કેનેડામાં ફાયરિંગમાં 4નાં મોત, પોલીસે આપી ચેતવણી - ઘરમાં જ રહો અને દરવાજા બંધ રાખો

પોલીસે ટ્વીટર પર કહ્યું કે, ફાયરિંગ હજુ પણ ચાલુ છે સ્થાનિક લોકો સજાગ રહે

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 06:43 PM
Police confirmed the fatalities and have warned residents to stay in their homes with doors locked

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડાના પૂર્વમાં સ્થિત ફ્રેડેરિકટન શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. પોલીસે સ્થાનિક નાગરિકોને ચેતવણી જાહેર કરીને કહ્યું કે, ફાયરિંગ હજુ પણ યથાવત છે. તેથી તેઓ પોતાના ઘરમાં જ રહે અને દરવાજા બંધ રાખે. સાથે જ મુસાફરી કરી રહેલા લોકો રિંગ રોડ નજીક બ્રૂકસાઇડ ડ્રાઇવ નામના વિસ્તાની આસપાસ ના જાય.

- ન્યૂ બ્રૂન્સવિકના કેપિટલ સિટી ફ્રેડેરિક્શનમાં અંદાજિત 56,000 જેટલી વસતી છે. પોલીસે ટ્વીટર પર પોસ્ટ કરી હતી કે, આ શહેરમાં હજુ પણ ફાયરિંગ યથાવત છે અને અનેક લોકોનાં ઘાયલ થયાના સમાચાર છે.
- વધુ એક ટ્વીટમાં પોલીસે કહ્યું કે, ઘટનાના પગલે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, પોલીસે હજુ સુધી શૂટિંગ અંગે કોઇ માહિતી નથી આપી.
- લોકલ મીડિયાએ પ્રકાશિત કરેલી ઇમેજમાં રેસિડેન્શિયલ સ્ટ્રીટમાં ઇમરજન્સી વ્હિકલ જોઇ શકાય છે.

ચાલુ વર્ષમાં ફાયરિંગની 241 ઘટના


-કેનેડામાં ગન લૉ અમેરિકા કરતાં વધારે કડક છે.
- ગયા મહિને એક ગનમેને ટોરન્ટોની સૌથી વ્યસ્ત સ્ટ્રીટમાં અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. જેમાં બે લોકોનાં મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા.
- ટોરન્ટો કેનેડાનું સૌથી મોટું શહેર છે. જેમાં ચાલુ વર્ષ દરમિયાન 241 ફાયરિંગની ઘટનાઓ બની છે. જેમાં 30 લોકોનાં મોત થયા છે.

X
Police confirmed the fatalities and have warned residents to stay in their homes with doors locked
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App