Home » International News » Latest News » International » Atwal Apologises Over Appearing At Trudeau Dinner Event

અટવાલે ભારત-કેનેડાની માફી માંગી, કહ્યું - હવે હું ખલિસ્તાન સમર્થક નથી

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 03:56 PM

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો તેમની ફેમિલી સાથે 17થી 24 ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે આવ્યા હતા

 • Atwal Apologises Over Appearing At Trudeau Dinner Event
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  જસ્ટીન ટ્રુડોની સ્પેશિયલ ડિનર ઇવેન્ટમાં ટ્રુડોની વાઇફ સોફિયા સાથે જોવા મળ્યા હતા અટવાલ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની ભારત મુલાકાત દરમિયાન ખાલિસ્તાન સમર્થક જસપાલ અટવાલના એક ડિનરમાં સામેલ થવા પર વિવાદ થયો હતો. ટ્રુડોની આ મુલાકાત પૂર્ણ થયાના 13 દિવસ બાદ અટવાલે ભારત અને કેનેડાની માફી માંગી છે. તેઓએ એક નિવેદન જાહેર કરીને કહ્યું, ભારતમાં ટ્રુડોના ડિનરમાં મારાં સામેલ થવાથી કેનેડા અને ભારતમાં જે પણ પરેશાની થઇ તે માટે હું બંને દેશોની માફી માંગવા ઇચ્છું છું. હું આતંકવાદનું સમર્થન નથી કરતો. મેં શીખો માટે આઝાદ દેશની વકીલાત પણ નથી કરી. ઉલ્લેખનીય છે કે, ટ્રુડોએ દિલ્હીમાં કહ્યું હતું કે, અટવાલને ડિનર પાર્ટી માટે આમંત્રણ આપવું ના જોઇએ.


  ઘણીવાર આવી ગયો છું ભારતઃ અટવાલ


  - ઉલ્લેખનીય છે કે, અટવાલ પર 1986માં ભારતીય મંત્રી મલકીત સિંગ સિદ્ધુ પર જીવલેણ હુમલો કરવાનો આરોપ હતો. 1992માં તેઓને પેરોલ મળ્યા હતા.
  - અટવાલે પેરોલ મળ્યા બાદ ઇન્ડો-કેનેડિયન કોમ્યુનિટી તરફથી રાજનીતિમાં ભાગ લીધો હતો.
  - આ સિવાય અટવાલ અનેક વખત ભારત પણ આવી ચૂક્યા હતા. અટવાલના જણાવ્યા અનુસાર, 2017માં તેઓએ ત્રણ વખત ભારતની મુલાકાત લીધી છે અને દરેક વખતે તેઓને ભારત સરકારે મંજૂરી આપી છે.
  - અટવાલે કહ્યું કે, કેનેડાએ મારાં ટ્રાવેલિંગ પર કોઇ પ્રતિબંધ લગાવ્યો નથી. તેથી મેં સ્થાનિક સાંસદ પાસેથી ટ્રુડોના ડિનરમાં જવાની મંજૂરી માંગી હતી.


  કોની-કોની સાથે જોવા મળ્યા અટવાલ?


  - મુંબઇની એક ઇવેન્ટમાં અટવાલ ટ્રુડોની પત્ની સોફિયા સાથે જોવા મળ્યા હતા. અન્ય એક ફોટોમાં તેઓ ટ્રુડોના મંત્રી અમરજીત સોહીની સાથે પણ જોવા મળ્યા હતા.
  - તસવીરો સામે આવ્યા બાદ વિવાદ થતાં કેનેડાના સાંસદ રણદીપ એસ. સરાઇએ અટવાલને મુંબઇની એક ઇવેન્ટમાં બોલાવવાની જવાબદારી લીધી હતી.

  આગળની સ્લાઇડમાં જાણો, ટ્રુડોએ અટવાલને આમંત્રણ પર શું સ્પષ્ટતા કરી હતી?

 • Atwal Apologises Over Appearing At Trudeau Dinner Event
  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જસ્ટીન ટ્રુડો

  ટ્રુડોએ અટવાલને આમંત્રણ પર શું સ્પષ્ટતા કરી હતી?

   

  - અટવાલને સ્પેશિયલ ડિનરમાં બોલાવવાના વિવાદ પર ટ્રુડોએ કહ્યું હતું કે, અમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. તેઓને કોઇ આમંત્રણ આપવાનું નહતું. અમને આ અંગે જાણકારી મળતા, કેનેડાના હાઇકમિશને ઇન્વિટેશન રદ કરી દીધું હતું. પાર્લામેન્ટના એક મેમ્બરે તેને પર્સનલી બોલાવ્યા હતા. 
  - કેનેડાના પીએમઓએ કહ્યું હતું, અહીં એ સ્પષ્ટતા મહત્વની છે કે, અટવાલ, ટ્રુડોના ઓફિશિયલ ડેલિગેશનનો ભાગ નહતા, તેઓએ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ તરફથી પણ કોઇ આમંત્રણ નહતું.


  કોણ છે જસપાલ અટવાલ?


  - જસપાલ અટવાલ ખાલિસ્તાન સમર્થક છે. તેઓ પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનમાં કામ કરતા હતા. 
  - આ સંગઠનને 1980ના દાયકાની શરૂઆતમાં કેનેડા સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યુ હતું. 
  - અટવાલને પંજાબના ભૂતપૂર્વ મંત્રી મલકીત સિંહ સિદ્ધુ અને ત્રણ અન્ય લોકોને 1986માં વેનકૂંવર આઇલેન્ડમાં જીવલેણ હુમલો કરવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. 
  - જસપાલ આ ચાર લોકોમાં સામેલ હતા, જેઓએ સિદ્ધુની કાર પર ઘાતક હુમલો કર્યો અને ગોળીબાર કર્યો હતો. જો કે, સિદ્ધુએ આ આરોપોનો ઇન્કાર કર્યો હતો. 
  - આ સિવાય અટવાલને 1985માં એક ઓટોમોબાઇલ ફ્રોડ કેસમાં પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. 


  શું છે ખાલિસ્તાન વિવાદ? 


  - પંજાબમાં કેટલાંક લોકોએ 1980ના દાયકામાં ખાલિસ્તાન નામથી અલગ દેશ બનાવવાની માંગણી હતી. આ માટે તેઓએ ભારત વિરોધી હિંસક આંદોલનો કર્યા. 
  - 1984માં ભારતીય સેનાએ સુવર્ણ મંદિરમાં ઘૂસીને ત્યાં છૂપાયેલા ખાલિસ્તાન સપોર્ટર્સ પર કાર્યવાહી કરી. ત્યારબાદ ધીરે-ધીરે આ આંદોલન ખતમ થઇ ગયું હતું. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ