અમેરિકા: Youtubeના હેડ ક્વાર્ટરમાં ગોળીબાર, અનેકો ઘાયલ

ઘાયલોને સારવારઅર્થે સૈન ફ્રાન્સિસ્કોના જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

DivyaBhaskar.com | Updated - Apr 04, 2018, 03:56 AM
ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી
ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી

કેલિફોર્નિયા: અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં સૈન બ્રુનોમાં આવેલી યૂ-ટ્યુબની હેડઓફિસમાં મંગળવારે મોડી રાતે એક બંદૂક લઈને આવેલી મહિલાએ ચાર લોકોને ઘાયલ કરી દીધા હતા અને ત્યારપછી પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ તે મહિલાની ઓળખ થઈ નથી અને હુમલાનું કારણ પણ જાણવા મળ્યું નથી.

આતંકી હુમલો નહીં ઘરેલુ વિવાદ હોઈ શકે છે

- ન્યૂઝ એજન્સી એમએસએનબીસીના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર મહિલાની ઉંમર અંદાજે 30 વર્ષ હતી. તેણે ઈમારતમાં દાખલ થતાં પહેલાં જ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
- કાયદાકીય અધિકારીઓનું માનવું છે કે, ગોળીબારનું કારણ ઘરેલુ વિવાદ હોઈ શકે છે. આ આંતકી હુમલો હોવાની શક્યતા ખૂબ નહિવત છે.

પોલીસને મહિલા ફ્લોર પર મૃત હાલતમાં મળી

- પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને યુ-ટ્યૂબ હેડક્વાર્ટરમાં મહિલા બંદૂક લઈને ઘુસી હોવાની માહિતી મળતાં જ તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
- પોલીસના પ્રવક્તા એડ બાર્બેરિનીએ જણાવ્યું કે, તેમને ઘટના સ્થળેથી એક શંકાસ્પદ મહિલાનો મૃતદેહ મળ્યો છે. પોલીસનું માનવું છે કે, આ જ મહિલાએ હુમલો કર્યો હતો.

તપાસ માટે હેડ ઓફિસ કરી બંધ

- પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું છે. ત્યારપછી યૂ-ટ્યૂબની હેડ ઓફિસ બંધ કરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
- ગૂગલની માલિકવાળા યૂ-ટ્યુબની હેડ ઓફિસમાં 1700 લોકો કામ કરે છે. આ વિસ્તારમાં આવેલી અન્ય ઓફિસ કરતા અહીં વધારે કર્મચારીઓ કામ કરે છે.

2ની સ્થિતિ નાજૂક

- પોલીસના જણાવ્યા પ્રમાણે ઘાયલ થયેલા લોકોમાં એક 36 વર્ષના યુવક અને એક 32 વર્ષની મહિલાની સ્થિતિ વધારે ગંભીર છે. તે સ્વાય 27 વર્ષની બીજી એક યુવતી પણ ઘાયલ થઈ છે. અન્ય એક યુવતીની એડીમાં સામાન્ય ઈજા થઈ છે.

ઘટના સંબંધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

ઘચનાની જાણ થતા પોલીસ અને એબુંલેસ ઘટના સ્થળે પહોંચી આવ્ચા હતા

Shout Out At YouTube Head Quarters In America, Many Injured

X
ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથીઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી
ઘચનાની જાણ થતા પોલીસ અને એબુંલેસ ઘટના સ્થળે પહોંચી આવ્ચા હતાઘચનાની જાણ થતા પોલીસ અને એબુંલેસ ઘટના સ્થળે પહોંચી આવ્ચા હતા
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
Shout Out At YouTube Head Quarters In America, Many Injured
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App