી હટાવી દીધા હતા. જે બાદ ઝુમા તમામ આરોપોમાંથી નિર્દોષ બહાર નીકળ્યાં હતા.

      શું છે મામલો?

      - સ્પેશિયલ પોલીસ હોક્સે બુધવારે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું જેમાં કહ્યું કે વ્રેદે ફાર્મ કેસમાં દરોડા પાડવામાં આવ્યાં હતા, જે બાદ અજય, અતુલ અને રાજેશ ગુપ્તાની ધરપકડ થઈ હતી.
      - ગુપ્તા પરિવાર પર આરોપ છે કે તેઓએ વ્રેદેની નજીક એસ્તીના ડેરી ફાર્મને ખોટી રીતે કરોડો રૂપિયા ખર્ચીને પોતાના કબજામાં લઈ લીધી હતી. જ્યારે કે આ પ્રોજેકટ અશ્વેત અને ગરીબ ખેડૂતોની મદદ માટે શરૂ કરાયો હતો.

      આગળની સ્લાઈડમાં વાંચો ઝુમાના ભારતીય મૂળના ગુપ્તા બ્રધર્સ સાથે શું સંબંધ છે?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: South Africa President Jacob Juma resign from his post
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `